Archive for September 8th, 2008
અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!
પ્રિય મિત્રો,
ગયા વર્ષે એપ્રિલમાં દિવ્યભાસ્કરે ગુજરાતી બ્લોગ જગત વિશે એક લેખ લખ્યો હતો ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ! આજે મારે આ લેખનું મથાળું આપવું પડ્યું છે અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!
વર્ડપ્રેસ બ્લોગ્સના ગુજરાતી વિભાગમાં ગઈકાલથી એક બ્લોગ દેખાવા લાગ્યું છે જે અશ્લીલ સાહિત્યની ગુજરાતી વેબસાઈટ પર લઈ જાય છે (દેખીતા કારણોસર અહીં બ્લોગની લિન્ક નથી મૂકી).
અત્યાર સુધી અશ્લીલ બ્લોગ સ્પામમાં ફિલ્ટર થઈ જતા હતા પણ આ બ્લોગ ગુજરાતીમાં લખાયો હોવાથી સ્પામ ફિલ્ટરમાંથી બચી જવા પામ્યો છે. ગયા માર્ચ મહિનામાં ગુજરાતી ભાષાંતર કરી શકે અને ફોટોશોપમાં અંગ્રેજી લખાણની જગ્યાએ ગુજરાતી ભાષાંતર મૂકી શકે તેવા યુવાનો જોઈએ છે એવી જાહેરાત કરીને યુવાનોને અંગ્રેજી અશ્લીલ કાર્ટુનના ગુજરાતી કરણ કરવા માટે જોતરી દેવાયા છે.
આ એક અત્યંત ગંભીર વિષય છે અને ગુજરાતી બ્લોગ જગત માટે કલંક બની શકે તેમ છે તેથી આ બાબતમાં શું કરી શકાય તે માટે આપના મંતવ્ય જણાવો.
વિનંતી: અહીં કોમેન્ટમાં તે બ્લોગનું યુઆરએલ ન લખવા વિનંતી.
