પ્રિય મિત્રો,
ઘણાં સમય પછી નેટસેવી લખવા બેઠો છું. કેટલાક બ્લોગર મિત્રો પૂછતા હતા કે આ ‘અમંગ અસ’ શું છે અને કેવી રીતે ઉપયોગી થાય? તો ચાલો આજે આપણે જાણીએ ‘અમંગ અસ‘ વિશે.
‘અમંગ અસ’ એટલે આપણો બ્લોગ પર અત્યારે કેટલા વાચકો જોઈ/વાંચી રહ્યા છે તે દર્શાવતો આઈકોન. તમે વાંચી રહ્યા છો તે તમારા મનીતા બ્લોગ પર અત્યારે આટલા લોકો છે! તો ચાલો આપણે આપણાં બ્લોગ પર ‘અમંગ અસ’ મૂકીએ.
પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ
સૌ પ્રથમ http://whos.amung.us પર જઈને સેટિંગ કરી લો કે આ આઈકોન તમારા બ્લોગ/વેબસાઈટ પર ક્યા મૂકવો છે? ડાબી બાજુએ, જમણી બાજુ એ કે પછી નીચે? એક વખત તેનું સ્થાન નક્કી થઈ ગયું પછી તેનો કોડ કૉપી કરી લો. હવે તમારા બ્લોગ પર જઈને સાઈડ બારમાં એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી દો. આ ટેક્ષ્ટ વિજેટને યોગ્ય નામ આપી તેમાં અમંગ અસ સાઈટ પરથી કૉપી કર્યો હતો તે કોડ પેસ્ટ કરી સેવ કરી લો. હવે તમારા બ્લોગ પર અત્યારે કેટલા વાચકો છે તે દર્શાવશે!
વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ
અહીં થોડી અલગ વિધિ કરવી પડશે. બે કારણ છે. ૧) વર્ડપ્રેસ જાવા સ્ક્રીપ્ટ મૂકવા દેતું નથી. ૨) ‘અમંગ અસ’ ફક્ત જાવા સ્ક્રીપ્ટ જ આપે છે! આપણી પાસે ત્રીજો રસ્તો છે. સૌ પ્રથમ http://whos.amung.us પર જઈને જાવા કોડમાંથી તમારો નંબર કૉપી કરી લો.
દા.ત. <script type=”text/javascript” src=”http://widgets.amung.us/tab.js”></script><script type=”text/javascript”>WAU_tab(‘111111111111‘, ‘bottom-center’)</script>
ઉપરના કોડમાં 111111111111 તમારો નંબર છે. તે કૉપી કરી લો. તે પછી તમારા બ્લોગ પર જઈને એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરો. તેને યોગ્ય નામ આપી દો. હવે તેમાં નીચે આપેલો કોડ ટાઈપ કરો અથવા આ કોડ આ પેજ પરથી કૉપી કરી લો!
<a href=”http://whos.amung.us/stats/111111111111/”><img src=”http://whos.amung.us/widget/111111111111.png” width=”81″ height=”29″ border=”0″ title=”Click to see how many people are online”/></a>
હવે આ કોડમાં તમારો નંબર જે તમે ‘અમંગ અસ’ સાઈટ પરથી મેળવ્યો હતો તે 111111111111ની જગ્યાએ મૂકી દો. ટેક્ષ્ટ વિજેટ સેવ કરો એટલે કામ પત્યું!
આ માહિતી મને અહીંથી મળી!
thanks હું આજે જ ટ્રાય કરું છું ને નહીં થાય તો ફરી તમારો ટાઈમ બગાડીશ….
I Have Dn Thanks
Yes. I am using this facility on ‘Vartalap.’
એક સુધારો –
‘કિતને આદમી થે ?’ નહીં પણ “કિતને આદમી ‘હૈ’ ?” (આદમીમાં નરનારી ભેદ નથી ગણવાનો)
Good Info.
વિનયભાઇ,
સરસ માહિતી મળી અને બહુ જ સરળતાથી ઉપયોગમા પણ લેવાય ગઈ.
આભાર
great!!! thank you sir,
વહાલા વીનયભાઈ,
મારા પ્રયાસ વીફળ રહ્યા, પરંતુ મારો મોટો દીકરો પવંકુમાર તો સફળ રહ્યો..
આપશ્રી તેમજ પવન ધન્યવાદના અધીકારી છો. આભાર.
આ તો ખુબ જુનું છે પરંતુ…
ઉપયોગી જરુર છે…
“માનવ”
હું ખુબ જ મથ્યો- સફળ થયો નહીં.પરંતુ મારો દીકરો તેમા સફળ થયો.
આભાર વીનયભાઈ..
જય દ્વારકાધિશ,
ખુબ ખુબ આભાર,,,મે આ કામ કરી નાખ્યુ અને સફળ થ્યો..