પ્રિય મિત્રો,

આજે મારે તમારી સમક્ષ થોડી વાતો કરવી છે, મેકિંગ ઑફ જે૩ (એટલે જીવન જીવવાની જડીબુટ્ટી) વિશે. આ પોસ્ટ લખી તે પહેલાની અને તે પછીની કેટલીક રસપ્રદ વાતો.

૧૭/૯/૦૮ના એક ફોર્વર્ડ મેઈલ મળી જેમાં જીવન જીવવા માટેની કેટલીક ‘ટિપ્સ’ અંગ્રેજીમાં લખેલી હતી. લખાણ વાંચીને થયું કે એક એક ‘ટિપ’ એક એક સોનામહોર જેવી છે. વાંચીને કોઈ મૂલ્યવાન વસ્તુ તિજોરીમાં મૂકતો હોઉં તેમ લખાણ કૉપી કરીને ડ્રાફ્ટમાં મૂકી દીધું. વાંચતી વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ લખાણનું ભાષાંતર કરીને ફનએનગ્યાન.કોમના વાચકો સમક્ષ મૂકવું. જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ ભાષાંતરનું કામ થતું ગયું. સાથે સાથે ખાંખાખોળા પણ ચાલુ  હતા કે આ ‘ટિપ્સ’ કોણે લખી છે? ઘણી શોધખોળ કર્યા પછી આ ટિપ્સના બે-ત્રણ વર્જન જાણવા મળ્યા.

બરાબર છ મહિના પછીના દિવસે નક્કી કર્યું કે આજે આ પોસ્ટ મૂકી જ દેવી છે. ૨૯ જેટલી જડીબુટ્ટીઓનું ભાષાંતર થઈ ગયું હતું. નવેક જડીબુટ્ટીઓનું બાકી હતું જે સમયને અભાવે પડતી મૂકી. મથાળું બાંધવાનું બાકી હતું. ‘સોનેરી સલાહ’, ‘સત્યાવીસ સોનામહોર’ અને ‘સત્યાવીસ સુવર્ણમુદ્રાઓ’ એવા વિકલ્પો  હતા મગજમાં (ડ્રાફ્ટને મથાળે લખી રાખ્યા હતા) પણ તેમ કરતાં બે સોનામહોર ઓછી કરવી પડે જે મંજુર નહોતું. છેલ્લી ઘડીએ સોનાનો ચડકાટ પડતો મૂકીને જડીબુટ્ટીની અકસીરતા કામે લગાડી અને મથાળું બનાવ્યું જીવન જીવવાની જડીબુટ્ટી. જડીબુટ્ટીનું એકવચન લેવું જોઈએ કે બહુવચન તે જોવાનો સમય ન રહ્યો. કુલ ૨૯ જડીબુટ્ટીઓ થતી હતી તેથી ૩૦નો આંક પૂરો કરવા માટે છેલ્લે ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ ઉમેરીને પોસ્ટ મૂકી દીધી અઢારમી માર્ચે.

પોસ્ટ મૂકાયા ભેગી જ ઊંચકાઈ. જેવી ઊંચકાઈ તેવી કોઈએ તેને ઈમેઈલમાં સર્ક્યુલેટ કરી દીધી. સર્ક્યુલેટ કરતા પહેલાં તેણે ૩૦મી જડીબુટ્ટી ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ કાઢી નાખી. નારદમુનિના અવતારને ૩૦મી જડીબુટી કેમ ખટકી તે મને ન સમજાયું. બીજી જડીબુટ્ટીમાં  ’દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો’ પોતાનું ડહાપણ ડહોળ્યું. ૧૦ પછી અંગ્રેજીમાં -૩૦ ઉમેર્યુ! અરે! ભલા માણસ ઓછામાં ઓછી દસ મિનિટ લખી છે તે પૂરતું નથી?

જડીબુટ્ટીઓ અસર રામબાણ સાબિત થઈ. બધાને બહુ જ માફક આવી. નકલખોરી અને ઉઠાંતરી પર નભતા પરોપજીવી બ્લોગ તો કૉપી-પેસ્ટ કરે તે જાણે સમજ્યા પણ ચાર વર્ષથી નિયમિત અને મૌલિક બ્લોગિંગ કરતા, પોતાને ‘ગુજરાતી ગીક’ ગણાવતા કાર્તિક મિસ્ત્રી પણ જડીબુટ્ટીઓની જાળમાં આવીને કૉપી-પેસ્ટ કરી બેઠા!

લેખમાં ‘ગયા વર્ષે કરતાં…’ એમ ભૂલ વાળું વાક્ય છે જે પાછળથી ધ્યાનમાં આવ્યું. મારે લખવું હતું ‘ગયા વર્ષે વાંચ્યા તેના કરતાં..’ પણ ‘વાંચ્યા’ શબ્દ ડિલિટ થઈ ગયો અને ભૂલ રહી ગઈ. પછીથી સુધારી લેવાને બદલે ચોર્યશિરોમણીઓને શોધી કાઢવા કામ લાગશે સમજીને જાણી જોઈને રહેવા દીધી છે.

અત્યારે ૬૭ જેટલા બ્લોગ/વેબસાઈટ પર જીવન જીવવાની જડીબુટ્ટીઓ જોવા મળે છે જેમાં ૧૧ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ, ૩૮ બ્લોગર (બ્લોગસ્પોટ) બ્લોગ અને ૧૦-૧૨ (ભૂલચૂક લેવીદેવી) સેલ્ફ હોસ્ટેડ બ્લોગ/વેબસાઈટ છે. સંપુર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.

આ ઉપરાંત ઓર્કુટ જેવી સોસિયલ સાઈટ પર અને ફોર્વર્ડ મેઈલમાં ફોર્વર્ડ થતી જડીબુટ્ટીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે તેની કલ્પના પણ ન થઈ શકે.

 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે ગમશે.

-વિનય ખત્રી

એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે! સિંહનો મિજાજ જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલાં જોયાં. તેમાંથી  તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતાં ચૂસતાં મોટેથી બોલ્યો, “વાહ! સિંહનો શિકાર કરવાની વાત જ અલગ છે, હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય!” એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે એવો માથાભારે લાગે છે. જીવ બચાવો અને ભાગો અહીંથી.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
ત્યાં ઝાડ પર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું સિંહ સાથે સંબંધો સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં. સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત તે ઝાડ પરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ જોરથી ગર્જ્યો અને વાંદરાને કહ્યું, ‘ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણીએ…” એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને કૂતરા તરફ દોડ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ સિંહને આવતાં જોયો અને ફરી એક વાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો, ‘એક કલાક થઈ ગયો… ક્યાં મરી ગ્યો આ વાંદરો. ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લઈ આવવા માટે…”

આને કહેવાય ભયનું મેનેજમેન્ટ!

(ઈન્ટરનેટ પર ફરતી હિન્દી વાર્તાનો ભાવાનુવાદ. (આ વાર્તા આ ઉપરાંત બીજા પણ ઘણાં બ્લોગ પર છે, હિન્દી તેમજ રોમન લિપિમાં પણ ફરે છે.))

  • મેનેજમેન્ટ સ્ટોરી વિભાગની અન્ય વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આ ૩૦૦મી પોસ્ટ છે અને આજના દિવસે મારે તમારી સાથે ફનએનગ્યાન વિશે થોડી વાતો કરવી છે.

૧૭ માર્ચ ૦૭થી શરુ થયેલા આ બ્લોગનું ત્રીજી પોસ્ટ પછી બાળ મરણ લગભગ નક્કી હતું. પણ વાચકોના ઉમળકારભેર આવકાર અને બહોળા પ્રતિભાવના પ્રાણવાયુને કારણે આ પડાવ પર પહોંચી શકાયું.

ખાસ કરીને અદ્‌ભુત કળા, નેટસૅવિ, મેનેજમેન્ટ સ્ટોરી અને બત્રીસ કોઠે દીવા વિભાગની પોસ્ટ બધાને બહુ ગમી છે. ફનએનગ્યાન પરથી તફડાવેલું લખાણ ઘણા બ્લોગની શોભામાં અભિવૄદ્ધિ કરી ચૂક્યું છે. ફનએનગ્યાન પરનું કેટલુંય લખાણ ફોર્વર્ડ મેઈલ્સમાં ફોર્વર્ડ થતું થતું ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે તેની કલ્પના પણ કરવી અશક્ય છે.  જોકે આજે આપણે અહીં લખાણ તફડાવતા ચોર્યશિરોમણીઓની કે વાંદરાઓને નકલ કરતાં શિખવતા મદારીઓની વાત કરવાના નથી. આપણે વાત કરવાના છીએ ફનએનગ્યાનની ૩૦૦ પોસ્ટ વિશે…

સૌપ્રથમ આપણે જોઈએ કે ફનએનગ્યાન પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ? એટલે કે કયા લેખને સૌથી વધારે ક્લિક મળી?

  1. ફનએનગ્યાન ટૂલબાર (૪,૧૪૦ ક્લિક્સ)
  2. અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ! (૧,૨૫૪ ક્લિક્સ)
  3. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૧,૦૪૩ ક્લિક્સ)

અહીં પહેલા અને બીજા સ્થાને જે પોસ્ટ છે તે સ્વાભાવિક છે. ત્રીજા સ્થાને જોડણી વિશેનો મારો મૌલિક લેખ સુખદ આશ્ચર્ય છે!

પછી જોઈએ સૌથી વધુ કોમેન્ટ કઈ પોસ્ટને મળી છે?

  1. ફનએનગ્યાન ટૂલબાર (૮૨ કોમેન્ટ્સ)
  2. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૭૨ કોમેન્ટ્સ)
  3. ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે! (૪૩ કોમેન્ટ્સ)

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેને લખતી વખતે ધાર્યું હતું કે સારી એવી કોમેન્ટ્સ મળશે પણ આજ સુધીમાં એક પણ કોમેન્ટ ન મળી:

  1. ચાલો ફરવા, વાઘના મંદિરમાં
  2. કુદરતની અદ્‌ભુત કરામત
  3. નેત્રપટલ અને દૃષ્ટિભ્રમ

અને હવે જોઈએ બે એવી પોસ્ટ જેને ધાર્યા કરતાં બહુ જ ઓછી અને તે પણ મોડેથી કોમેન્ટ મળી:

  1. કાલિયાતો કહેતા થા કિ દો થે…
  2. કેટલા રૂપિયા જોઈએ બોલો…

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેની નકલ તમને ઘણા બ્લોગ્સ અને ફોર્વર્ડ મેઈલ્સમાં વાંચવા મળે છે…

  1. કેટલીક સાચી વ્યાખ્યાઓ
  2. જીવન જીવવાની જડીબુટ્ટી
  3. પ્રેમાળ પતિ- બત્રીસ કોઠે દીવા

મને ગમતી ત્રણ પોસ્ટ:

  1. પેન્સિલ વડે અદ્‌ભુત કળા!
  2. મારી હેલમેટ ઉતારો રાજ
  3. ચાલો જમવા, આકાશમાં…

શું શોધતા લોકો ફનએનગ્યાન.કોમ પર આવ્યા?

  1. funngyan (૫૭૮)
  2. જોક્સ (૫૦૮)
  3. જીવન જીવવાની (૪૦૬)

ફનએનગ્યાન પર લોકો ક્યાંથી આવ્યા?

  1. જીમેઈલ વાંચીને… ૩૩૭
  2. ગૂગલ રીડરમાંથી… ૩૨૯
  3. રણકાર.કોમ પરથી… ૨૨૪

સૌથી વધુ પ્રતિભાવ કોણે આપ્યા?

  1. નીલા કડકિયા (૮૫) *
  2. ભાવના શુક્લ (૮૪)
  3. કાર્તિક મિસ્ત્રી (૮૨) અને કુણાલ (૮૨)

* નોંધ અને અપડેટ: નીલા આન્ટીએ બે અલગ ઈમેઈલ વડે કોમેન્ટ્સ કરી હતી જેનો સરવાળો કરતાં તેઓ સૌથી ઉપર છે.

સૌથી વધુ ક્લિક્સ (એક દિવસમાં)

  • ૧,૯૫૦ (૨૫ જુન ૨૦૦૮)
 

પ્રિય મિત્રો,

પ્રોગ્રામર, એન્જિનિયર અને મેનેજર વિશેની રમૂજ ફનએનગ્યાનની ખાસિયત રહી છે. ફરમાઈશ કરતી જેટલી ઈમેઈલ્સ આવે છે તેમાં મુખ્યત્વે આ પ્રકારના જોક્સ વધુને વધુ આપવા માટેની ભલામણો આવતી હોય છે. ઘણા સમય પછી આજે ફરી એક વાર આ બ્લૉગના મિજાજ પ્રમાણેનો નેટ પર ફરતો ટૂચકો મૂકી રહ્યો છું. આશા છે ગમશે.

- વિનય ખત્રી

એક વખત એક માણસ પ્રાણીઓના ડૉક્ટર પાસે ગયો અને કહ્યું, “ડૉક્ટર સાહેબ, હું એક મહિનાની રજાઓ લઈને આવ્યો છું અને આ સમય દરમ્યાન મારી તબિયત સુધારવા માગુ છું.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “મને લાગે છે કે તારે સામેવાળા ડૉક્ટર પાસે જવું જોઈએ, પેલું પાટિયું દેખાય છે ને તે!”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ:  ”ના, ડૉક્ટર, હું તો તમારી પાસે જ સારવાર કરાવીશ.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “પણ ભલા માણસ, હું પશુઓનો ડૉકટર છું. આય એમ એન એનિમલ સ્પેશ્યલિસ્ટ. હું માણસોની સારવાર કરતો નથી!”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “મને ખબર છે, ડૉક્ટર સાહેબ, પણ હું તમારી પાસેથી જ મારો કાયાકલ્પ કરાવવાનો છું…”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “હું તારી સારવાર કરી શકું નહીં, તું મારી જેમ બોલે છે, ચાલે છે, મારી જેમ વિચારે છે, મારો કહેવાનો મતલબ, તું માણસ છે,  જનાવર નથી.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “હું જાણું છું કે હું માણસ છું, પણ તમે હજી સુધી મારી ફરિયાદ ક્યાં સાંભળી છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “બોલો, શું સમસ્યા છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “આખી રાત આવતીકાલે કરવાના કામનો વિચાર કરતો ઘુવડની જેમ ઊંઘું છું. સવાર પડતાંને ઘોડાની જેમ જાગી જાઉં છું. હરણની જેમ દોડતો કામે ચડું છું, ગધેડાની જેમ કામ કરૂં છું. ૧૧ મહિના સુધી મેં એક પણ રજા લીધા વગર ઘાંચીના બળદની જેમ કામ કર્યું છે. હું મારા બોસ આગળ વફાદાર કૂતરાની જેમ પૂંછડી પટપટાવું છું. સમય મળ્યે મારા છોકરાઓ સામે વાંદરાની જેમ ખેલ કરીને રમાડું છું. સસલાની જેમ ભોળો બનીને મારી પત્ની સમક્ષ પેશ આવું છું.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “શું તું એન્જિનિયર છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY

 

પ્રિય મિત્રો,

અદ્‌ભુત કળાના આ વિભાગમાં આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને છ છ પ્રોગ્રામિંગ લેગ્વેજીસ આવડે છે અને ઉંમર છે માત્ર નવ વર્ષ!

લિમ ડિંગ વેન નામના મૂળ મલેશિયાના હાલ સિગાપોરમાં રહેતા અને ૪થા ધોરણમાં ભણતા  ૯ વર્ષીય બાળકે એપલ કંપનીના બહુ ચર્ચીત આઈફોન માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડૂડલ કિડ્સ નામના આ સોફ્ટવેર વડે આઈફોન પર માત્ર આંગળી ફેરવીને ચિત્ર બનાવી શકાય છે! ચિત્ર ભૂંસવા માટે ફક્ત આઈફોનને ‘હલાવવા’ની જરૂર રહે છે.  આ સોફ્ટવેર ૪,૦૦૦થી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે એવો રોઈટર અને બીબીસીનો અહેવાલ છે.

“મેં આ પ્રોગ્રામ મારી નાની બહેનો માટે લખ્યો. તેમને ચિત્ર બનાવવા બહુ ગમે છે”, લિમ કહે છે. તેને એક ૩ વર્ષની અને બીજી પ વર્ષની બહેનો છે.

બે વર્ષની ઉંમરેથી કોમ્પ્યુટર વાપરતો થઈ ગયેલો આ ટેણિયો અત્યાર સુધી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂક્યો છે! તેના પપ્પા, લિમ થાઈ ચીન, ચીફ ટેક્નોલોજિ ઑફિસર છે અને આઈફોન એપ્લિકેશન્સ લખે છે.

વિશ્વના સૌથી યુવાન આઈફોન પ્રોગ્રામર તરીકે પંકાયેલા આ ટેણિયાને પ્રોગ્રામિંગના પુસ્તકો વાંચવાની મજા પડે છે અને હવે તે ‘ઈનવેડર વોર્સ‘ નામની સાયન્સ ફિક્શન ગેમ (આઈફોન માટે જ સ્તો!) લખી રહ્યો છે.

વધુ માહિતી માટે લિમ ડિંગ વેનની સાઈટ હાથ ક્લિક વગી જ છે: http://virtualgs.larwe.com/Virtual_GS/Lim_Ding_Wen.html

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME