પ્રિય મિત્રો,
‘ઈલેક્રમા’ (મુંબઈ) પ્રદર્શનની મુલાકાત વખતે એક ‘સ્ટૉલ’ પર નાનકડા વિઝિટીંગ કાર્ડ જેવડા ‘ડિસ્પ્લે’ પર ‘The quick brown fox jumps over the lazy dog‘ સરકી રહ્યું હતું તે જોઈને આ લેખ લખવાનો વિચાર આવ્યો.
મને બરાબર યાદ છે, વર્ષો પહેલાં એક પોસ્ટમાં ગુજરાતી ફોન્ટ કેવા લાગે છે તે દર્શાવવા કાર્તિક મિસ્ત્રીએ ‘આળસુ ઉંઘતા શિયાળ ઉપર ચપળ કૂતરાએ કૂદકો માર્યો‘ એવું ગુજરાતી ભાષાંતર કર્યું હતું. તે જોઈને સુરેશભાઈ જાનીએ અંગ્રેજ ઘરધણી, બાદશાહ, ઠળિયા અને છાણા એવા શબ્દો વાપરીને એક ગુજરાતી વાક્ય બનાવ્યું હતું જેમાં ‘અ’ની બારાક્ષરી, ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના વ્યંજનો અને ૦થી૯ના આંકડાઓ આવી જતા હતા!
આવા વાક્યને પેનગ્રામ કહેવાય, જેમાં દરેક અક્ષરનો ઉપયોગ થયો હોય. જ્યારે મિકેનિકલ ટાઈપ રાઈટર હતા ત્યારે ટાઈપ રાઈટરની દરેક ચાંપ બરાબર કામ કરે છે કે નહી તે ચકાસવા માટે આ વાક્યનો પ્રયોગ થતો. પછીથી માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં ફોન્ટ કેવા દેખાય છે તે માટે આ વાક્યનો ઉપયોગ થયો.
આ વાક્ય બહુ જ પ્રચલિત થયું પણ તેને પરફેક્ટ વાક્ય ન કહી શકાય, કારણ કે ૩૩ અક્ષરોના આ વાક્યમાં ત્રણ ‘E’, બે ‘H’, ચાર ‘O’, બે ‘R’, બે T’ અને બે ‘U’ વપરાયા છે. વિદ્વાનોએ આ વાક્યને હજી નાનું બનાવવા માટે અને અક્ષરોનું પુનરાવર્તન ટાળવા માટે બીજા પણ કેટલાક વાક્યો પ્રયોજ્યા: Pack my box with five dozen liquor jugs (૩૨ અક્ષરો), The five boxing wizards jump quickly (૩૧ અક્ષરો), Waltz, nymph, for quick jigs vex Bud (૨૮ અક્ષરો), Blowzy night-frumps vex’d Jack Q અને Glum Schwartzkopf vex’d by NJ IQ (માત્ર ૨૬ અક્ષરો) (સંપૂર્ણ યાદી)
ટૂંકમાં હવે જ્યારે નવો કોઈ ફોન્ટ દર્શાવવો હોય તો ‘ઝડપી શિયાળ અને આળસુ કૂતરા’ને બદલે ‘પાંચ ડઝન દારૂના કૂંજા’ વાળું વાક્ય વાપરી શકાય અથવા’પાંચ જાદુગરોને ઝડપથી કૂદાવી’ શકાય.
Lizard નથી Wizards છે વિનયભાઈ… પણ ગરોળીઓ કુદાવવાવાળું બી ગમ્યું…
સુધારી લીધું છે. આભાર!
nice post… thanks for sharing
વર્ષોથી ફોન્ટ્સ તપાસવા માટે આ વાક્ય વપરાતો આવ્યો છું પણ આટલું ઊંડું નિરીક્ષણ ક્યારેય નથી કર્યું. હવેથી બીજા વાક્યો પણ વાપરી જોઈશું.
અમે તો વાપરતા પણ નહોતા અને જાણતા પણ નહોતા..આજે જાણવા મળ્યું.કયારેક ભવિષ્યમાં વાપરીએ એવું પણ બની શકે..
વિનયભાઇ, આભાર આ માહિતી બદલ
Can I have a link to the Pangram by Sureshdada please? Or the sentense itself, better!
For link read comments on Kartik’s post.
(via mobile)
Many thanks. Really appreciated. bahooj aabhar