જાપાનીઓને ખાવા માટે હંમેશા તાજી માછલીઓ જોઇએ. જાપાનના નજીકના પાણીમાં તે મળવી મુશ્કેલ. તેથી માછીમારો મોટી નાવ લઈને દૂર સુધી જવા લાગ્યા. આમ કરવાથી વધારે સમય લાગતો અને માછલીઓ જોઈએ તેવી તાજી નહોતી રહેતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માછીમારોએ નાવમાં ફ્રીજ (રેફરીજરેટર)ની સગવડ કરી પણ તાજી માછલી અને થીજાવેલી માછલીના સ્વાદનો ફરક જાપાનીઓથી છાનો ન રહ્યો અને તેમણે ફરિયાદ કરી. માછીમારોએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો. હવે તેઓ નાવની અંદર એક પાણીની ટાંકી બેસાડી. માછીમારો માછલી પકડીને પાણીની ટાંકીમાં નાખી દેતા. સ્વાદ શોખીન જાપાનીઓને આવી રીતે બંધિયાર પાણીમાં દિવસો સુધી પડી રહેલી માછલીના સ્વાદમાં અને તરવરતી તાજી માછલીના સ્વાદમાં બહુ ફરક દેખાયો.
માછીમારો મુંજાયા, હવે કરવું શું? તાજી માછલીઓ મળતી નથી અને મળે છે તે શહેરમાં પહોંચતા સુધી તાજી રહેતી નથી. આખરે માછીમારો પણ જાપાની ખરાને? તેમણે ઉપાય શોધી કાઢ્યો.
માછલીઓ લાવવા માટે તેઓ પાણીની ટાંકી વાપરતા હતા તેમાં એક નાનકડી શાર્ક માછલી પણ મૂકતા. શાર્ક માછલી નાની માછલીઓને ખાઈ જતી પણ બાકીની બધી માછલીઓ તરવરતી રાખતી. આમ શાર્ક માછલી મૂકવાને કારણે બાકીની માછલીઓને સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં તરવરતી રહેતી અને જાપાનીઓને તાજી અને જીવંત સ્વાદ વાળી માછલીઓ મળવા લાગી.
મોરલ ઓફ ધ સ્ટોરી: માણસ પણ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ, ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો.
ઈન્ટરનેટ પર ફરતી અંગ્રેજી વાર્તાનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.
આ વાર્તા આપને કેવી લાગી? આ પહેલાની મેનેજમેન્ટ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
સરસ વાર્તા … ૧૨મા ધોરણમાં અંગ્રેજી અને ગુજરાતી વિષય ભણાવતા જયેન્દ્રસરે કદાચ અંગ્રેજી વાર્તા કહી સંભળાવેલી…
ખૂબ પ્રેરણાદાયી વાત…
યસ્સ્સ…
આ કઈક ફન અને ગ્યાન જેવુ થયુ ઘણા વખતે…
રિઅલી લાઈક્ડ!!!!
its really very nice story.
સરસ ,ગ્યાન પીરસવાનુ સારુ કામ કરો છો..હવે આ વિભાગ આખો વાચવો જ પડશે.
સુંદર સંકલન,
મેનેજમેન્ટને લગતી એક વાત મેં મારા “પંચતંત્ર” નામના બ્લોગમાં મુકી છે.
મારે જે જોઇતુ હતુ તે જ મળી ગયું.આ પ્રકારના બ્લોગની માહિતિ પ્લીજ મારા મેલ પર લીંક મોક્લો.
આપના સહકારની અપેક્ષા સહ.
આ વાર્તા જીવનમાં એક મર્મ શીખવાડી જાય છે ખરેખર જાપાનીઝ પોતાની અથાગ મહેનત અને બુદ્દીનુ ફળ પામે છેં.THANK
Nice , big shark eat to small fishes very nice bloag