પ્રિય મિત્રો,

યશવંતભાઈ ઠક્કર તરફથી મળેલી કોમેન્ટ વાંચીને ‘અનિમેષ’ ‘બચાવ પક્ષના વકીલ’માંથી આરોપીના કઠેડામાં આવી ગયો છે! સ્નેહાબહેનના કાવ્ય પરથી પ્રતિકાવ્યની રચના કરનાર શૈલેષભાઈ શાહ ‘સપન’ પોતાના બ્લોગ પર અન્ય સ્વરચિત રચનાઓ સાથે રમેશ પારેખની જાણીતી રચના ‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો‘ પણ ઉમેરી દીધી છે. રચનાની નીચે રમેશ પારેખનું નામ નથી.

આ રચનાની અંતિમ કડી  ’આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ’માં ‘આઢડો’ શબ્દનો અર્થ મને ખબર નહીં એટલે ભગવદ્‌ગોમંડલ ફંફોશ્યું, જવાબ મળ્યો, ‘શબ્દ મળ્યો નથી’. થોડી મથામણ પછી યાદ આવ્યું કે આ ‘આઢડો’ એવો કોઈ શબ્દ નથી પણ ‘આઠડો’ લખતાં ટાઈપ ભૂલ થઈ છે! પણ ત્યાં સુધીમાં તો ગૂગલ સર્ચનું પરિણામ આવી ગયું હતું કે ઈન્ટરનેટ પર ૨૦ જેટલી જગ્યાએ આ બાળગીત મૂકાયેલું છે અને તેમાં ‘આઢડો’ શબ્દ જ વપરાયો છે! ટહુકો (ડિસે-૦૬), રણકાર (માર્ચ-૦૭), સુલભ ગુર્જરી (જુલાઈ-૦૮), મીતિક્ષા (માર્ચ-૦૯) જેવા જાણીતા અને સમૄદ્ધ બ્લોગ પર પણ આઢડો જ છે! આ કૉપી-પેસ્ટની કરામત છે.  નકલને અક્કલ નથી હોતી નથી તે ફરી એક વાર સાબિત થયું છે કે કૉપી-પેસ્ટ કરનાર લખાણ જોવાની દરકાર પણ કરતા નથી!!!

હા, જીગ્નેશભાઈ અધ્યારૂના બ્લોગ પર રચનામાં આ ભૂલ નથી.

બીજું તમારા લખાણની કોણે કોણે બેઠ્ઠી નકલ કરી છે તે જાણવા માટે પણ આ કરામત કારગત નીવડે તેમ છે, રચનાની અંદર એકાદ શબ્દમાં જાણી જોઈને ભૂલ કરવી અથવા બદલાવી નાખવો. (જીગ્નેશભાઈ આ ટેક્નિક વાપરે છે તેમના બ્લોગ પર) પછી આ ચાવીરૂપ શબ્દ વાળી કડી કે વાક્ય ગૂગલ અલર્ટ પર મૂકી દેવાનું. જે કોઈ આ લખાણની કૉપી કરી ઈન્ટરનેટ પર મૂકશે કે ગૂગલ તમને ઇમેઈલ વડે જાણ કરશે.

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME