દિવાસળી વડે અદભૂત કળા
ગઈકાલે આપણે પૂઠા વડે અદભૂત શિલ્પકળાની વાત કરી, આજે વાત કરવાના છીએ દિવાસળી વડે અદભૂત કળાની. ગઈકાલે આપણે જોઈ પૂઠાની સાયકલ, આજે જોઇશું દિવાસળીઓ વડે બનેલી ફોર્મ્યુલા વન રેસર કાર!
ઉપરનું ચિત્ર = ૯,૫૬,૦૦૦ દિવાસળીઓ, છ વર્ષ જેટલો સમય, સાડાચાર હજાર પાઉન્ડ અને એક ફોર્મ્યુલા વન કારનો રસિયો.
આ જર્મન રસિયાનું નામ છે માયકલ જે દિવાસળીઓના માણસ તરીકે ઓળખાય છે! જેણે છ વર્ષની તપસ્યા કરીને નવ લાખ છપ્પન હજાર દિવાસળીઓને ૧,૬૮૬ ગુંદરની ટ્યુબ વડે ચોંટાળીને પૂર્ણ કદની Mercedes-McLaren 4/14 F1 મોટર કાર બનાવી, જે માટે ૬૦૦૦ યુરો (૮,૭૨૫ ડોલર) જેટલો ખર્ચો થયો! આ પૂર્ણ કદનું મોડલે તેના ઘરમાં સારી એવી જગ્યા રોકે છે. આ કારને ૪૫ ભાગોમાં છુટ્ટી પાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.
સચિત્ર માહિતી માટે આ સાઈટની મુકાકાત લો અને અને સર્જન પ્રક્રિયા જાણો અને માણો. (અથવા આ સાઈટની મુલાકાત લો)

આટલા ખર્ચા માઁ આપણેતો સાચી મોટરજ લઇ લૈયે.
કલાકારો ની વાતજ નિરાળી હોય છે. અદભુત !!!
Ashok
5 Aug 08 at 3:14 pm
૬ વર્ષની તપસ્યા!! અદભૂત..
Niraj
5 Aug 08 at 4:29 pm
કારવાળાઓને આ દુનિયા ઓળખતી નથી.
આવા કલાકારો જ દુનિયામાં ઓળખાય છે.
Shah Pravinchandra Kasturchand
5 Aug 08 at 5:05 pm
nice info……
thnx for sharing !!
Pinki
5 Aug 08 at 6:19 pm
વાહ
ખૂબ સુંદર
કલા રસીઆઓની વાત જ ઔર!
pragnaju
6 Aug 08 at 2:51 am
v. good
Neela
13 Aug 08 at 5:22 pm
wery nice i like
prashant patel
10 Nov 08 at 8:37 pm
wery nice work
prashant patel
10 Nov 08 at 8:41 pm