photo - gurjari.netપ્રિય મિત્રો,

રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.

ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ

  • રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.

તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ

 

પ્રિય મિત્રો,

સાચી જોડણી કરવા માટે પુંજાભાઈ ચખપલબના રવાડે ચડી ગયા હતા પણ હવે સાચી જોડણી ખરેખર અઘરી નથી.

પુંજાભાઈ અને ઊંઝાભાઈ આઘા ખસો, વિશાલભાઈ લાવ્યા છે સર્વ પ્રથમ ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકર!

Online Gujarati Spell Check

વિશાલભાઈ માટે આભાર શબ્દ ન ચાલે તેમના માટે તો આ પાનાં પરનાં બધાં શબ્દો બોલી જઈએ તો પણ ઓછાં પડે!  Continue reading »

 

પ્રિય મિત્રો,

આજ-કાલ સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિયમિત પોસ્ટ મૂકી શકાતી નથી માટે માફ કરજો.

સર્ફગુજરાતી માટે ઢગલાબંધ બ્લોગની મુલાકાત લેતાં એક વાત મારા ધ્યાનમાં આવી તે છે ઊંઝા જોડણીના બ્લોગની વધતી જતી સંખ્યા! તેથી ફન-એન-ગ્યાન ટૂલબાર પર ઊંઝાજોડણી વાળા બ્લોગ/વેબસાઈટનો અલગ વિભાગ બનાવ્યો છે.

ઊંઝા જોડણી - એક નવો વિભાગ

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…

સ્પસ્ટતા અને વિનંતી: અંગત રીતે હું ઊંઝા જોડણીનો વિરોધી છું પણ ફન-એન-ગ્યાન ટૂલબાર કોઇનો વિરોધી ન હોઈ શકે, બધાનો મિત્ર હોઈ શકે તેવી ભાવના સાથે આ નવો વિભાગ ઉમેર્યો છે. અહીં કોમેન્ટમાં ઊંઝા જોડણી વિશે ચર્ચા ન કરતાં ટૂલબાર પર આપનો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં મૂકાયો છે કે નહીં તે જણાવવા વિનંતી.

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

 

પ્રિય મિત્રો,

સર્ફગુજરાતીના પ્રોગ્રામિંગ અને પહેલી ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિતમિત પોસ્ટ મૂકી શકાઈ નથી માટે દિલગીરી.

Nobody

‘નોબડી’ વાળા આ પાટિયાનું ગુજરાતી કરવું જરા અઘરું છે પણ પ્રયત્ન કરું છું.

ચૂંટણી વખતે આપેલા વચનો ‘કોઈ નથી’ પાળતું.
તમારી સમસ્યા ‘કોઈ નથી’ સાંભળતું.
ગરીબ અને બેકારની મદદ ‘કોઈ નથી’ કરતું.
તમારી સંભાળ ‘કોઇ નથી’ લેતું.
સત્ય હકિકત ‘કોઇ નથી’ કહેતું.

માટે હે સુજ્ઞવાચક, આ વખતે ચૂંટણીમાં ‘કોઈ નથી’ને મત આપીને વિજયી બનાવો!

 

પ્રિય મિત્રો,

આજે મારા પ્રિય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીની જન્મ જયંતિ છે.

ઈન્ટરનેટ પર તેમના લેખવાંચવા અહીં ક્લિક કરો.

તેમનો ગુજરાતી સારસ્વત પરિચય

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME