પ્રિય મિત્રો,

(ગયા મહિનામાં ઘણી રજાઓ પડી. સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હતો એટલે બ્લોગ પર નિયમિત પોસ્ટ મુકી શકાઈ નથી માટે દરગુજર કરજો.)

ઈમેઈલ એટલે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ. આજે ઈમેઈલને કોણ નથી જાણતું? ઈમેઈલ શોધાયાને ૩૦થી વધુ વર્ષો થઈ ગયા પણ તેનું મૂળ સ્વરૂપ હજી એ જ છે. ઈમેઈલ સાથે જોડાયેલો શબ્દ હોય તો તે છે સ્પામ! સ્પામ એટલે વણજોઈતી ઈમેઈલ.

આ સ્પામનો ઉકેલ લાવવા ઘણા બધા લોકો ઘણી બધી મહેનત કરી રહ્યા છે. જેમાંથી એક છે કોરલાઈવ. 

કોરલાઈવ એટલે ઈમેઈલનો વિકલ્પ. આપણે બ્લોગ પર કોમેન્ટ મુકીએ તેવી રીતે એક બીજાને સંદેશ મોકલી શકાય છે. ફક્ત મનુષ્ય જ સંદેશ મોકલી શકે છે અને ઢગલા બંધ સંદેશ મોકલી શકાતા નથી તેથી સ્પામથી બચી શકાય છે.

ઈમેઈલ સાથે સમસ્યા એ છે કે આપણે મોકલાવેલી ઈમેઈલ સામે વાળાને ન મળે એવું પણ બને કારણ સામે વાળાએ મુકેલા સ્પામ ફિલ્ટર્સ! બીજું કોઈએ મોકલાવેલી ઈમેઈલ આપણને મળશે જ એવું પણ ચોક્કસ ન કહી શકાય, કારણ એજ આપણાં સ્પામ ફિલ્ટર્સ!

તેથી કોરલાઈવ વાપરો અને ચિતામુક્ત બનો!

વધુ માહિતી માટે કોરલાઈવની સાઈટ પર કેસ સ્ટડી, એફએક્યુના પાના પર નજર ફેરવી લેજો.

મારું કોરલાઈવ આઈડી છે http://corlive.com/ask2vinay

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૯) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  One Response to “ચાલો બનીએ નેટસૅવિ – કોરલાઈવ”

  1. સરસ…આ મને ખબર ન હતી…..

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME