વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ: iNove
પ્રિય મિત્રો,
ગયા પખવાડિયે આપણે અલગ અલગ થીમનો પરિચય કર્યો અને તાજેતરમાં આપણે આપણો મત આપીને ફનએનગ્યાન.કોમ માટેનો થીમ પસંદ કર્યો. ત્યાં જ ગઈ કાલે સમાચાર આવ્યા કે વર્ડપ્રેસ (પર હોસ્ટ થયેલા) બ્લોગ માટે એક નવો થીમ વર્ડપ્રેસ તરફથી ઉમેરાઈ રહ્યો છે: iNove.
એમજી ૧૨નો આ થીમ બહુ બધા સેલ્ફ હોસ્ટેડ બ્લોગ (ગુજરાતીમાં નિપ્રા બ્લોગ એગ્રીગેટર અને રણકાર બ્લૉગ) વાપરે છે. લોકલાગણીને માન આપીને હવે આ થીમ જેમના બ્લોગ વર્ડપ્રેસ પર હોસ્ટ થયેલા છે તેમના માટે પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં હવે આ થીમ સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બંને ટાઈપના બ્લોગ માટે ઉપલબ્ધ છે.

આ થીમમાં હેડરની નીચે ‘વિભાગો’ અથવા ‘પાનાંઓ’ મૂકવાનો વિકલ્પ છે. આ થીમમાં નોટિસ, બેનર, વિજેટ વગેરેની ખાસ વ્યવસ્થા છે. દરેક પોસ્ટ પર લેખકનું નામ, લેખનો વિભાગ અને લેખના ટેગ્સ મૂકવા કે નહીં તે નક્કી કરી શકાય છે. થીમ સેટિંગ માટેનું એક અલગ પાનું ફાળવવામાં આવ્યું છે.
વધુ શું કહું જાતે જોઈ લો!

I liked this theme n instantly changed as current theme for my blog.
thanks for the information.
વીનયભાઈ
‘પેનોરમા’ થીમ ગમ્યો.
આ નવા થીમ કરતા પણ મારા મુજબ ‘પેનોરમા’ સારો છે.
નીશીત જોશી
ફનએનગ્યાન પર તો પેનોરમા થીમ જ રહેશે, એક વર્ષ માટે.
iNoveનો પરિચય કરાવવો એટલે જરૂરી હતો કે અત્યાર સુધી સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટેનો આ થીમ હવે ગઈકાલથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે પણ ઉપલબ્ધ થયો છે.
માફ કરજો વિનયભાઈ! પણ ઇ-મેલ ચેક કરતી વખતે યાદ આવ્યું છે તો પુછી લઉં છું. એક વેબસાઈટ http://www.ameamericanamdavadi.com છે જે ઓપન કરતા આ એટેક વેબસાઈટ છે એવી વોર્નિંગ આવે છે. તો એ વિષે કૈક સમજાવશો.આપને વડીલ અને જાણકાર તરીકે પૂછ્યું છે. બેઅદબી થઇ હોય તો માફ કરજો. બની શકે તો એ વેબસાઈટના પ્રોપરાઈટરને પણ જાણ કરશો.
વેબસાઈટના પ્રોપરાઈટરને જાણ કરી દીધી છે.
આભાર વિનય ભાઈ,
મેં પણ આ થીમ એક્ટીવ કરાવી દીધી છે મારા બ્લોગ માટે અને કોઈ સુધારા કરવાના હોય તો જણાવજો…
મારો બ્લોગ જોઈ ને તમારા યોગ્ય સુચન આપવા વિનંતી..