Mar 092009
 

પ્રિય મિત્રો,

આજે વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના વિચારો:

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

મને એક મિત્રએ કહ્યું કે “તમે ફલાણા મેગેઝિનનો દિવાળી અંક જોયો? તેમાં તમારા પુસ્તક “સુધન”માંથી એક ટુચકાની ઊઠાંતરી કરીને છાપી છે.” આપણે કહ્યું કે “તે તો સારી વાત કહેવાય. આપણું લખાણ એટલું સારું કે બીજીવાર છપાયું.” પેલા મિત્ર કહે કે “ઊઠાંતરીની વાત કરું છું. તમારું લખાણ બીજાના નામે છપાયું છે.” ત્યારે મારે કહેવું પડ્યું કે “કોઈક બીજાએ પોતાના નામે મારું લખાણ ચોરીને છપાવ્યું છે એમને!” તે કહે કે “હા, તેમ જ થયું છે.” જીવનમાં, મને પહેલીવાર લેખક હોવાનું ગૌરવ થયું.

મારા લેખ ચોરાય છે અથવા તો એમ કહો કે મારા લેખ ચોરવાને લાયક છે. અથવાતો એમ કહી શકાય કે આટલા બધાં લેખો લખાય છે તેમાં આપણાં લેખે કોઈક વાચકનું ધ્યાન ખેંચ્યું અને એને ચોરી કરવા મજબુર કરી દીધો. આજે મારા લેખક હોવાપણાનો મને સંતોષ થયો. આમ જુઓ તો આ નાની સુની વાત નહોતી. મારા માટે સાહિત્ય પરિષદના ઍવોર્ડ કરતાં મોટું સન્માન હતું. કોઈકે મારા લખાણને ચોરવા યોગ્ય તો માન્યું! મુંબઈમાં ગજવું કપાય ત્યારે જેટલો આનંદ થાય એટલો આનંદ થયો. મુંબઈમાં શેઠિયાઓના ગજવાં કપાય કાંઈ ભિખારીઓના ગજવાં થોડી કપાય છે? એટલે જેનાં ગજવા કપાય તેનમે એટલી તો ખાતરી થઈ કે આપણે ભિખારી તો નથી જ. તમારો લેખ કોઈક ચોરવા યોગ્ય માને તેનાથી મોટું ગૌરવ કયું? કાંઈક દરેકના લેખ ચોરાતા નથી. અરે! અમુકના લેખ તો વંચાતા સુધ્ધાં નથી. તો પછી ગમવાની વાત જ ક્યાં? અને જ્યારે કોઈ વસ્તુ અનહદ ગમે તો જ તે વસ્તુ પચાવી પાડવાની તીવ્ર ઈચ્છા થાય ને. એટલે મને એટલો તો આનંદ થયો કે આપણાં લેખની કોઈક ઊપર અદ્ભુત અસર થઈ કે એની દાનત બગડી. અથવા તો એમ કહો કે અમને હ્રદયમાં એટલી વધી આત્મીયતા પ્રગટીકે સંમતિ લેવા રોકાયા પણ નહીં. Continue reading »

Mar 082009
 

પ્રિય મિત્રો,

વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ.

બીજું આજે ‘અનિમેષ’નો જન્મદિવસ છે! ૮મી માર્ચે ‘અનિમેષ’ નામ સાથે ગુજરાતી બ્લોગ જગતમાં જંપલાવ્યું હતું અને ૧૭માર્ચના પોતાનો બ્લોગ તરતો મુક્યો હતો.

બ્લોગ જગતમાં બધાની સાથે સપર્કમાં રહેવા માટે “ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ“ની આજે રચના કરવામાં આવે છે. બધાજ બ્લોગર મિત્રો અને બ્લોગ વાંચતા મિત્રોને જોડાવાનું જાહેર આમંત્રણ છે.

