જય સોમનાથ – દિવ્ય ભાસ્કર

By વિનય ખત્રી, August 17, 2008 7:00 am

પ્રિય મિત્રો,

દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક કેરેક્ટર્સની જે સમસ્યા છે તે માટે ૨૫ જુનથી સતત અને નિયમિત રીતે ફોન અને ઈમેઈલ વડે દિવ્ય ભાસ્કરને ફરિયાદ કરતો રહું છું. આટલી સરસ સાઈટ પર આવતા સરસ અને માહિતીપ્રદ લેખો આવી નાની પણ મહત્વની ભૂલોને કારણે નકામા થઈ જતા ન જોઈ શક્યો તેથી અને ફરિયાદ કરવાથી ક્યારેક સુધારો થશે એ આશાએ પ્રયત્નો કરતો રહ્યો છું.

જંક કેરેક્ટર્સની સમસ્યામાં સુધારો થવાને બદલે ગયા બુધવારે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં મૂકાયેલા હિમાંશુભાઈ કિકાણીના લેખની હાલત જોઇને હું આશાવાદીમાંથી નિરાશાવાદી થઈ ગયો અને પોસ્ટ લખી કાઢી હમ નહીં સુધરેંગે.

પોણા બે મહિનાથી દિવ્ય ભાસ્કરની વેબટીમ એક જ જવાબ આપતી રહી કે નવી વેબસાઈટમાં આ સમસ્યા નહીં હોય, પણ સોમનાથ મહાદેવ વાળો લેખ જોઇને તેમની પોકળતા ખુલ્લી પડી ગઈ (જુઓ નીચેનું ચિત્ર). નવી વેબસાઈટમાં પણ લિન્કની જગ્યાએ ગરબડીયા અક્ષરોની સમસ્યા તેમની તેમ છે.  Continue reading 'જય સોમનાથ – દિવ્ય ભાસ્કર'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.