પ્રિય મિત્રો,
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ.
બીજું આજે ‘અનિમેષ’નો જન્મદિવસ છે! ૮મી માર્ચે ‘અનિમેષ’ નામ સાથે ગુજરાતી બ્લોગ જગતમાં જંપલાવ્યું હતું અને ૧૭માર્ચના પોતાનો બ્લોગ તરતો મુક્યો હતો.
બ્લોગ જગતમાં બધાની સાથે સપર્કમાં રહેવા માટે “ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ“ની આજે રચના કરવામાં આવે છે. બધાજ બ્લોગર મિત્રો અને બ્લોગ વાંચતા મિત્રોને જોડાવાનું જાહેર આમંત્રણ છે.
આ ગ્રુપનો હેતુ સ્પામમાં વધારો કર્યા વગર બધાની સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ છે અને આપ સૌના સહકારથી તે શક્ય બનશે તેવી આશા છે. અહીં આપના બધા મિત્રોને પણ આ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી શકો છે. આપના બ્લોગ પર મૂકેલી નવી પોસ્ટ વિશે પણ બધાને જાણ કરી શકાય છે. બ્લોગ જગતમાં થતી નવાજુનીનો આંખેદેખ્યો અહેવાલ મળી શકે તે માટે આ ગોઠવણ કરવામાં આવી છે. આજકાલ ઊઠાંતરીના બનાવો બહુ વધી ગયા છે તે વિશે તેમજ “બ્લોગ જગતની આચાર સંહિતા” બનાવવા માટે તેમજ તેના પ્રચાર માટે આ ગ્રુપની રચના કરવામાં આવી છે. આ ગ્રુપમાં જોડાવાથી ફક્ત એક ઇમેઈલ gujblog@googlegroups.com પર મોકલવાથી ગ્રુપમાં બધાને તેની જાણ થઈ જશે તેવી સગવડ છે.
આ ગ્રુપના સભ્ય પોતાને ફાવે તે રીતે ઈમેઈલ મેળવવાના વિકલ્પ છેઃ http://groups.google.com/group/gujblog/subscribe?hl=gu

સભ્ય ઈચ્છે ત્યારે gujblog+unsubscribe@googlegroups.com પર એક ઈમેઈલ મોકલાવીને ગ્રુપમાંથી નીકળી જઈ શકે છે.
આ ગ્રુપનું સંચાલન કોઈ એક વ્યક્તિ નહીં પણ એક કરતાં વધારે મેનેજર્સ વડે કરવામાં આવશે. મેનેજર તરીકેની માનદ સેવા માટે મારો સંપર્ક કરી શકો છો.
ફક્ત ગુજરાતી અને ગુજરાતી બ્લોગ જગતને લગતી પોસ્ટ મૂકી શકાશે અન્ય જાહેરાતો વગેરે મોડરેટ કરવામાં આવશે જેની નોંધ લેવી.
જન્મદિનના અભિનંદન
અભિનંદન….
ગૃપ શરૂ કરવું એ સારો વિચાર છે …..
ગૃપ માટે ખુબ ખુબ શુભેચ્છા.
bapla majja aavi ho!!!!.
Best for the birthdayboy to day and always.
Rajendra
અભિનંદન. બહુ સારી કામગીરી હાથ ધરી છે. એની ખુબ જ જરૂર હતી. તમને સફળતા માટેની શુભેચ્છાઓ.