આ ગ્રુપનો હેતુ સ્પામમાં વધારો કર્યા વગર બધાની સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ છે અને આપ સૌના સહકારથી તે શક્ય બનશે તેવી આશા છે. અહીં આપના બધા મિત્રોને પણ આ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી શકો છે. આપના બ્લોગ પર મૂકેલી નવી પોસ્ટ વિશે પણ બધાને જાણ કરી શકાય છે. બ્લોગ જગતમાં થતી નવાજુનીનો આંખેદેખ્યો અહેવાલ મળી શકે તે માટે આ ગોઠવણ કરવામાં આવી છે. આજકાલ ઊઠાંતરીના બનાવો બહુ વધી ગયા છે તે વિશે તેમજ “બ્લોગ જગતની આચાર સંહિતા” બનાવવા માટે તેમજ તેના પ્રચાર માટે આ ગ્રુપની રચના કરવામાં આવી છે. આ ગ્રુપમાં જોડાવાથી ફક્ત એક ઇમેઈલ gujblog@googlegroups.com પર મોકલવાથી ગ્રુપમાં બધાને તેની જાણ થઈ જશે તેવી સગવડ છે. Continue reading »

Mar 072009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading »

Mar 062009
 

પ્રિય મિત્રો,

આજે પ્લેજરીઝમના ઉપાયો વિશે લખવાનું હતું પણ કેટલાક કારણોથી આવતી કાલ પર મુલ્તવી રાખ્યું છે.

બીજું વચ્ચેનો કેટલોક સમય હું બ્લોગ જગતથી દૂર રહ્યો. તે સમય દરમ્યાન ફક્ત ઈમેઈલ ચેક કરતો હતો પણ નેટ સર્ફીંગ અને બ્લોગીંગ નહોતો કરી શક્યો. તે સમય દરમ્યાન બનેલા કેટલાક બનાવો મને લાગે છે કે આપની સાથે શેર કરવા જોઇએ.

૧. રણકાર વાળા નીરજ શાહના લગ્ન થયા, નવદંપતીને અભિનંદન!

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર પર ટ્રોઝનનો હુમલો થયો જેની જાણ થતાં જ સુધારી લેવામાં આવ્યું. રણકાર.કોમ સાઈટના RSS ફીડમાંથી હતું જે રણકાર.કોમની ફીડ હટાવી લેવાથી સુધારી શકાયું અને હવે નીરજભાઈ શાહ આવીને રણકારને ફરી રણકતો કરી દીધો છે.

૩. દિવ્ય ભાસ્કરની કળસ પૂર્તિમાં સાયબર સફર કોલમના લેખક હિમાંશુ કિકાણીએ સરસ મજાની સાઈટ લોંચ કરી: સાયબરસફર.કોમ

૪. ભગવદ્ગોમંડળ ઓનલાઈન પછી હવે ગુજરાતી લેક્ષિકોન દ્વારા ભગવદ્ગોમંડલ.કોમની ભેટ.

૫. મારા ગુગલ રીડરમાં શેર કરેલા ગુજરતી બ્લોગ જગતની ફીડ કોઈ કારણ સર ચાલતી બંધ થઈ ગઈ છે, કંઈક કરવું પડશે.

૬. રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ ફરી શરુ થશે એવું સાંભળ્યું!

૭. દિવ્ય ભાસ્કરનો દિવ્ય પ્રુફ રીડર વિભાગ અને દિવ્ય વેબટીમ વોહી રફતાર બેઢંગી… ચલાવ્યે રાખે છે. કોઈ સુધારો દેખાતો નથી. થોડીઘણી આશા હતી સુધારાની, હવે તે પણ છોડી દીધી છે.

આ સિવાય કંઈ નવાજુની હોય તો જરૂરથી જણાવજો…

Mar 052009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ વિશેનો લેખ લખ્યો અને અપડેટ કર્યો તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ બીજો લેખ લખવા બેઠો છું.

પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે…

પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે ગઈકાલે ટહુકો વિશે ગુગલ સર્ચ કરતાં જણાયું કે જયશ્રી ભક્તનો ટહુકો.કોમની જેમ બીજી બે વેબસાઈટ છે ટહુકો.યુએસ અને ટહુકો.નેટ. આ બંને વેબસાઈટ શ્રીમાન રાજ મેકવાનના નામે છે. તેમણે પોતાનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ (અથવા રજનીમેકવાન.કોમ અથવા રાજમેકવાન.કોમ) કેવી રીતે બીજા સમૃદ્ધ બ્લોગ પર રચનાઓની ઊઠાંતરી કરીને સજાવ્યો છે તે સમજવા માટે નીચેનો સ્ક્રિન શોટ જુઓ. તમણે મારો વસંત પંચમીનો લેખ તફડાવી લીધો હતો જે પછીથી (મારી કોમેન્ટ મૂક્યા પછી) હટાવી લીધો છે. Continue reading »

Powered By Indic IME