કચરામાંથી અદભુતકળા
પ્રિય મિત્રો,
આજે આપણે અદભુતકળાના આ વિભાગમાં જાણીશું ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી શિલ્પની રચના જેના પડછાયાથી રચાય છે અદભુત ચિત્ર!

ઉપરનું ચિત્ર છે “Dirty White Trash” (ગંદો સફેદ કચરો) આ રચના ૧૯૯૮માં બનાવવામાં આવી હતી. આ રચના કલાકારના કચરાના ડબ્બામાં છ મહિનામાં એકઠા થયેલા કચરામાંથી બનાવવામાં આવી હતી.
આપણે વિચારી પણ ન શકીએ તેવી અદભુતકળાના રચયિતા છે ટિમ નોબલ (Tim Noble) અને સ્યુ વેબ્સ્ટર (Sue Webster) નામના બ્રિટીશ કલાકાર. તેઓ કચરામાંથી વિચિત્ર એવા આકારનું શિલ્પ બનાવે જેના પર પ્રકાશ પડતાં તેનો જે પડછાયો પડે તેમાં દેખાય અદભુત રોમેન્ટીક દૃષ્ય!
ટિમ નોબલનો જન્મ ૧૯૬૬માં સ્ટ્રાઉન્ડમાં થયો હતો અને સ્યુ વેબ્સ્ટરનો જન્મ ૧૯૬૭માં લીસેસ્ટરમાં. નોટ્ટીંઘામ ટ્રેન્ડ યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં બંનેની ઓળખાણ થઈ અને બંનેએ સાથે મળીને ઘણા પ્રદર્શનો કર્યા.
વધુ રચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો.
બંને કલાકારોએ કરેલા પ્રદર્શનોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

જન્મદિન મુબારક
તમારો અને ભુજનો જન્મદિન પણ એક !!