પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો બીજો થીમ છે – Atahualpa

ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે Atahualpa 3.4.2 છે. બાઈટ્સ ફોર ઑલ નામની વેબસાઈટે આ થીમ બનાવ્યો છે.

આ એક એવો યુનિક થીમ છે જેને તમારી કલ્પના પ્રમાણે ઢાળી શકો છો. એક, બે, ત્રણ કે ચાર કૉલમનો થીમ સેટ કરી શકાય છે. ડાબે અને જમણે બંને બાજુએ વિજેટ મૂકી શકાય અને વચ્ચે લેખ. આ થીમની અંદર ઘણા વિકલ્પો છે. થીમ સેટ કરવા માટે ખાસ કંટોલ પેનલ છે. દરેક સેટિંગ માટે તેમાં વિજ્યુલ્સ છે, તેથી સેટિંગ બદલવા સરળ છે અને સેટિંગ બદલ્યા પછી શું ફરક પડશે તે તરત સમજાય છે. દરેક પોસ્ટને સબટાઈટલ અને મેટાટેક્સ્ટ કીવર્ડ્સ આપી શકાય છે. આ થીમ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) અને સ્ટિકી પોસ્ટ (નવી પોસ્ટ મુકાતી જાય તો પણ સ્ટિકી પોસ્ટ હંમેશા ઉપર જ રહે) સહિત છે.

શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦

સ્ક્રિનની સાઈઝ પ્રમાણે બ્લોગની પહોળાઈ બદલાવી જોઇએ કે નહીં તે પણ અહીં સેટ કરી શકાય છે.

જાણીતો બ્લોગ ટહુકો આ જ થીમ જોઈતા ફેરફારો સાથે ઉપયોગ કરે છે.

 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો પહેલો થીમ છે – શૅડ્ઝ ઑફ બ્લ્યુ

ફનએનગ્યાન પર જે થીમ આજે જોઇ રહ્યા છો તે શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦ છે. સ્ટુડિયો પ્રેસ નામની વેબસાઈટે આ થીમ બનાવ્યો છે. (એટલે જ ફનએનગ્યાનના ઓમના આઈકોનની જગ્યાએ “S” દેખાતું હશે તેનું કારણ પણ એ જ. “એસ” = સ્ટુડિયો પ્રેસ.

આ બે કૉલમનો થીમ છે. ડાબી કૉલમમાં લેખ અને જમણી કૉલમમાં વિજેટ્સ દેખાય છે. નામ પ્રમાણે વાદળી રંગે રંગાયેલો છે. આ થીમના રંગ બદલી શકાય છે. વાચક પોતે પણ પોતાને ગમતા રંગ પસંદ કરી શકે એવું વર્જન પણ મળે છે. આ થીમમાં નીચે (ફુટરમાં) પણ વિજેટ મૂકી શકાય છે. આ થીમનું નેવિગેશન ડ્રોપ ડાઉન મેનુ સાથેનું છે. આ થીમ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) અને સ્ટિકી પોસ્ટ (નવી પોસ્ટ મુકાતી જાય તો પણ સ્ટિકી પોસ્ટ હંમેશા ઉપર જ રહે) સહિત છે. થીમની એક વધુ વિશેષતા એ છે કે આ થીમમાં લખાણની બે લિટી વચ્ચે થોડી વધારે જગ્યા મૂકવામાં આવી છે.

શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦

આ થીમમાં બ્લોગની પહોળાઈ બદલાતી નથી (ફિક્સ વિડ્થ) તેથી જે લોકોના મોનિટરનું રિજોલ્યુશન ૧૦૨૪ x ૭૬૮ હશે તેમને બરાબર દેખાશે. તેથી વધારે હશે તેમને બંને બાજુ વાદળી પટ્ટા દેખાશે અને ઓછું હશે તેમણે ડાબે-જમણે સ્ક્રોલ કરતા રહેવું પડશે.

જાણીતો બ્લોગ/વેબસાઈટ રીડગુજરાતી આ જ થીમ જોઈતા ફેરફારો કરીને વાપરે છે.

 

આપણે નાની-મોટી વાતોની ફિકર કરીને દુઃખી થતા હોઈએ છીએ, જ્યારે આ બિલાડીને જુઓ:

ફિકરની ફાકી કરે તે ફકીર

‘ફિકરની ફાકી કરે તે ફકીર’ને ખરા અર્થમાં સાર્થક કરતી હોય તેમ તે કૂતરા પર આરામ ફરમાવી રહી છે.

(સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)

 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન માટે આજે મેં કેટલાક થીમ શોધીને અલગ તારવ્યા છે તેમાંથી કયો થીમ પસંદ કરવો તે નક્કી કરવું અઘરું છે, કેમ કે બધા મને ગમે છે!

આવતીકાલથી થીમ પરિચય વીકનો પ્રયોગ કરું છું. એક અઠવાડિયા સુધી દરરોજ તમને અહીં નવો થીમ જોવા મળશે, સાથે તે થીમનો પરિચય પણ.

ફનએનગ્યાન પર છેલ્લા કેટલાક સમયથી જે થીમ તમે જોઈ રહ્યા છો તે છે: ધ જર્નાલિસ્ટ. (વર્ડપ્રેસ પર તમારો બ્લોગ હોય તો તે માટે પણ છે.) કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પર જોયો ત્યારે પહેલી નજરે ગમી ગયેલો આ થીમ. સફેદ રંગનો થીમ હોવાથી લખાણ ઉપસી આવે છે. બદલવાનું કારણ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) મૂકી શકાતી નથી.

આવતી કાલે સવાર ૭:૦૦ વાગ્યે (IST) નવો થીમ જોવા મળશે.

આપના અભિપ્રાયની અપેક્ષા સહ…

- વિનય ખત્રી

 

પ્રિય મિત્રો,

હું આ બ્લોગને મઠારવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે આ શક્તિશાળી સરદારજીના કરતબનો યુટ્યુબ વિડિયો માણો:

ગરમ પાણીથી શેક કરવાની કોથળીને ફુગ્ગાની જેમ ફૂલાવીને ફોડી નાખતા સરદારજીનું નામ છે મનજીત સિંહ અને તેઓ ૧૯૭૭થી બ્રિટનમાં રહે છે. તેમણે કાનથી મારૂતિવૅન અને દાંતથી ડબલડેકર બસ ખેંચવાના કરતબ દેખાડીને ૩૧ જેટલા વિશ્વ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યા છે, એવું વિકિપિડિયાનો આ લેખ કહે છે.

આ વિડિયો મોકલવા માટે મૂળ નવસારીના અને હાલ બોલ્ટન (બ્રિટન) રહેતા અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME