Sep 182008
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે જે સુવિધાને કારણે આપણે સરળતાથી બ્લોગ ચલાવીએ છીએ તે વર્ડપ્રેસનો નવો અવતાર વર્ડપ્રેસ ૨.૭ આવવાની તૈયારીમાં છે. અત્યારે આપણે બધા વર્ડપ્રેસ ૨.૬ વાપરીએ છીએ. નવા અવતારમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે તેનું નેવિગેશન મેનુ ઉપરની તરફ નહીં પણ ડાબી તરફ હશે.

Wordpress 2.7

નવા અવતારમાં ડાબી તરફ ગોઠવાયેલું સરળ નેવિગેશન મેનુ ઉપરાંત પણ ઘણી બધી બાબતો છે જેની વિગતવાર ચર્ચા નેટસૅવિ વિભાગમાં પછી કરીશું, અત્યારે ઉપર ઉપરથી નજર કરી લઈએ:

કોમેન્ટ્સ એપીઆઈ, કીબોર્ડ શોર્ટકટ્સ વડે કોમેન્ટ મોડરેશન (જેથી કોમેન્ટનું મોડરેશન ઝડપથી થઈ શકશે), થીમ અપડેટ એપીઆઈ, ડેશબોર્ડ અને લખવાના બોક્ષની નવી ગોઠવણ, વાચકોની ઢગલાબંધ કોમેન્ટ્સમાંથી સંપાદકની કોમેન્ટ અલગ તરી આવે તે માટેની વિશેષ ગોઠવણ, સાઈટ મેપ્સ, કોમેન્ટ થ્રેડીંગ (કોમેન્ટ પર પણ કોમેન્ટ લખવાની સગવડ), એક સાથે એકથી વધુ લેખના વિભાગોને સંપાદીત કરી શકાશે.  (આ માહિતી મને અહીંથી મળી.)

વર્ડપ્રેસ ૨.૭નો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે અહીં ક્લિક કરો, યુઝરનેમમાં અને પાસવર્ડમાં demo લખી લોગ-ઈન થવાથી તેની કંટ્રોલ પેનલ (ડેશબોર્ડ) દેખાશે (જે વર્ડપ્રેસ ૨.૭ આધારીત છે) જેમાં નવો અવતાર કેવો હશે તે જાતે જોઈ લો!

  One Response to “વર્ડપ્રેસ ૨.૭ આવી રહ્યું છે…”

  1. ‘નેટસૅવિ’ વિભાગમાં હવે પછીના લેખો માટે ઉત્કંઠિત છું…

    કમલેશ પટેલ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME