પ્રિય મિત્રો,

મધ્યપ્રદેશથી પુણે આવી ગયો પણ ત્યાં બોલાયેલી/સાંભળેલી શુદ્ધ હિન્દી ભાષાનો પ્રભાવ હજી ઉતર્યો નથી એટલે મથાળું હિન્દીમાં બંધાઈ ગયું.

નાદુરસ્ત તબિયત સાથે આડીઅવળી વાતોમાં પડ્યા વગર સીધો મુદ્દાની વાત પર આવું તો આજથી બરાબર દસ વર્ષ પહેલાં ‘બ્લોગ‘ શબ્દ ચલણમાં આવ્યો હતો. આમ તો ‘વેબ લોગ’ શબ્દ થોડો વહેલો, ડિસેમ્બર ૧૯૯૭માં, જ્હોન બાર્ગરે વાપર્યો હતો. તે પછી ૧૯૯૯ની શરૂઆતમાં પીટરે વેબ લોગ(web log)ને જરા અલગ રીતે લખવાનું શરૂ કર્યું, ‘વી બ્લોગ’ (we blog). અંતે ૨૩ ઑગસ્ટ ૧૯૯૯માં ‘પ્યારા લેબ્સે‘ વિધિવત ‘બ્લોગર.કોમ’ નામની સાઈટ શરૂ કરી. જેને ખુબ પ્રસિદ્ધિ મળી અને પછીથી ગૂગલે ખરીદી લીધી તે બ્લોગર.કોમ આજે ૧૦ વર્ષ પુરા કરે છે.

બ્લોગર.કોમ પર દરરોજ દર મિનિટે બે લાખ સિત્તેર હજાર શબ્દો લખાય છે, વિશ્વભરમાં ફેલાયેલા અબજો લોકો બ્લોગર પર બ્લોગ ધરાવે છે.

તમને ખબર છે બ્લોગર.કોમ અને ટ્વિટર.કોમમાં શું સામ્ય છે? બ્લોગર.કોમ રજુ કરનાર પ્યારા લેબ્સના સહસ્થાપક ઈવાન વિલિયમ એજ ટ્વિટરના સહસ્થાપક.

ગુજરાતીમાં બ્લોગની શરૂઆત ક્યાંથી થઈ/કોણે કરી તે વિશે ફરી ક્યારેક.

  12 Responses to “આજ સે ઠીક દસ સાલ પહલે…”

  1. મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ ગુજરાતી બ્લોગ એસ.વી.નો પ્રભાતનાં પુષ્પો હતો..

  2. Vinaybahi blog vishe saras mahiti!

    Thanks.

  3. Nice info,

    WordPress is more advanced than it; but most Google Users prefer Blogger/Blogspot over WordPress (even though one should not put all the eggs in single basket!)

    BTW, I guess Pyra is read ‘પાયરા’!

  4. And also, GET WELL SOON!

  5. THanks 4 ^ information

  6. ખુબ જ સરસ માહિતી આપી તમે..મારા ખ્યાલ મુજબ પ્રથમ ગુજરાતી બ્લોગ ‘ફોર એસ વ વી-પ્રભાત ના પુષ્પો’ જ હશે અને તેની શરૂઆત ૨૦૦૫માં થઈ!

  7. khub shrsh mahiti api ape vinaybhi.

  8. ખુબ જ સરસ માહીતી માટે ધન્યવાદ..

  9. ખરેખર સુન્દર માહિતિ આપિ છે,,,ધન્ય્વાદ…

    ચન્દ્રા

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME