FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ઊંઝા જોડણી - એક નવો વિભાગ

with 9 comments

પ્રિય મિત્રો,

આજ-કાલ સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિયમિત પોસ્ટ મૂકી શકાતી નથી માટે માફ કરજો.

સર્ફગુજરાતી માટે ઢગલાબંધ બ્લોગની મુલાકાત લેતાં એક વાત મારા ધ્યાનમાં આવી તે છે ઊંઝા જોડણીના બ્લોગની વધતી જતી સંખ્યા! તેથી ફન-એન-ગ્યાન ટૂલબાર પર ઊંઝાજોડણી વાળા બ્લોગ/વેબસાઈટનો અલગ વિભાગ બનાવ્યો છે.

ઊંઝા જોડણી - એક નવો વિભાગ

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…

સ્પસ્ટતા અને વિનંતી: અંગત રીતે હું ઊંઝા જોડણીનો વિરોધી છું પણ ફન-એન-ગ્યાન ટૂલબાર કોઇનો વિરોધી ન હોઈ શકે, બધાનો મિત્ર હોઈ શકે તેવી ભાવના સાથે આ નવો વિભાગ ઉમેર્યો છે. અહીં કોમેન્ટમાં ઊંઝા જોડણી વિશે ચર્ચા ન કરતાં ટૂલબાર પર આપનો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં મૂકાયો છે કે નહીં તે જણાવવા વિનંતી.

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

Written by વિનય ખત્રી 'અનિમેષ'

August 24th, 2008 at 7:00 am

9 Responses to 'ઊંઝા જોડણી - એક નવો વિભાગ'

Subscribe to comments with RSS or TrackBack to 'ઊંઝા જોડણી - એક નવો વિભાગ'.

  1. તારા મનની મુક્તતા લાજવાબ છે. એ જ તો ઉમદાપણાની ઓળખ છે.

    સુરેશ જાની

    24 Aug 08 at 7:59 pm

  2. આ સારું કર્યું કેમ કે એમને અલગ રાખવા જરૂરી છે જેથી નવુંનવું ગુજરાતી શીખવાવાળાઓને ખબર રહે કે સાચું/ખોટું ગુજરાતી કેવી રીતે લખાય!

    Manish MISTRY

    25 Aug 08 at 4:36 am

  3. આપણે સૌ એક જ ગુર્જર ધરાનાં સંતાનો છીએ. આપણી વચ્ચે મતભેદ હોઈ શકે, માન્યતાઓ અલગ હોઈ શકે, પણ કોઈને અલગ ન ગણો.
    નેટ ઉપર લખનાર અને વાંચનાર સૌની નેમ એક જ છે - ગુજરાતીમાં અભીવ્યક્તી અને તેનો આસ્વાદ. આ ભાવના ટકી રહે એ જ શુભેચ્છા.

    સુરેશ જાની

    25 Aug 08 at 4:50 am

  4. તમને ખબર છે હવે ગુજરાતી સ્પેલ ચેકર શોધાઈ ગયુ છે..
    શંકાના સમયે જોડણી સાચી છે કે ખોટી કહી શકશે

    આ લખાય છે ત્યારે તેના પ્રાર્રભીક પ્રોયોગો પુરા થયાની વાતો સંભળાય છે.આશા રાખીયેકે આ સંશોધનો વેબ ઉપર જલ્દી આવે

    પછી અલગ ભાષા કે અલગ ચોકો ગુજરાતીભાષાનો નહીં રહે

    vijay shah

    25 Aug 08 at 7:27 am

  5. સરસ ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યું …?!!
    તમે બધાંને ચકિત કરતા રહો છો અવનવી પૉસ્ટ મૂકીને
    અને આજે પણ ……
    થોડા દિવસ પહેલાં જ ઊંઝા પર લખ્યું અને હવે..
    very spontaneous …..good keep it up.

    Pinki

    25 Aug 08 at 9:58 am

  6. આ તમે ખુબ ઉમદા કામ કર્યુઁ. અભિનંદન.

    મનીષભાઇની વાત એકદમ લોજીકલ અને ગળે ઉતરે એવી છે.

    જેને ગુજરાતી ભાષામાં વાંચવું હોય એના માટે ગુજરાતી બ્લોગ અને જેને ઉંઝા ભાષામાં વાંચવું હોય એના માટે ઉંઝા બ્લોગ. એકદમ ક્લિયર કટ વર્ગીકરણ. બિચારાં અજાણ વાચકો ઉંઝા વાંચી વાંચીને આવડતી જોડણી યે ખોટી કરતાં તો ના થાય!

    વિજયભાઇની વાત મુજબ ગુજરાતી સ્પેલ ચેકર આવ્યા પછી જેને સાચું ગુજરાતી લખવું છે એને ખૂબ સરળતા થઈ જવાની. ગજ્જર સાહેબ જેવા ઉંઝાના મહાનુભાવોને બ્લોગે બ્લોગે દોડી લોકોની જોડણી સુધારવાના હોમ-વર્કથી મુક્તિ મળશે.

    જય ગુજરાત… જય ગુજરાતી….જય જય માતૃભાષા.

    ગુજરાતીમાં કાચાની માતા…..અડધા ગુજરાતીની માતા…ઉંઝા જેવી બેબી સીટરનો પણ જય જય કાર.

    Rohit Bhatt

    25 Aug 08 at 3:12 pm

  7. સાવ સાચી વાત, રોહિતભાઈ! અને પુંજાભાઈ પણ ચખપલબ લખવામાંથી બચી જશે!

    બીજું ઉમદા કાર્ય હું નહીં પણ જેઓ ગુજરાતી સ્પેલ ચેકર બનાવી રહ્યા છે તેઓ કરી રહ્યા છે.

    વિનય ખત્રી

    25 Aug 08 at 4:40 pm

  8. બહુજ ઉમદા કાર્ય…

    vipul

    26 Aug 08 at 2:34 am

  9. ફન-એન-ગ્યાન ટૂલબાર ડાઉનલોડ કરેલ, જેમા અમારો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં સમાવવા નમ્ર વિનંતી
    મારા બ્લોગનું નામ :
    1. વિચાર ક્રાંતિ અભિયાન : ઋષિ ચિંતનના સાંનિધ્યમા
    http://karshalakg.wordpress.com.
    2. યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી… http://gaytrignanmandir.wordpress.com.
    વિચાર શક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે, આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુધ્ધિકરણ. આનું જ નામ વિચાર ક્રાંતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાનયજ્ઞ કહે છે.
    જ્ઞાનયજ્ઞ આ યુગનો સૌથી મોટો પરમાર્થ છે, જનમાનસની દિશા બદલીને જ વર્તમાન તકલીફો અને મુંઝવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. વ્યક્તિ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની શકયતા આપણા આ અભિયાનની સફળતા રહેશે. “યુગ પરિવર્તન સુનિશ્ચત છે.
    મનુષ્યમાં દેવત્વનો ઉદય થશે, અને દેવ સમુદાયની સંખ્યા વધી જશે, ત્યારે ધરતી પર સ્વર્ગનું વાતાવરણ પેદા થશે, યુગ પરિવર્તન જે મહાન ઉદ્દેશ સાથે આપણે વિશ્વને એક ઐતિહાસિક અભિયાનમાં જોડાયા છીએ, તેની સફળતા આપણી નિષ્ઠા, તત્પરતા અને પરમાર્થ પરાયણતા પર આધારિત છે.

Leave a Reply