પ્રિય મિત્રો,
પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.
પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.
પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading »
આપના પ્રતિભાવ