FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ભગવદ્ગોમંડલ ઓનલાઈન

with 20 comments

ભગવદ્ગોમંડલ

પ્રિય મિત્રો,

વિનય એટલે કે…

૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. - શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે.

ધંધા ને ઘરમાંથી ય વિનય વિદ્વત્તા હર્યાં,
હર્યાં સજ્જનતા સત્ય કર્યું જીવન શુષ્ક એ.
- ગાંધીગીતા.

૮. બૌધ સાધુઓના આચારનું વર્ણન આપવામાં આવ્યું હોય તે ગ્રંથ.
૯. વાણિયો.
૧૦. વિશિષ્ટ નીતિ
૧૧. વિષ્ણુના હજર માંહેનું એક નામ. તે દુષ્ટ પ્રજાને વિનય એટલે દંડ દે છે તેથી તે વિનય કહેવાય છે.
૧૨. વેપારી
૧૩. શિસ્ત
૧૪. જિતેંદ્રિય; ઈંદ્રિયોને જીતી હોય એવું.

વિનયના આટલા બધા અર્થ મને ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ ભગવદ્ગોમંડલમાંથી જાણવા મળ્યા!

અને હા, ભગવદ્ગોમંડલ ઓનલાઈન ઉપલબ્ધ છે તે દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં સાયબર સફરમાં વાંચ્યું ત્યારે ખબર પડી!

{માફ કરજો, અત્યંત વ્યસ્તતાને કારણે આજકાલ પોસ્ટ અપડેટ થઈ શકતી નથી.}

Written by વિનય ખત્રી

September 24th, 2008 at 4:20 pm

20 Responses to 'ભગવદ્ગોમંડલ ઓનલાઈન'

Subscribe to comments with RSS or TrackBack to 'ભગવદ્ગોમંડલ ઓનલાઈન'.

  1. ખૂબ સરસ.. માહિતીનો અખૂટ ખજાનો છે..

    Niraj

    24 Sep 08 at 4:38 pm

  2. એક્દમ સરસ .. કોઇ શબ્દનો અર્થ શોધવા ક્યાય નહિ જવાનુ…just 1 click …

    Chetu

    24 Sep 08 at 4:58 pm

  3. સરસ માહિતી બદલ આભાર! આજ સુધી ગુજરાતીલેક્સિકોન વાપરતો હતો હવે ભગવદ્ગોમંડલ વાપરવું પણ શક્ય બનશે.

  4. આભાર વિનય.. આ તો ખૂબ જ કામની અને અત્યંત જરૂરી વાત મૂકી છે. હેમંતની જેમ હું પણ- આજ સુધી ગુજરાતીલેક્સિકોન વાપરતી હતી હવે ભગવદ્ગોમંડલ વાપરવું પણ શક્ય બનશે.

    ઊર્મિ

    24 Sep 08 at 6:42 pm

  5. મજાની વસ્તુ ઉપલબ્ધ બની છે … એઓ અનેકાનેક આભારને પાત્ર છે … !! કદાચ્ જે સાચે જ ટૂંકા સાબિત થાય આ જ્ઞાનકોષના વિશાળ સ્વરૂપની આગળ …

    કુણાલ

    24 Sep 08 at 7:04 pm

  6. ધન્ય. આભાર વિનયભાઈ.

    Chirag Patel

    24 Sep 08 at 7:11 pm

  7. ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ………

    આજે તો સાચે જ ખાસમ્ ખાસ અને સુંદર માહિતી માટે ખૂબ ખૂબ આભાર

    આ મહાન જ્ઞાનકોષ નેટ પર ઉપલબ્ધ થવાથી બહુ સરસ અને ઉપયોગી કાર્ય થયું છે.

    Pinki

    24 Sep 08 at 9:38 pm

  8. કેમ છે ગોંડલ સ્ટેટ નુ કામ ?

  9. આ શબ્દગીતા કહી શકાય એ દરજ્જાનો જ્ઞાનકોષ માત્ર શબ્દસાધકો કે સાહિત્યકારો જ નહીં પરંતુ,દરેક ગુજરાતીના ઘરમાં વારસાગતરીતે ઉપલબ્ધ હોવો જોઇએ !બીજા પર્ંપરાગત ગ્રંથોની જેમ એ પણ હાથવગો રહેવો જોઇએ…!

  10. સાહેબ ની વાત સાચી છે…

  11. જાણીને મન આનંદવિભોર થઈ ગયું.

  12. લાંબા સમયથી આની જાણકારી હતી જ… પરંતુ આટલું જલ્દી અને આ રીતે એ ઉપલબ્ધ બનશે એ જાનતો નહોતો…. આ કાર્યને મહાન, અદભુત કે અભૂતપૂર્વ કહેવાથી જ વાત પૂરી થતી નથી… આ એક એવું કાર્ય થયું છે જે ભાષાયજ્ઞને સતત સળગતો રાખશે….

    મારી જાણકારી મુજબ યુનિકોડમાં આખા સંગ્રહને મૂકવાની પણ યોજના વિચારાઈ હતી…

  13. એક સુંદર ગ્રંથ વિષે જાણવા મળ્યું.
    દરેક ગુજરાતીએ ઘરમાં વસાવવા જેવો ગ્રંથ !
    માહિતી માટે આભાર !

    Pravin Shah

    25 Sep 08 at 10:16 am

  14. અદભુતકાર્ય ઉપયોગી માહિતી માટે ખૂબ ખૂબ આભાર અભિનંદન તો ખરાજ

    jayesh upadhyaya

    25 Sep 08 at 10:47 am

  15. Dear Blogger, thank you very much for sending this information.

    We owe a lot to the people who decided to present such a wonderful gift to Gujarati people for the benefit of mother tongue. We must be proud of our mother tongue. Sorry I cannot type in Gujarati from this PC.

    One Gujarati

    25 Sep 08 at 11:34 pm

  16. બધું જ સરસ - પણ તમે ભગવદગોમંડળઓનલાઇન.કોમની માહિતીનો ફરી ઉપયોગ ન કરી શકો!

    તેનાં કરતાં જો યુનિકોડમાં ટાઇપ કરીને સર્ચ કરવાની સુવિધા મૂકી હોત તો - સોનામાં સુગંધ ભળી જાત..

    Kartik Mistry

    26 Sep 08 at 6:36 pm

  17. ભગવ્દ્ગગોમંડલ ને સુલભ બનવવા માટે આભાર ના શબ્દો નથી મારી પાસે!હું અહીં સાઊદી આરેબિઆ માં ધન માટે તન થી રહું છું પણ મન તો અમદાવાદ માં મુકી આવ્યો છું.હોંશ થી વસાવેલા આ ગ્રન્થ ને અહીં લાવી ન શકવાનો વસવસો તમે એક ‘ક્લિક્’ થી દૂર કરી દીધો.’કુમાર’ ની CD અને on line ગોમંડલ મારા એકાન્ત ના સાથી છે.ગુજરાતી ન જાણતી પેઢી શું ગુમાવી રહીછે તે જયારે સમજશે ત્યારે કદાચ ઘણું મોડું થઇ ગયું હશે !
    ડો. પ્રવીણ ભાલાણી

    Dr.Pravinkumar Bhalani

    27 Sep 08 at 12:51 am

  18. ભગવદ્ગોમંડલ ઓનલાઈન at FunNgyan.com…

    ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ…

    kanti.co.in

    30 Sep 08 at 4:15 pm

  19. It is nideed a great pleasure to know that Bhagwatgo mandal is now available online. The great work of Gujarati encyclopedia has reached to its most appropriate place which is handy and easy to use electronic format. It is a great service to Gujarati community and generations to come next. Hearty Conratulations.

    Dhiraj Bhalani

    2 Oct 08 at 3:30 am

  20. This is a great encyclopedia. I tale you one real story one of the my non gujarti friend told me that by watching ahmedabad doordarshan program he had mis understanding of the gujarati culture he came to know depth and richness of gujarati culture after hearing gujarati program on satallite radio and one program at karnavati club. at that time I said about “BHAGWAT GO MANDAL” gujrati encyclopedia he was just wondering.but now it becoming accessible on net we can practicaly show them what gujarati is

    We should all pray to god that we get Prime minister like “Sir Bhagwat singhji” for india.

    Prashant Dushara
    Ahmedabad

    prashant Dushara

    31 Dec 08 at 9:49 pm

Leave a Reply