
રજની અગ્રાવતની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર

રજની અગ્રાવતની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર
પ્રિય મિત્રો,
બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.
આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…
બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
- ૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ”
હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા Continue reading »
પ્રિય મિત્રો,
આજે રવિવારની રજાના મૂડમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું. કાર્તિક મિસ્ત્રીએ કૉપી-પેસ્ટ વિશે પોસ્ટ કરી એટલે મારા મનમાં એક સવાલ જાગ્યો છે જેના પરથી આજની આ પોસ્ટ કરવાનો વિચાર આવ્યો.
પ્રશ્ન – ગયા અઠવાડિયાના ચર્ચાસ્પદ કૉપી-પેસ્ટ બ્લોગરે સંદેશ તેમજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પરથી લખાણ કૉપી-પેસ્ટ કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કર્યો છે પણ ગુજરાત સમાચારની સાઈટ પરથી કેમ કોઇ લખાણ કૉપી-પેસ્ટ નથી કર્યું?
જવાબમાં કેટલાક વિકલ્પ મને સુજ્યા છે તે લખ્યા છે તેમાંથી કોઈ એક વિકલ્પ આપનો જવાબ હોય તો તે લખો અથવા તે ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ આપને સુજતો હોય તો તે લખો. પ્રશ્ન ફરી એક વાર – ગુજરાત સમાચારની સાઈટ પરથી કૉપી-પેસ્ટ કેમ નહીં?
A. ગુજરાત સમાચારની સાઈટ પર કૉપી-પેસ્ટ કરવા જેવા લેખ હોતા નથી.
B. ગુજરાત સમાચારની સાઈટ પરનું લખાણ કૉપી કરી શકાતું નથી.
C. ગુજરાત સમાચારની સાઈટ યુનિકોડમાં નથી અથવા યુનિકોડ સાઈટ ક્લિક વગી નથી.
D. ગુજરાત સમાચારની સાઈટનું નેવિગેશન બરાબર નથી. (લેખ સુધી પહોંચીએ ત્યારે કૉપી કરીએ ને?)
E. ગુજરાત સમાચાર કૉપીરાઈટ બાબત સભાન છે અને કડક હાથે કામ લે છે.
એક કરતાં વધુ વિકલ્પ યોગ્ય લાગતા હોય તો તે પણ જણાવી શકો છો…
મારો જવાબ પણ કાર્તિકની જેમ A+C+D છે. ગુ.સ.ની મુખ્ય સાઈટ યુનિકોડમાં નથી, બીજી એક સાઈટ છે જે યુનિકોડમાં છે પણ ઘણાંને તેની ખબર નથી.
પ્રિય મિત્રો,
આજે મને ફોર્વર્ડ ઈમેઈલમાં એક પ્રેરણાદાયક વાર્તા મળી – ‘મનની ખીંટી’. આમ તો આ એક લોકકથા જેવી વાર્તા છે જેનું મૂળ શોધવું અધરું છે પણ ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરવાની આદત/ફાવટ/શોખ/વ્યવસાયને લીધે એક પ્રયત્ન કરી જોયો અને નીચે પ્રમાણેના પરિણામો હાથ લાગ્યા:
૧. ઈન્ટરનેટ પર ફરતી મૂળ અંગ્રેજી કથા આ બ્લોગ પર વાંચી શકાય છે. (બ્લોગરને મૂળ લેખકની જાણ નથી.)
૨. આ અને આવી બીજી પણ પ્રરણાદાયક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ શ્રી શાંતિલાલ ડગલીએ કરી તેને પુસ્તિકા સ્વરૂપ આપ્યું. પુસ્તકનું નામ – ‘આપણા હાથની વાત’, પ્રકાશક – આર.આર. શેઠ, કિંમત રૂ.૧૦/-, ૧૦૦ નકલ એક સાથે લેનારને રૂ.૫/-.
૩. ‘આપણા હાથની વાત‘ પુસ્તક પરિચય કરાવ્યો મૃગેશભાઈએ. (March 3, 2008)
એક વખત આ વાર્તા યુનિકોડમાં આવી ગઈ એટલે ઈમેઈલ ફોર્વર્ડર્સને મોકળું મેદાન મળી ગયું. (ઈમેઈલ કરનાર મૂળ લેખકનું નામ/સ્ત્રોત જાણી જોઈને મૂકતો નથી તેથી ફોર્વર્ડ કરનારને તેની ખબર પડતી નથી)
ફોર્વર્ડ મેઈલ વાંચીને સુરેશ જાનીએ (July 7, 2008), કાર્તિક મિસ્ત્રીએ (July 17, 2008) અને વિજય શાહે (April 8, 2009) તેમના બ્લોગ પર મૂકી.
અને હા, ‘ખરી પડે છે પીંછું’માં રીના મહેતાએ ‘ખીંટી માણસને ગમે છે‘ લેખમાં (March 5, 09) આ વાર્તાનો ઉલ્લેખ અનુવાદકના નામ સાથે કર્યો છે.
ટૂંકમાં આ લેખની ક્રેડીટ જાય છે તેના મૂળ લેખકને, ગુજરાતી અનુવાદક શ્રી શાંતિલાલ ડગલીને, યુનિકોડમાં ટાઈપ કરીને રીડ ગુજરાતી પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈ શાહને.
પ્રિય મિત્રો,
સહર્ષ જણાવવાનું કે ફનએનગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા આજે ૧૦૦૦ થઈ છે. વર્ષો પહેલા જ્યારે મારો પગાર ૪ આંડડામાં થયો હતો ત્યારે જેટલી ખુશી થઈ હતી તેટલી ખુશી આજે થઈ છે.
બીજું ગુજબ્લોગના સભ્યોની સંખ્યા ૩૪૦ના આંકને પાર કરી ગઇ છે.
વાચક મિત્રો, આપના સહકાર વગર આ શક્ય નહોતું.
ખૂબ ખૂબ આભાર.
-વિનય ખત્રી