Apr 302010
 

પ્રિય મિત્રો,

દર બીજા દિવસે વર્ડપ્રેસ તરફથી કંઈને કંઇ નવું કર્યાની જાહેરાત હોય જ છે. ચાલો જોઈએ છેલ્લા કેટલાક દિવસોમાં વર્ડપ્રેસ તરફથી કરાયેલી મહત્વની જાહેરાતો વિશે…

૧) ફોટો બ્લૉગ માટે એક મસ્તમજાનો નવો થીમ ‘આઈન્યુઈટ ટાઈપ્સ‘ ઉમેરાયો. સફેદ અને કાળા એમ બેઉ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા આ થીમમાં ફોટાઓ સરસ રીતે શોભે છે. વિશેષ (ફીચર્ડ) પોસ્ટને હાઈલાઈટ કરી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ છે. પોસ્ટની ઉપર ટેક્ષ્ટ ‘વિજેટ’ મૂકીને અગત્યની જાહેરાત  કે એવું લખાણ મૂકી શકાય છે.

૨) ‘સરપ્રાઈઝ મી‘ સુવિધા ઉમેરવામાં આવી. તમારા બ્લોગના ડેશબોર્ડમાં જઈને પર્સનલ સેટીંગના પાના પર જુઓ ‘સરપ્રાઈઝ મી’ લખેલું હશે, તેને ‘ટીક’ કરો અને પછી અમને જણાવો કે વર્ડપ્રેસે તમને કેવી રીતે આશ્ચર્ય ચકિત કર્યા?

૩) નવો થીમ અંડર ધ ઈન્ફ્લુઅન્સ. વિવિધ વિકલ્પો સાથેનો નવો થીમ અલગ તરી આવે છે. આ થીમમાં અલગ અલગરીતે મથાળા દર્શાવી શકાય છે. સ્થંભ (કૉલમ)ની પહોળાઈ અલગ અલગ રાખી શકાય છે. વગેરે ઘણાં સેટિંગ ધરાવતો અને બ્લોગને મૌલિક દેખાવ અપાવતો થીમ છે.

૪) નવો થીમ ટ્વેન્ટી ટેન. આ થીમ વર્ડપ્રેસ પર નવા બનતા બ્લૉગ માટે ડિફોલ્ટ (પહેલેથી) થીમ છે. સરળ, દેખાવડો અને સુવિધાઓવાળો થીમ છે. જેમાં હેડર (મથાળું) માએનું ચિત્ર તેમજ બેકગ્રાઉન્ડનો રંગ મનગમતી રીતે બદલાવી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ સાથે સરળ અને સ્વચ્છ થીમ છે.

૫) નવો થીમ સ્ટ્રકચર. એક કરતાં વધારે સ્તંભ (કૉલમ) વાળો આ થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે.

૬) જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે. Continue reading »

Apr 272010
 

પહેલા દુધ, પછી સોફ્ટ ડ્રીંક, પછી હાર્ડ ડ્રીંક, પછી ટૉનિક, પછી સલાઈન અને છેલ્લે ગંગાજળ!

વિશેષ વાંચન:

Apr 262010
 

પ્રિય મિત્રો,


ગુજરાતી બ્લૉગવિશ્વ સફળ રજુઆત પછી ગુજરાતી કાવ્યવિશ્વ એટલે કે ગુજરાતી કાવ્યોના બ્લોગનો એગ્રીગેટર રજુ કરતાં આનંદ વ્યક્ત કરું છું. આપને વિનંતી છે કે જો આપનો બ્લોગ કાવ્ય વિષયક હોય અને આપના બ્લોગ પર અડધાથી વધારે પોસ્ટ કાવ્યની અથવા કાવ્યને લગતી હોય તો આપનો બ્લોગ ગુજરાતી કાવ્યવિશ્વમાં ઉમેરવા વિનંતી. સ્વરચિત તેમજ સંકલિત બંને પ્રકારના કાવ્યોના બ્લોગ ઉમેરી શકાય.


આ ઉપરાંત આવતા અઠવાડિયે મારી પસંદગીના  ’બેસ્ટ ૧૦૦ ગુજરાતી બ્લોગ‘ની યાદી અને એગ્રીગેટર રજુ કરવાનો પ્રયાસ પણ આદર્યો છે.

આશા છે મારા આ પ્રયત્નો ગુજરાતી બ્લોગ જગત માટે ઉપયોગી થશે અને વાચકોને ૧૦૦૦ બ્લૉગમાંથી વાંચવાની શરૂઆત ક્યાંથી કરવાની તેનું માર્ગદર્શન મળી રહેશે.

-વિનય ખત્રી

Apr 242010
 

પ્રિય મિત્રો,

આજે વર્ડપ્રેસ બ્લૉગની એક નાનકડી પણ મજાની ટિપ રજુ કરું છું:

મારો બ્લૉગ મારી ભાષામાં, બ્લૉગનું સંચાલન અંગ્રેજી ભાષામાં!

વર્ડપ્રેસ તરફથી હમણાં થોડા સમયથી બ્લૉગનું સંચાલન ગુજરાતી ભાષામાં થાય એવી સગવડ ઉમેરવામાં આવી છે. સંચાલન માટેના શબ્દોનું ગુજરાતી ભાષાંતર ઘણાં બધા લોકોએ કર્યું છે. જાજા રસોઈયા રસોઈ બગાડે એવો જ ઘાટ સંચાલનની ગુજરાતી ભાષાનો થયો છે. જેમ આજનાં આપણાં રાજકરણીઓને જોઈને વડીલો કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા, એવો જ અભિપ્રાય વર્ડપ્રેસ સંચાલનની ગુજરાતી ભાષા વિશે બાંધી શકાય. આ સમસ્યાના મારી સમજ પ્રમાણે, બે ઉપાય છે, એક ટૂંકાગાળાનો અને બીજો લાંબાગાળાનો. ટૂંકાગાળાનો ઉપાય એ છે કે આપણા વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા બદલાવીને પાછી અંગ્રેજી કરી દઈએ. બીજો લાંબાગાળાનો ઉપાય એ છે કે વર્ડપ્રેસ સંચાલનનું ગુજરાતી ભાષાંતર સુધારીએ.

આપણાં વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા અંગ્રેજી કરવા માટે આપણાં બ્લોગના ડેશબોર્ડ (ચાલકમંડળ)માં ‘યુઝર્સ’ પર ક્લિક કરી, ‘પર્સનલ સેટિંગ’ પર ક્લિક કરો… Continue reading »

Apr 212010
 

પ્રિય મિત્રો,

બ્લૉગ જગતમાં આજકાલ જે કંઈ થઈ રહ્યું છે તે વિશે જાણીતા કવિ શ્રી પંચમભાઈ શુક્લએ લંડનથી એક મસ્ત મજાની હઝલ લખી મોકલાવી છે. હઝલની શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે તેઓ લખે છે, “બ્લોગજગતના સાંપ્રત ડહોળાયેલા વાતવરણની અસર રૂપે જન્મેલી આ હઝલ તમને રવાના કરું  છું. આશા છે માણવી ગમશે. શક્ય છે આ હઝલના અમુક અશઆર ચોક્ક્સ પ્રકારના બ્લોગ/બ્લોગર જૂથોને લાગુ પડતા હોય એમ બનવાનો પૂરો સંભવ છે આથી સહુને બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.”

બ્લૉગજગતને તીરે (નાળે) તીરે (નાળે) – પંચમ શુક્લ

આ જોડણી, આ કોષને પૂંઠે દબાવી દઉં,
વાચાળ-ને-ખામોશને પૂંઠે દબાવી દઉં.

અકરાંતિયા માફક મળે તે ઝટ ગટર ઓરું,
હર સ્વાદના સંતોષને પૂંઠે દબાવી દઉં.

આ બોલનારા એમ ભસનારા કરડનારા,
નપુસંક સહુના રોષને પૂંઠે દબાવી દઉં.

મણમણની સોફાવ્યાં છતાં હૈયે નથી ટાઢક,
દિવેલ દઈ આક્રોશને પૂંઠે દબાવી દઉં.

આનંદથી, થઈ બેફિકર, ગમતું ઘસે રાખું,
આ સાર્થ-ઊંઝા દોષને પૂંઠે દબાવી દઉં.

આ શબ્દની બેઠક ઊપર બેઠા પછી હરરેક-
મસૃણને ને ઠોસને પૂંઠે દબાવી દઉં.

હું એમ સમલૈંગિક ચુંબનની ઘડી ઉજવું,
મુજ ઓષ્ઠ પરના ગ્લૉસને પૂંઠે દબાવી દઉં.

એ પાર્વતીનું શવ લઈ તાંડવ રચે પહેલા,
નટરાજ આસુતોષને પૂંઠે દબાવી દઉં.

૨૦-૪-૨૦૧૦

(શબ્દાર્થ: મસૃણ = કોમળ, સુંવાળું, મુલાયમ)

Powered By Indic IME