ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીનો પત્ર – નારાયણ દેસાઈ (જુલાઈ ૨૦૦૮)

ગુજરાતી ભાષાના ભાવિ અંગે આજકાલ થોડો ઊહાપોહ થયો છે. આપણી માતૃભાષા બેત્રણ દાયકાઓમાં તો સાવ ભૂંસાઈ કે ભુલાઈ જશે એમ કેટલાંક વિદ્વાનો કહે છે. બીજા કેટલાક કહે છે કે એમ કદાપિ નહીં થાય. ગુજરાતીના ભાવિ અંગે દર્દભર્યો વરતારો કરનારાઓનાં મનમાં પણ ચિંતા જ ભરેલી છે, તેઓ કાંઈ ભાષાને શાપ આપવા નથી ઈચ્છતા. અને એમની વાત ન સ્વીકારનારાઓ ભાવિ અંગે પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ ભાષા અંગે બેફિકર નથી. તેઓ સાવ નચિંત છે, એમ પણ ન કહેવાય. આ બંને પક્ષોનો સાધારણ ભાવ  તો ભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. તેથી ચિંતા અને શ્રધ્ધા બંનેની પાછળનાં કારણો સાથે તપાસીએ. તેમ કરવું ગુજરાતી ભાષાના પ્રેમીઓને સારુ હિતકારક નીવડે. વિદ્વાનો અને પંડિતો આ બાબત ઘણા ઊંડા ઊતરી શકે. આ બાબત મારી રજૂઆત તો એક ભાષાપ્રેમી સાધારણ નાગરિક તરીકેની જ છે.

- વધુ વાંચવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

(આ લિન્ક મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ ખૂબ આભાર)

  4 Responses to “ગુજરાતીનું ભાવિ ગુજરાતીઓના હાથમાં”

  1. યાવત્ચંદ્રૌદિવાકરો – ભાષા અમર રહેશે…

  2. ગુજરાતી એ માત્ર ભાષા નથી, એક સંપુર્ણ સંસ્કૃતિ છે, એક ફિલોસોફી એક અગ્રગણ્ય વિચારધારા છે અને નેટ ઉપલ્બ્ધી પછી માત્ર તેનો પ્રચાર અને પ્રસાર જે રીતે થઈ રહ્યો છે લુપ્ત થવાનો કોઇ જ સવાલ ઉભો નથી થતો.. હા યોગ્ય દિશા મા જાળવણી થતી રહે તેવી મારી અને તમારા સહુ ની ફરજ બની રહે છે.

  3. હુ નથી મનતો.

  4. If you look on Google-languages, Gujarati is the only language next to English in India which has a very simple easy to learn Script but Gujarati media and government has totally fail to promote Gujarati Lipi in schools as well as in other states.We learn Hindi which we don’t mind at our own expense in our schools but can’t teach few uncommon Scipt letters to Hindi Speakers.

    Why not publish Hindi papers from Gujarat in Gujarati Lipi?

    If we can write Sanskrit in Gujarati Why not Hindi?

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME