Jan 062010
 

પ્રિય મિત્રો,

નવા વર્ષે સંકલ્પ કર્યો કે હવે નિયમિત બ્લૉગિંગ કરવું છે છતાં ત્રણ દિવસ માટે બ્લૉગ અપડૅટ થયો નહીં. કારણ? સંકલ્પ નં ૨.

મોટર સાઈકલ પર લાંબી મુસાફરી કરવાના સંજોગ આટલા જલ્દી આવી જશે એવું મેં પણ વિચાર્યું નહોતું. ભિવંડી રહેતા મારા મિત્ર શાંતિભાઈ સાથે બાઈક પર ગોવા જવાનું નક્કી કર્યું. શનિવારે સવારે નક્કી કર્યું, સાંજે હું પુણેથી બસમાં ભિવંડી ગયો અને રવિવારે સવારે સાડા પાંચ વાગે અમારી બાઈક સ્ટાર્ટ થઈ ગોવા જવા માટે.

ભિવંડીથી કલ્યાણ, શિળફાટા, પનવેલ થઈ અમે મુંબઈ-ગોવા હાઈવે (NH17) પર આવ્યા. પેણ, વળખળ, નાગોઠાણે, કોલાડ, ઈંદાપુર, માનગાંવ, ગોરેગાંવ થઈ મહડ પહોંચ્યા. મહડમાં સવારનો નાસ્તો કરી આગળ વધ્યા. પોલાદપુર, ખેડ, ચિપલુણ, સાવર્ડે, સંગમેશ્વર, હાથખંભા, પાલી થઈ લાંજા પહોચ્યા. અહીં બપોરનું ભોજન ફળાહાર કરીને કર્યું. લાંજાથી રાજાપુર, ખારેપાટણ, નંદગાંવ, કણકવલી, કુડાળ, સાંવતવાડી થઈ ગોવામાં પ્રવેશ્યા. સાંજે સાડા છ વાગે અમે પણજીમાં GTDCની હોટલમાં ચેક ઈન થયા. ઓડોમીટરનો કાંટો ૫૬૨ કિલોમીટર દેખાડતો હતો.

સાંજે બોટ ક્રૂઝ રાઈડ માટેના કોમ્પ્લિમેન્ટરી પાસ હોટલ તરફથી મળ્યા હતા તેને ન્યાય આપ્યો. રાત્રિનું ભોજન હોટલની પાસે આવેલી ઉડીપી રેસ્ટોરાંમાં કર્યું.

બીજો ભાગ આવતી કાલે…

  5 Responses to “૧૨૦૦ કિલોમીટર બાઈક પર!”

  1. pics share karjo

  2. સરસ ફોટા મૂકજો ગોવા જોવાતો મળે.
    મળો મને
    thank u

  3. શું વાત છે 2010માં સૌ કોઇ બાઈક પર ઘૂમવા નીકળી પડ્યા છો યાર? અન્ય એક મિત્ર અનીશ પટેલની આ પોસ્ટ જુવો એ ભાઈ પણ તમારી જેમ બાઇક-પ્રવાસની વાત કરે છે – http://anipateldreams.blogspot.com/2010/01/adventure-on-new-year-day.html

    અને હા આવતી કાલે ક્રમશ:નો સીલસીલો અટકાવતા નહીં.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME