Jul 262008
 

ડ્રીંક એન્ડ ડ્રાઈવ વિભાગની આ ત્રીજી પોસ્ટ. મથાળું વાંચીને આપને આ ચિત્ર યાદ આવ્યું હોય તો તમારી યાદાસ્ત સારી કહેવાય. અહીં જે પાટિયાનું ચિત્ર મૂકયું છે તે તેનાથી પણ વિશેષ છે!

Drunk Drivers

વિશેષતા પાટિયાના લખાણમાં તો છે જ સાથે પાટિયાનું એક તરફ નમી જવું પણ સુચક છે…

Jul 252008
 

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?
copied from http://funngyan.com/2008/07/25/camel_story/
બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે.  Continue reading »

Jul 242008
 

પ્રિય મિત્રો,

ગઇકાલની નેટસૅવિમાં ક્રોસવર્ડ ઉકેલવા માટે ઉપયોગી એવી સાઈટ વર્ડ-નૅવિગેટર વિશેનો લેખ વાંચીને એક વાચક મિત્ર સુડોકુના ઉકેલ માટેની વેબસાઈટ વિશે જાણવા ઈચ્છે છે. તેથી આજનો વિષય છે સુડોકુ સોલ્વર.

સુડોકુ વિશે આપને ખબર હશે જ કે તે એક ક્રોસવર્ડ જેવી જ એક પેનગેમ છે. સુડોકુમાં નવ ગુણ્યા નવ ખાનાંઓનું ચોકઠું હોય છે જેમાં ૧થી ૯ સુધીના અંક ભરવાના હોય છે. દરેક ચોકઠામાં તેમજ આડી-ઊભી લાઈનમાં ૧ થી ૯ સુધીના બધા અંકો આવી જવા જોઇએ, કોઇપણ અંક રહી જવો ન જોઇએ તેમજ કોઇપણ અંક એક કરતાં વધુ વખત વપરાવો ન જોઇએ.  Continue reading »

Jul 232008
 

પ્રિય મિત્રો,

આજના નેટસૅવિના ૧૮માં મણકામાં આપણે વાત કરીશું એક યુટિલિટિ/વેબસાઈટ વિશે.

ક્રોસવર્ડ વિશે તો આપ જાણતા જ હશો. આડા-ઊભા અક્ષરો ગોઠવીને શબ્દો બનાવવાની આ રમત મારો મનપસંદ પાસ ટાઈમ ઉદ્યોગ છે. પણ તેમાં ક્યારેક કોઈક અઘરા શબ્દ પાસે આવીને અટકી ગયો અને પઝલ અધૂરી રહી જાય કે આવતી કાલે જવાબમાં જોવું પડશે કે અહીં કયો શબ્દ આવે એવી પરિસ્થિતિનો ઉપાય છે વર્ડ-નૅવિગેટર.

Crossword from Wordnavigator.com Continue reading »

Jul 222008
 

એક નહેર, એક બાળક, એક બાળકી, એક કુરકુરિયું, એક શાળાનો બગલ થેલો અને બચાવ કાર્ય!

Rescue Operation - 1 Continue reading »

Powered By Indic IME