પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ, ના આજે કોઈને ‘ફૂલ’ બનાવવાનો વિચાર નથી. આજે ફનએનગ્યાન.કોમ ડોમેઈનને આજે વર્ષ ૨ વર્ષ પૂરા થયા. આ શુભ દિવસે ફનએનગ્યાન ટુલબાર અપડૅટ કરવાનું ભગિરથ કાર્ય હાથમાં લીધું છે. આપને વિનંતી છે કે આપના બ્લોગની માહિતી નીચે આપેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મેઈલ કરો.

બ્લોગનો વિષય ખાસ જણાવવું જરૂરી છે. આમ કરવાથી હજાર જેટલા બ્લોગમાંથી વાચક તેને ગમતા વિષય પર બ્લોગ માણી શકે. વિષયમાં તમે તમારા બ્લોગને લગતા પાંચેક શબ્દો જણાવો. દા.ત. કવિતા, સ્વરચિત, સંકલિત, રોજનિશી, હાસ્ય, વાર્તા, ગઝલ, રમતગમત, વાનગી, રાજકારણ,  ફિલ્મ, વગેરે…

આપના બ્લોગનો પરિચય નીચે પ્રમાણેના ફોર્મેટમાં

gujblog@gmail.com પર મેઈલ કરો.

આપનું નામ _______________________________________

ઈમેઈલ _________________________________________

હાલ ક્યાં રહો છો? ___________________________________

ગુજરાતમાં ક્યાંના? __________________________________

બ્લોગનું નામ ______________________________________

બ્લોગની લિન્ક _____________________________________

બ્લોગ વિષય ______________________________________

બીજું આપની જાણમાં હોય એવા તમામ બ્લોગરોને જાણ કરવા વિનંતી તેમજ તેમના બ્લોગની લિન્ક મને મોકલાવશો જેથી હું તેમને માહિતી માટે સંપર્ક કરી શકું.

ગુજરાતી બ્લોગ જગત ૧,૦૦૦ના આંકને ક્યારનું પાર કરી ચૂક્યું છે. આટલા બધા બ્લોગનો સમાવેશ કરવો એ અઘરું કામ છે, છતાં બીડું જડ્પ્યું છે. વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને ટૂલબાર અપડૅટ કરી આપની સમક્ષ આવતા મહિને રજૂ કરવાનો વિચાર છે.

નોંધ આપના બ્લોગ વિશેની માહિતી અહીં કોમેન્ટમાં ન મૂકતાં ઉપર જાણાવેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મોકલવાની છે.

-વિનય ખત્રી

  4 Responses to “ફનએનગ્યાન ટૂલબાર અપડૅટ ૨૦૧૦”

  1. વહાલા વીનયભાઈ,
    ખુબ જ વ્યસ્ત હોવા છતાં આપે ફનએનગ્યાન ટુલબાર અપડેટ કરવાનું અઘરું કામ હાથ ધરેલ છે. તેમા આપ અવશ્ય સફળ થશો જ એવી હાર્દીક શુભેચ્છા છે..

  2. અભિનંદન અને all the best ! :)

  3. તમારી આ મહેનતને સલામ.. All the best.

  4. વિનયભાઇ

    આપનું આ ભગીરથ કાર્ય ગુજરાતી બ્લોગરો અને વાચકો માટે ખરેખર સેતુ સમાન પુરવાર થશે. આપ નક્કી કરેલી સમયમર્યાદામાં આ કાર્ય પુરૂ કરી શકો માટે શુભેચ્છા.

    ઓલ ધ બેસ્ટ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME