વસંત પંચમીની શુભેચ્છાઓ…
પ્રિય મિત્રો,
આજે બુધવાર, ૨૦-૦૧-૨૦૧૦, મહા સુદ ૫ અને વસંત પંચમીનો શુભ અવસર.
આજથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. વસંત ઋતુને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વૃક્ષો જૂના પાન ત્યજીને નવા પાન ધારણ કરે છે. વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર વેલેન્ટાઈન ડેમાં ઘણું સામ્ય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા થાય છે.
શહેરમાં રહીને આપણે જ્યારે વેલેન્ટાઈન ડે મય થઈ ગયા છીએ ત્યારે વસંત પંચમી વિશે મને ગમતી સુરેશ દલાલની કવિતા ફરી એક વાર મૂકું છું:
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંત પંચમી છે?
આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ…
વિશેષ વાંચન: વસંત પંચમી વિશે દિવ્ય ભાસ્કર અને સંદેશના લેખ.

આપને પણ વસંતપંચમી ની વ્હાલભરી મહેંક મુબારક.. “આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના” પણ સર્ચ કરી આલો ને સરસ છે ને?
કવિ શ્રી મનોજ ખંડેરિયા સાહેબની આ રચના ટહુકો.કોમ પર માણી શકાશે.
આપને વસંત પંચમીની વધાઈ.
આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર વ્યંગ કવન.
ભારતીય સંસ્કૃતિમાં તહેવાર થકી જીવનનો આનંદ છલકેછે.
આપના ભાષા પ્રેમને અભિનંદન,
રમેશ પટેલ(આકાશદીપ)
ઋતુઓના કામણ
વસંત – રમેશ પટેલ ‘આકાશદીપ’
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
You ask me question. Yes those were my views. couple of them read somewherebut in detail I put my thoughts.
Happy Republic Day.
visit
http://www.pravinash.wordpress.com
In my opinion there is nothing wrong in that. Thanks for visiting.
http://www.pravinash.wordspress.com
Last year I was in india on the day of Vasant Panchmi
In Banglore I was studying Yoga. They had beutiful celeb. of Vasant Panchami. In my life first time I sae ” amba par mohar”. The flower on mangoe tree. I will cherish my memories
through out my life.
vasant panchmi ni saras saamyta ane Shri Sureshbhai nu sars kaavy.
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.