FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

જય સોમનાથ - દિવ્ય ભાસ્કર

with 3 comments

પ્રિય મિત્રો,

દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક કેરેક્ટર્સની જે સમસ્યા છે તે માટે ૨૫ જુનથી સતત અને નિયમિત રીતે ફોન અને ઈમેઈલ વડે દિવ્ય ભાસ્કરને ફરિયાદ કરતો રહું છું. આટલી સરસ સાઈટ પર આવતા સરસ અને માહિતીપ્રદ લેખો આવી નાની પણ મહત્વની ભૂલોને કારણે નકામા થઈ જતા ન જોઈ શક્યો તેથી અને ફરિયાદ કરવાથી ક્યારેક સુધારો થશે એ આશાએ પ્રયત્નો કરતો રહ્યો છું.

જંક કેરેક્ટર્સની સમસ્યામાં સુધારો થવાને બદલે ગયા બુધવારે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં મૂકાયેલા હિમાંશુભાઈ કિકાણીના લેખની હાલત જોઇને હું આશાવાદીમાંથી નિરાશાવાદી થઈ ગયો અને પોસ્ટ લખી કાઢી હમ નહીં સુધરેંગે.

પોણા બે મહિનાથી દિવ્ય ભાસ્કરની વેબટીમ એક જ જવાબ આપતી રહી કે નવી વેબસાઈટમાં આ સમસ્યા નહીં હોય, પણ સોમનાથ મહાદેવ વાળો લેખ જોઇને તેમની પોકળતા ખુલ્લી પડી ગઈ (જુઓ નીચેનું ચિત્ર). નવી વેબસાઈટમાં પણ લિન્કની જગ્યાએ ગરબડીયા અક્ષરોની સમસ્યા તેમની તેમ છે. 

Divya Bhaskar New Website and Junk Characters

હવે તો હદ થઈ ગઈ! હવે કંઇ થઈ શકે તેમ નથી. જેણે સુધરવું જ નથી અને જંક કેરેક્ટર્સના કચરાના ઢગમાં સડવું છે તેને આપણે શું કહી શકીએ. છતાં એક છેલ્લા પ્રયત્ન રૂપે ફરિયાદની ઇમેઈલ લખી અને અહો આશ્ચર્યમ્ ! નવી વેબસાઈટ પર સોમનાથ મહાદેવ વાળો લેખ સુધારીને યોગ્ય રીતે એક્ટીવ હાયપર લિન્ક જોવા મળી!

New Website, now corrected! Jai Somnath!

જય સોમનાથ!

જોકે જુની વેબસાઈટ પર ૪૧ લેખો પર લિન્કની જગ્યાએ જંક કેરેક્ટર્સ તેમના તેમ છે…

3 Responses to 'જય સોમનાથ - દિવ્ય ભાસ્કર'

Subscribe to comments with RSS or TrackBack to 'જય સોમનાથ - દિવ્ય ભાસ્કર'.

  1. કરતા જાળ કરોળીયો……..
    અભિનઁદન!

    Ashok

    17 Aug 08 at 12:35 pm

  2. good efforts ……
    it works

    Pinki

    17 Aug 08 at 5:06 pm

  3. સ્લો એન્ડ સ્ટેડી…ઓલ્વેઝ વિન્સ..

    અભિનંદન.

    ભાવના શુક્લ

    18 Aug 08 at 7:15 pm

Leave a Reply