Sep 172008
 

પ્રિય મિત્રો,

એક લાંબા વિરામ બાદ આજે બ્લોગ અપડેટ કરવા બેઠો છું ત્યારે આપની સાથે કેટલીક વાતો કરવી છે.

૧. સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ સરસ થઈ રહ્યું છે. પહેલી ટ્રાયલ સફળ થઈ. નાની-નાની કેટલીક ભૂલો છે તેમજ અમુક જ્ગ્યાએ યુનિકોડ ફોટ બરાબર દેખાતા નથી. સુધારા વધારા થઈને અઠવાડિયામાં આવી જશે. બધુ સમું પાર પડ્યું તો પહેલે નોરતે અપલોડ કરી દઈશ. પ્રોગ્રામર સાથે સતત ૧૫-૨૦ દિવસ માથાફોડી કરી પણ લાગે છે કે ધાર્યું પરિણામ જોવા મળશે. સર્ફગુજરાતી.કોમ એ ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃત્તિ છે જે ટૂલબાર ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી સાધનો સાથે આવશે.

૨. મનીષભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર તેમણે સર્ફગુજરાતી.કોમ માટે સરસ મજાની ડિઝાઈન બનાવીને મોકલાવી છે:

Surf Gujarati logo design by Manish Mistry

૩. આ સમય દરમ્યાન ઘણાં બધા નવા બ્લોગ બન્યા, તેમાંથી આ બે બ્લોગનો ફન-એન-ગ્યાન પર ઉલ્લેખ કરવો જરૂરી છે: અ) જોડણીની જાણકારી અને બ) ઊંઝા જોડણી.

૪. જોડણીના નિયમો વિશેના લેખ જુ.કાકા (જુગલકિશોર વ્યાસ) ના બ્લોગ પર વાંચ્યા હતા, તે પછી આ બ્લોગ પર જોડણી વિશેની માહિતી જાણવા મળી.

૫. બીજા બ્લોગનો અત્રે ઉલ્લેખ કરવો એટલે જરૂરી લાગ્યું કે અજ્ઞાતભાઈ હવે અજ્ઞાત નથી રહ્યા. કોઈ પણ બ્લોગ પર જોડણી વિશયક પોસ્ટ મુકવામાં આવે કે તરત જ તેમની અજ્ઞાત કોમેન્ટ આવી જ જાય! વળી દરેક વખતે તેમણે નવું નામ ધારણ કર્યું હોય! હવે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે તેથી હવે અજ્ઞાત રહીને પણ એક્સેસિબલ બન્યા છે.

૬. બંને બ્લોગની મુલાકાત લેતાં એક વિરોધાભાસ જોવા મળ્યો: લિપિ સુધારણા વિશેના સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો હતો.) જ્યારે આજે મર્દમુછાળાને પણ અજ્ઞાતનામે અને પ્રોક્ષીના બુરખા પહેરીને વિરોધ કરવો પડે છે!

આવતી કાલથી રાબેતા મુજબ ભારતીય સમય પ્રમાણે સવારે સાત વાગ્યે પોસ્ટ મુકવામાં આવશે.

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ.

Sep 082008
 

પ્રિય મિત્રો,

ગયા વર્ષે એપ્રિલમાં દિવ્યભાસ્કરે ગુજરાતી બ્લોગ જગત વિશે એક લેખ લખ્યો હતો ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ! આજે મારે આ લેખનું મથાળું આપવું પડ્યું છે અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!

વર્ડપ્રેસ બ્લોગ્સના ગુજરાતી વિભાગમાં ગઈકાલથી એક બ્લોગ દેખાવા લાગ્યું છે જે અશ્લીલ સાહિત્યની ગુજરાતી વેબસાઈટ પર લઈ જાય છે (દેખીતા કારણોસર અહીં બ્લોગની લિન્ક નથી મૂકી).

અત્યાર સુધી અશ્લીલ બ્લોગ સ્પામમાં ફિલ્ટર થઈ જતા હતા પણ આ બ્લોગ ગુજરાતીમાં લખાયો હોવાથી સ્પામ ફિલ્ટરમાંથી બચી જવા પામ્યો છે. ગયા માર્ચ મહિનામાં ગુજરાતી ભાષાંતર કરી શકે અને ફોટોશોપમાં અંગ્રેજી લખાણની જગ્યાએ ગુજરાતી ભાષાંતર મૂકી શકે તેવા યુવાનો જોઈએ છે એવી જાહેરાત કરીને યુવાનોને અંગ્રેજી અશ્લીલ કાર્ટુનના ગુજરાતી કરણ કરવા માટે જોતરી દેવાયા છે.

આ એક અત્યંત ગંભીર વિષય છે અને ગુજરાતી બ્લોગ જગત માટે કલંક બની શકે તેમ છે તેથી આ બાબતમાં શું કરી શકાય તે માટે આપના મંતવ્ય જણાવો.

વિનંતી: અહીં કોમેન્ટમાં તે બ્લોગનું યુઆરએલ ન લખવા વિનંતી.

Sep 032008
 

Google Chromeપ્રિય મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. દરેક શુભકાર્યની શરુઆત ગણેશજીથી થાય છે. અહીં પુણેમાં મેળાઓનો માહોલ છે ત્યારે આપણે વાત કરવાના છીએ ગુગલ ક્રોમ વિશે.

ગુગલ ભક્તો માટે આનંદના સમાચાર છે કે ગુગલનું ઓપનસોર્સ બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને તરત જ ડાઉનલોડ કરવા માટે ખાંખાખોળા કર્યા ત્યારે ખબર પડી કે હજી આવ્યું નથી પણ આવવાનું છે! ગુગલ અલર્ટ પર ડાઉનલોડ માટેની લિન્ક મુકી અને અત્યારે ડાઉનલોડ કરીને જોઇ લીધું કે આપણા ગુજરાતી બ્લોગ્સ બરાબર ચાલે છે કે નહીં.  Continue reading »

Sep 022008
 

પ્રિય મિત્રો,

કોઈ પણ બ્લોગ પર જોડણી વિષયક પોસ્ટ મુકવામાં આવે કે તરત ઊંઝાના વિરોધીઓ અને સમર્થકો પોતાની દલીલો સાથે તૂટી પડે. તેમની આ શક્તિને યોગ્ય માર્ગે વાળવા, ખેલદિલીની ભાવના વિકસાવવા તેમજ જોડણીના ઝગડાને તંદુરસ્ત અને મનોરંજક બનાવવા માટે સાર્થ-૧૧ અને ઊંઝા-૧૧ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે તો તે માટેના ખેલાડીઓની યાદી કેવી હોઈ શકે એવો વિચાર અજ્ઞાતભાઈ સમક્ષ મુક્યો અને તેમણે આ યાદી મોકલાવી છે જેમાં સુધારા વધારાને અવકાશ છે. આ યાદીને વ્યક્તિગત મજાક તરીકે ન લેતાં ખેલદિલી સાથે હળવાશથી લેવા વિનંતી:

જોડણી ક્રિકેટ મેચ

સાર્થ – અજ્ઞાતભાઈ (કેપ્ટન), પંચમ શુક્લ, વિવેક ટેલર, સોનલ વૈદ્ય, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર, શિવાંશ, કિશોર રાવળ, ધવલ શાહ, વિશાલ મોણપરા, જશવંત ખામેચી, બાગે વફા, ચેતન ફ્રેમવાલા
(કોચ – વિજય શાહ અને ગિરીશ દેસાઈ)  Continue reading »

Powered By Indic IME