FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for August 7th, 2008

ફન-એન-ગ્યાન ટૂલબાર પછી?

with 12 comments

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે…

ફન-એન-ગ્યાન ટૂલબાર ગુજરાતી સાહિત્યના વિશાળ ખજાનાને આંગળીને ટેરવે લાવી મૂકે છે પણ તે માટે તમારા કોમ્પ્યુટરમાં ટૂલબાર ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવું પડે તેમજ યુનિકોડ ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ. બીજું ટૂલબાર ઈન્ટરનેટ એક્ષપ્લોરર, ફાયરફોક્સ મોજીલા, ફ્લોક, નેટસ્કેપ નેવીગેટર વગેરે બ્રાઉઝર સાથે ચાલી શકે તે રીતે બનેલું છે.

૫૦૦થી વધુ ટૂલબારના ડાઉનલોડ અને તેથી પણ વધારે ટૂલબારને લગતા પ્રતિભાવ જાણ્યા પછી એટલું જાણી શક્યો કે આટલું સરસ અને સમૃદ્ધ ટૂલબાર પણ કેટલાક લોકો માટે નકામું છે! કોના માટે તે જાણીએ…

૧. જે લોકો વિન્ડોઝ ઓપરેટીંગ (એક્ષપી અને સમકક્ષ) સિવાયની (દા.ત. લિનક્સ) ઓપરેટીંગ સિસ્ટમ વાપરે છે. ઓપરેટીંગ સિસ્ટમની સમસ્યા નથી. હવે ફન-એન-ગ્યાન ટૂલબાર વિન્ડોઝની સાથે સાથે મેક અને લિનક્સ પર પણ ચાલે છે, કેવુંક ચાલે છે તે તો કાર્તિકભાઈ જ કહી શકે. તેઓ મેક વાપરે છે અને લિનક્સના અનુભવી છે.

૨. જે લોકો ઓપેરા અથવા સફારી બ્રાઉઝર વાપરે છે.

૩. જે લોકોનું પોતાનું કોમ્પ્યુટર નથી અને સાયબર કાફે, કોલેજ, ઓફિસ કે અન્ય મિત્ર-સબંધીનું કોમ્પ્યુટર વાપરે છે.

તેમની ફરિયાદને દાદ આપીને ટૂંકસમયમાં ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃતિ આવી રહી છે….

જે ટૂલબારનું કામ તો કરશે જ, ઉપરાંત તે કોઇ પણ યુનિકોડ સપોર્ટેડ ઓપરેટીંગ સિસ્ટમ સાથે અને બ્રાઉઝર પર ચાલશે. તેને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવાની જરુર નહીં પડે અને કોઇપણ બ્રાઉઝર પર http://????gujarati.com લખીને વાપરી શકાશે. તે ઈન્ટરએક્ટિવ હશે અને તેમાં ટૂલબાર ઉપરાંત બ્લોગ એગ્રીગેટરનો પણ સમાવેશ કરવાનું વિચાર્યું છે.

આ નવા સાહસનું અડધું નામ તો આપી દીધું, બાકીનું અડધું જાણવા આપની કલ્પના શક્તિને કામે લગાડો.

આખું નામ અને અન્ય ઉપયોગીતાઓ વિશે સોમવારે

આપના અમૂલ્ય અભિપ્રાય/પ્રતિભાવ/સુચનોની અપેક્ષા સહ…

- વિનય ખત્રીના પ્રણામ.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

August 7th, 2008 at 8:00 pm