Sep 262008
 

ગયા રવિવારે સાંજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાંથી મનીષભાઈ ચેવલીની એક ફોર્વર્ડેડ મેઈલ આવી જેમાં ઈરાનના રાષ્ટ્રપતિના જીવનધોરણ વિશેની વાત હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ મહેમુદ અહમદીનેજાદ ઓછા ખર્ચે કરકસર કરીને રહે છે અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.

ir V/S

(બંને ફોટા વિકિપિડિયા પરથી લીધા છે)

આ સમાચાર પરથી કોઈ એક બ્લોગરે ઈરાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે સચિત્ર સરખામણી કરી છે તે જોવા જેવી છે. આ સરખામણી જોઈને તરજ ચિત્ર સ્પષ્ટ થયું કે આપણા પ્રધાનો/મંત્રીઓની સાથે ઈરાનના રાષ્ટ્રપતિની સરખામણી કરી હોય તો કેવું ચિત્ર બને.

આપનો આ અદનો દોસ્ત, ‘અનિમેષે’ પણ એક વખત ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેના અફલાતૂન આઈડિયા વિશે એક પોસ્ટ કરી હતી જે આપને યાદ હશે… (જો કે તે પોસ્ટને એકેય કોમેન્ટ નહોતી મળી તે વળી અલગ વાત છે!)

Sep 252008
 

Career Growth
(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)

‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.

Sep 242008
 

ભગવદ્ગોમંડલ

પ્રિય મિત્રો,

વિનય એટલે કે…

૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. – શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે. Continue reading »

Sep 182008
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે જે સુવિધાને કારણે આપણે સરળતાથી બ્લોગ ચલાવીએ છીએ તે વર્ડપ્રેસનો નવો અવતાર વર્ડપ્રેસ ૨.૭ આવવાની તૈયારીમાં છે. અત્યારે આપણે બધા વર્ડપ્રેસ ૨.૬ વાપરીએ છીએ. નવા અવતારમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે તેનું નેવિગેશન મેનુ ઉપરની તરફ નહીં પણ ડાબી તરફ હશે. Continue reading »

Sep 172008
 

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબાર પર આજે એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે: ઓર્કુટ કોમ્યુનિટી.

ઓર્કુટ પર અમુક સારી સારી કોમ્યુનિટી સારું કામ કરે છે અને ખાસી પ્રચલિત થઈ છે. ફન-એન-ગ્યાનના વાચક મંથન ભાવસાર (ધબકાર ગ્રુપ)ના સૂચનને માન આપીને ગુજરાત/ગુજરાતીને લગતી કેટલીક કોમ્યુનિટી ફન-એન-ગ્યાન ટૂલબાર પર મુકી છે. આપને બીજી કોઈ ધ્યાનમાં હોય તો (તેમજ કોઈ ખોટી કોમ્યુનિટી મુકાઈ ગઈ હોય તો પણ) મને જણાવશો.

આવતીકાલે ગુગલ/યાહુના ગ્રુપ (સમુહ)નો વિભાગ બનાવીશ.

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે તેમજ ઉપયોગી થશે.

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ

Powered By Indic IME