Mar 312010
 

પ્રિય મિત્રો,

‘ઈલેક્રમા’ (મુંબઈ) પ્રદર્શનની મુલાકાત વખતે એક ‘સ્ટૉલ’ પર નાનકડા વિઝિટીંગ કાર્ડ જેવડા ‘ડિસ્પ્લે’ પર ‘The quick brown fox jumps over the lazy dog‘ સરકી રહ્યું હતું તે જોઈને આ લેખ લખવાનો વિચાર આવ્યો.

મને બરાબર યાદ છે, વર્ષો પહેલાં એક પોસ્ટમાં ગુજરાતી ફોન્ટ કેવા લાગે છે તે દર્શાવવા કાર્તિક મિસ્ત્રીએ ‘આળસુ ઉંઘતા શિયાળ ઉપર ચપળ કૂતરાએ કૂદકો માર્યો‘ એવું ગુજરાતી ભાષાંતર કર્યું હતું. તે જોઈને સુરેશભાઈ જાનીએ અંગ્રેજ ઘરધણી, બાદશાહ, ઠળિયા અને છાણા એવા શબ્દો વાપરીને એક ગુજરાતી વાક્ય બનાવ્યું હતું જેમાં ‘અ’ની બારાક્ષરી, ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના વ્યંજનો અને ૦થી૯ના આંકડાઓ આવી જતા હતા!

આવા વાક્યને પેનગ્રામ કહેવાય, જેમાં દરેક અક્ષરનો ઉપયોગ થયો હોય. જ્યારે મિકેનિકલ ટાઈપ રાઈટર હતા ત્યારે ટાઈપ રાઈટરની દરેક ચાંપ બરાબર કામ કરે છે કે નહી તે ચકાસવા માટે આ વાક્યનો પ્રયોગ થતો. પછીથી માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં ફોન્ટ કેવા દેખાય છે તે માટે આ વાક્યનો ઉપયોગ થયો.

આ વાક્ય બહુ જ પ્રચલિત થયું પણ તેને પરફેક્ટ વાક્ય ન કહી શકાય, કારણ કે ૩૩ અક્ષરોના આ વાક્યમાં ત્રણ ‘E’, બે ‘H’, ચાર ‘O’, બે ‘R’, બે T’ અને બે ‘U’ વપરાયા છે. વિદ્વાનોએ આ વાક્યને હજી નાનું બનાવવા માટે અને અક્ષરોનું પુનરાવર્તન ટાળવા માટે બીજા પણ કેટલાક વાક્યો પ્રયોજ્યા: Pack my box with five dozen liquor jugs (૩૨ અક્ષરો), The five boxing wizards jump quickly (૩૧ અક્ષરો), Waltz, nymph, for quick jigs vex Bud (૨૮ અક્ષરો), Blowzy night-frumps vex’d Jack Q અને Glum Schwartzkopf vex’d by NJ IQ (માત્ર ૨૬ અક્ષરો) (સંપૂર્ણ યાદી)

ટૂંકમાં હવે જ્યારે નવો કોઈ ફોન્ટ દર્શાવવો હોય તો ‘ઝડપી શિયાળ અને આળસુ કૂતરા’ને બદલે ‘પાંચ ડઝન દારૂના કૂંજા’ વાળું વાક્ય વાપરી શકાય અથવા’પાંચ જાદુગરોને ઝડપથી કૂદાવી’ શકાય.

Mar 302010
 

પ્રિય મિત્રો,

તમે બરાબર જ વાંચ્યું છે. આજની પોસ્ટનું મથાળું છે કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો?

ગઈ કાલની પોસ્ટ મેનેજમેન્ટનું પંચતંત્ર કૉપી-પેસ્ટ કેવી રીતે કરવું તેની પૂર્વ તૈયારી રૂપે હતી. કૉપી કરવી ગુનો નથી. કેવી રીતે કૉપી કરવામાં આવી છે તેના પ્રમાણે ગુનો બને છે. ગઈ કાલની પોસ્ટ માટે મેં લેખક શ્રી વિદ્યુતભાઈ જોષીની પરવાનગી લીધી હતી (નીચેનું ચિત્ર). આવી રીતે પરવાનગી લઈને રચના રજુ કરીએ તેમાં રચનાકાર અને રજુકર્તા બંનેનું માન જળવાય છે.

Continue reading »

Mar 292010
 

આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.

જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.

* * * * * * * * * *

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.

બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.) Continue reading »

Mar 272010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી બીજા બે નવા રસપ્રદ થીમ ઉમેરાયા છે એવી માહિતી વર્ડપ્રેસના બ્લોગ પર મૂકવામાં આવી છે તે આ પ્રમાણે છે:

૧. ડાર્ક વૂડ

ડાર્ક, બ્રાઉન, ત્રણ કૉલમ, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય અને બેકગ્રાઉન્ડ બદલી શકાય તેવો ધ્યાનાકર્શક અને રમતીયાળ થીમ . વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

૨. ન્યુટ્રા

સફેદ, લાઈટ, વાદળી, બે કૉલમ, જમણી તરફ સાઈડબાર, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય એવો સરળ અને એલિગન્ટ થીમ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

-વિનય ખત્રી

Mar 262010
 

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading »

Powered By Indic IME