નળસરોવરને કાંઠે નેનો

By વિનય ખત્રી, October 8, 2008 7:00 am

ગઈકાલે સમાચારોમાંથી જાણ્યું કે ટાટાની ટચુકડી કાર ‘નેનો’નો પ્લાન્ટ હવે સિંગુરથી સાણંદ આવશે.

સાણંદ ક્યાં આવ્યું વિચારતાં યાદ આવ્યું કે ભુજ જતાં અમદાવાદ પછી, વિરમગામ પહેલા સાણંદ ગામ આવે છે. સાણંદ સાથેની સ્મૃતિઓ વિશે વિચારતાં યાદ આવ્યું કે નળ સરોવરમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ગયા હતા ત્યારે સાણંદ સ્ટેશને ઉતર્યા’તા!

થોડા સમય પહેલાં સમાચારોમાં વાંચ્યું હતું કે ૨૦૨૦માં નળસરોવર શહેરમાં હશે પણ હવે ગઈકાલના સમાચાર વાંચીને મને નથી લાગતું કે હવે ૨૦૨૦ સુધી રાહ જોવી પડે!

દૂર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ હવે ક્યાં ઉતરશે? અને આપણે પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ક્યાં જશું?

6 Responses to “નળસરોવરને કાંઠે નેનો”

  1. નેનો નામના પક્ષીઓ એઅસ્તા પર ઊડતા થઈ જશે પછી આકાશના પંખીઓને વળી કોણ પૂછવાનું?

    સમયસરની ચિંતા પણ એનાથી કોઈ અર્થ નહીં સરે…

  2. Shiv@nsh says:

    પક્ષીઓની ફોટોગ્રાફી કરવા માટે તો બીજે પણ જઈ શકાશે, પણ પક્ષીઓની કેટલીય પ્રજાતી પર જોખમ ઊભું જ છે,

    પર્યાવરણની બાબતમાં ગુજરાત સરકાર જ નહિ, ગુજરાતીઓની ઉદાસીનતા પણ જાણીતી જ છે.

    વિકાસની વાતોમાં આવી વાતો પહેલાથી જ વિસરાઈ જતી આવી છે. ચિંતા કરવી અને કંઇક કરી છૂટવું તે બન્ને અલગ વાત છે.

  3. Manoj says:

    મનીશની લીક પર જવાથી અને ઝુમ કરવાથી નલ સરોવર દેખાશે મને એ દુર હોય એમ લાગ્યુ.

  4. વિનય ખત્રી says:

    લોકોએ એક કરતાં વધુ જગ્યાએ ‘નેનો’ પ્લાન્ટ માટેની જગ્યા એવું વિકિમેપિયા પર માર્ક કર્યું છે!

  5. Biren says:

    વિનયભાઈ, જાણું છું કે આ પોસ્ટ ઘણી જૂની છે છતાં આ વિષય ઉપર મારો અભિપ્રાય આપવાનું મન થાય છે…

    નેનો ટાટાનું બાળક છે… અને ટાટા એટલે “Trust”… મારા મત મુજબ નેનો આવવા થી કદાચ નળ સરોવર ને નુકસાન કરતા ફાયદો વધારે થશે… કારણ કે ટાટા આવા સેન્સીટીવ ઈશ્યુ માટે મોટેભાગે ઘણું જ સજાગ રહેવા વાળું coporate house છે… હા એ છે કે નેનો ને support કરતી industries કદાચ નુકશાન કરી શકે છે, પણ એના માટે પગલા લેવા પડે… બાકી ઓરિસ્સામાં ધામરા પોર્ટ બને છે, ટાટા સાથે નિસ્બત છે એને… શરૂઆતના પોર્ટ લોકેશન ની નજીક Leather-back Riddley કાચબાઓ નું દુનિયા માં એક માત્ર પ્રજનન સ્થળ છે તે જાણીને ટાટા મેનેજમેન્ટએ કામ ચાલુ થઇ ગયું હતું છતાં રૂ. ૨૦૦૦ કરોડ નો પ્રોજેક્ટ બીજા લોકેશન પર શિફ્ટ કર્યો…

    પ્રવાસી પક્ષીઓ માટે હજુ પણ આશા રાખી શકાય…

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.