પ્રિય મિત્રો,

સૌપ્રથમ નવા વરસના સાલ મુબારક.

છેલ્લા ત્રણેક મહિનાથી બ્લૉગ અપડૅટ કરી શક્યો નથી. આજે નવા વર્ષના સંકલ્પ સાથે આ પોસ્ટ મૂકી રહ્યો છું.

૧. નિયમિત બ્લૉગ લેખન કરવું.

૨. ગોવા જવું. પુણે-ગોવા-પુણે આશરે ૧૦૦૦ કિમી. ટુ-વ્હિલર પર મુસાફરી કરવી.

૩. પાસપોર્ટ તૈયાર કરાવવો.

૪. પોતાનું ઘર લેવું.

૫. ડેટાલોગર બનાવવું.

૬. પાંચે પાંચ સંકલ્પ ૨૦૧૦માં પરિપૂર્ણ કરવા.

તો મળીએ આવતી કાલે સવારે ૭ વાગ્યે (IST) એક નવી પોસ્ટ સાથે…

વિનય ખત્રી

  13 Responses to “૨૦૧૦: નવું વર્ષ, નવા સંકલ્પો!”

  1. તમારા બધા સંકલ્પ પૂર્ણ થાય તેવી શુંભકામના,
    ડેટાલોગર એટલે શું…?

    • Datalogger એક ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે. તે જેની સાથે જોડાયેલું હોય તેની નોંધ રાખે છે. આ નોંધને કોમ્પ્યુટર પર લઈ તેનું પૃથ્થકરણ કરી શકાય.

  2. શ્રી વિનયભાઇ, ૨૦૧૦માં આપનું સસ્નેહ સ્વાગત !
    સંકલ્પ (૧) માટે હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ !
    સંકલ્પ (૨) માટે (૩)ની શું જરૂર છે ?
    એજ રીતે (૨)-(૩) પછી (૪)નું શું મહત્વ છે ?
    (૫) માટે મારો પનો ટુંકો પડે છે !
    (૬) માં “પાંચે પાંચ” ની જગ્યાએ “છ એ છ” ન રાખીને આપે પેરાડોક્સ સર્જયો હોય તેમ નથી લાગતું ? !!! :-) (આ તો નવું વર્ષ અને આપનો લાભ મળવાનો તેવી બેવડી ખુશીમાં જરા મોજમજા કરી લીધી છે) ઇશ્વર આપના સર્વે મનોરથ નવા વર્ષમાં પૂર્ણ કરે તેવી શુભકામના. આભાર.

    • શુભેચ્છાઓ માટે આભાર.

      સંકલ્પ ૩ આવતા વર્ષના સંકલ્પની પૂર્વતૈયારી રૂપે છે!

  3. વિદેશ યાત્રા પર જવા માંગો છો. એવું લાગે છે.

  4. વેલકમ વિનયભાઈ,
    “નિયમિત બ્લોગ લેખન” વાળો સંકલ્પ પરીપૂર્ણ કરો એવી શુભેચ્છા અને ઇચ્છા.
    ઑલ ધી બેસ્ટ

  5. શ્રી વિનયભાઈ,
    નવ વર્ષ ૨૦૧૦ની સૌ પ્રથમ હાર્દિક શુભેક્ષા.
    આપે કરેલા સંક્લપ પુર્ણ થાય તેની શુભકામના.

    સંક્લપ જેટલા પ્રબળ કાર્યશક્તિ એટલી પ્રબળ
    ફળ મળે સબળ કાર્યશક્તિ જેટલી પ્રબળ
    આપનાર છે તુ અમે નથી કંઇ કરનાર
    ફક્ત વિનવીયે આપજે શક્તિ પુર્ણ કરવા પ્રબળ

    ઈશ્વર આપની હર ઇચ્છા પુર્ણ કરે એજ પ્રાર્થના.

  6. hey Vinaybhai happy new year….!!

  7. happy new year .. !! all the best

  8. તમારા તમામ સંકલ્પો પૂર્ણ થાય તેવી શુભેચ્છા. નવા વર્ષની શુભકામના.

  9. happy new year and best wishes to fulfill all yr sankalpas…all the best.

  10. wish u best wishes ke tamara sankalp pura thay

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME