પ્રિય મિત્રો,
ફનએનગ્યાન પર કયો થીમ શોભશે? આપના વિકલ્પો હતા…
અને, પરિણામ આપની સામે છે…

આપ સૌના મતને માન આપીને આજથી ફનએનગ્યાન પર પેનોરમા થીમ જોવા મળશે.
- વિનય ખત્રી
પ્રિય મિત્રો,
યશવંતભાઈ ઠક્કર તરફથી મળેલી કોમેન્ટ વાંચીને ‘અનિમેષ’ ‘બચાવ પક્ષના વકીલ’માંથી આરોપીના કઠેડામાં આવી ગયો છે! સ્નેહાબહેનના કાવ્ય પરથી પ્રતિકાવ્યની રચના કરનાર શૈલેષભાઈ શાહ ‘સપન’ પોતાના બ્લોગ પર અન્ય સ્વરચિત રચનાઓ સાથે રમેશ પારેખની જાણીતી રચના ‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો‘ પણ ઉમેરી દીધી છે. રચનાની નીચે રમેશ પારેખનું નામ નથી.
આ રચનાની અંતિમ કડી ’આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ’માં ‘આઢડો’ શબ્દનો અર્થ મને ખબર નહીં એટલે ભગવદ્ગોમંડલ ફંફોશ્યું, જવાબ મળ્યો, ‘શબ્દ મળ્યો નથી’. થોડી મથામણ પછી યાદ આવ્યું કે આ ‘આઢડો’ એવો કોઈ શબ્દ નથી પણ ‘આઠડો’ લખતાં ટાઈપ ભૂલ થઈ છે! પણ ત્યાં સુધીમાં તો ગૂગલ સર્ચનું પરિણામ આવી ગયું હતું કે ઈન્ટરનેટ પર ૨૦ જેટલી જગ્યાએ આ બાળગીત મૂકાયેલું છે અને તેમાં ‘આઢડો’ શબ્દ જ વપરાયો છે! ટહુકો (ડિસે-૦૬), રણકાર (માર્ચ-૦૭), સુલભ ગુર્જરી (જુલાઈ-૦૮), મીતિક્ષા (માર્ચ-૦૯) જેવા જાણીતા અને સમૄદ્ધ બ્લોગ પર પણ આઢડો જ છે! આ કૉપી-પેસ્ટની કરામત છે. નકલને અક્કલ નથી હોતી નથી તે ફરી એક વાર સાબિત થયું છે કે કૉપી-પેસ્ટ કરનાર લખાણ જોવાની દરકાર પણ કરતા નથી!!!
હા, જીગ્નેશભાઈ અધ્યારૂના બ્લોગ પર રચનામાં આ ભૂલ નથી.
બીજું તમારા લખાણની કોણે કોણે બેઠ્ઠી નકલ કરી છે તે જાણવા માટે પણ આ કરામત કારગત નીવડે તેમ છે, રચનાની અંદર એકાદ શબ્દમાં જાણી જોઈને ભૂલ કરવી અથવા બદલાવી નાખવો. (જીગ્નેશભાઈ આ ટેક્નિક વાપરે છે તેમના બ્લોગ પર) પછી આ ચાવીરૂપ શબ્દ વાળી કડી કે વાક્ય ગૂગલ અલર્ટ પર મૂકી દેવાનું. જે કોઈ આ લખાણની કૉપી કરી ઈન્ટરનેટ પર મૂકશે કે ગૂગલ તમને ઇમેઈલ વડે જાણ કરશે.
પ્રિય મિત્રો,
ગયા અઠવાડિયે આપણે દરરોજ એક એમ નવ અલગ અલગ થીમનો પરિચય કર્યો. આજે મારે એ જાણવું છે તમારા મત પ્રમાણે મારે કયો થીમ ફનએનગ્યાન.કોમ પર મૂકવો જોઇએ?
(પરિણામ જાહેર થઈ ગયું છે, અહીં ક્લિક કરો)
આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…
- વિનય ખત્રી
પ્રિય મિત્રો,
ગઈ કાલે આપણે ગુજબ્લોગ અને ગુજરાતી પોયટ્રી કોર્નર ગ્રુપમાં સ્નેહા પટેલ (અક્ષિતારક)ના કાવ્ય અને નકલ કરવાના આક્ષેપ વિશે વાંચ્યું. પહેલા તો મને સમજાયું નહીં કે આમા નકલ ક્યાં છે? પછી થયું કે કદાચ હોબાળો થયા પછી બ્લોગરે રચના હટાવી લીધી હશે. રાત્રે ફરી આ બંને રચનાઓ વાંચી ત્યારે સમજાયું કે આ તો કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીના આક્ષેપની વાત છે. કેટલાક લોકોએ સમજ્યા વગર તરફેણમાં કે વિરુદ્ધમાં કોમેન્ટ પણ કરી છે!
સ્નેહાબહેન સરસ કાવ્યો લખે છે તેમના કાવ્યો ઓર્કુટમાં ઘણા બધા પ્રોફાઈલ પર નામ સાથે/વગર દેખાય છે, અન્ય બ્લોગ પર ક્યારેક નજરે ચડે છે.
‘તારી બાધા લઈ લઉં’ કાવ્યની વાતમાં સ્નેહાબેન કદાચ પ્રતિકાવ્યને સમજ્યા વગર નકલનો આક્ષેપ કર્યો છે.
એક કાવ્ય પરથી બીજું કાવ્ય સ્ફૂરે તેને પ્રતિકાવ્ય કહેવાય છે, બ્લોગ જગતમાં નિર્મિશ ઠાકરના પ્રતિકાવ્યો જાણીતાં છે અને મેં તે લયસ્તરો/ફોરએસવી/વેબમહેફિલ વગેરે બ્લોગ પર વાંચ્યા પણ છે, લો તમે પણ માણો.
૧. ‘કલાપી’નું એ પંખીની ઉપર પથરો… નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો
૨. હરીન્દ્ર દવેનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: લાઘવ ક્યાંય નથી કવનમાં
૩. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ન. પ્ર. બુચનું પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી?
અપડેટ્સ…
૪. દુનિયા ફરી ગઇ (અમૃત ઘાયલ)ની પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર
૫. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર
૬. આદિલ મન્સૂરીની અમર કૃતિ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નું પ્રતિકાવ્ય નડીની રેલમાં ટરટું નગર – નિર્મિશ ઠાકર
૭. વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો (વિવેક ટેલર) પરથી પ્રતિકાવ્ય કાં સતત તરતો રહે ત્રીજો કિનારો? – ચેતન ફ્રેમવાલા.
પ્રિય મિત્રો,
ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે થીમ પરિચય અઠવાડિયાનો આઠમો અને અંતીમ થીમ છે – ઑફિસ ફોલ્ડર્સ.
સરસ મજાનો આ થીમ બનાવનાર છે થીમોકર્સી નામની સાઈટ.
વાદળી, ગ્રે અને સફેદ રંગોના સંયોજનથી બનતો આ થીમ બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો છે જેમાં ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. બ્લોગ પરના અલગ અલગ પાના પર જવા માટે પેજ મેનુ આપેલું છે જેમાં પાનાનો ક્રમ અને કયા પાના નથી દર્શાવવા તે નક્કી કરી શકાય છે. ટ્વિટર પર જવા માટેની લિન્ક, થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.
મિત્રો, આ સાથે થીમ પરિચય અઠવાડિયું (જે નવ દિવસ ચાલ્યું) પુરું થાય છે. ઈન્ટરનેટ મુકાયેલા અસંખ્ય થીમમાંથી ૯ થીમ સિલેક્ટ કરવાનું કામ અઘરું હતું. મફત, સફેદ, સરળ, સ્વચ્છ અને સુંદર હોય તેવા થીમ લીધા છે. આ બધા થીમ સેલ્ફ હોસ્ટેડ (પોતાના સર્વર પર મુકાયેલા) બ્લોગ માટેના છે. વર્ડપ્રેસ પર જેના બ્લોગ છે તેમના માટે ફરી ક્યારેક થીમ પરિચય અઠવાડિયાનું આયોજન કરીશું. દરેક વાચક/કોમેન્ટરનો આભાર!
| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
આપના પ્રતિભાવ