ભગવદ્ગોમંડલ ઓનલાઈન

પ્રિય મિત્રો,
વિનય એટલે કે…
૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. – શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે. Continue reading 'ભગવદ્ગોમંડલ ઓનલાઈન'»
