Jul 292008
 

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીનો પત્ર – નારાયણ દેસાઈ (જુલાઈ ૨૦૦૮)

ગુજરાતી ભાષાના ભાવિ અંગે આજકાલ થોડો ઊહાપોહ થયો છે. આપણી માતૃભાષા બેત્રણ દાયકાઓમાં તો સાવ ભૂંસાઈ કે ભુલાઈ જશે એમ કેટલાંક વિદ્વાનો કહે છે. બીજા કેટલાક કહે છે કે એમ કદાપિ નહીં થાય. ગુજરાતીના ભાવિ અંગે દર્દભર્યો વરતારો કરનારાઓનાં મનમાં પણ ચિંતા જ ભરેલી છે, તેઓ કાંઈ ભાષાને શાપ આપવા નથી ઈચ્છતા. અને એમની વાત ન સ્વીકારનારાઓ ભાવિ અંગે પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ ભાષા અંગે બેફિકર નથી. તેઓ સાવ નચિંત છે, એમ પણ ન કહેવાય. આ બંને પક્ષોનો સાધારણ ભાવ  તો ભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. તેથી ચિંતા અને શ્રધ્ધા બંનેની પાછળનાં કારણો સાથે તપાસીએ. તેમ કરવું ગુજરાતી ભાષાના પ્રેમીઓને સારુ હિતકારક નીવડે. વિદ્વાનો અને પંડિતો આ બાબત ઘણા ઊંડા ઊતરી શકે. આ બાબત મારી રજૂઆત તો એક ભાષાપ્રેમી સાધારણ નાગરિક તરીકેની જ છે.

– વધુ વાંચવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

(આ લિન્ક મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ ખૂબ આભાર)

Jul 292008
 

wikipedia photo પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે વાઘના મંદિરમાં આંટો મારી આવ્યા, આજે જઈએ હવામાં ચાલવા.

‘ધ ગ્રાન્ડ કેનન સ્કાય વૉક’ પર્યટકો માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. તે અમેરિકાના અરિઝોના રાજ્યમાં આવેલી કોલોરાડો નદીના કિનારે ગ્રાન્ડ કેનનની ધાર પર આવેલું છે. લાસ વેગાસથી ૧૯૦ કિમી.ના અંતરે આવેલું આ સ્કાય વૉક ૨૦મી માર્ચ ૨૦૦૭ના જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. ઘોડાની નાળના આકારનું આ સ્કાયવૉક ૪,૪૦૦ફૂટ ઊંચું છે અને તે ૪ ઈંચ જાડા કાચનું બનેલું છે અને તે ૭૦ ટન જેટલું એટલે કે ૮૦૦માણસોનું વજન ખમી શકે તેટલી ક્ષમતા વાળું છે.

આ સ્કાયવૉકનું બાંધકામ માર્ચ ૨૦૦૪માં શરુ થયું હતું. આ બાંધકામ ૮ જેટલા રીચર સ્કેલના ધરતીકંપ અને ૧૬૦ કિમી.ની ઝડપે ફુંકાતા પવનની સામે ટકી શકે તેવું મજબુત બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે વિકિપિડિયાનો લેખ વાંચવા અહીં ક્લિક કરો અને વધુ ફોટા જોવા માટે (ફ્લિકર પર) અહીં ક્લિક કરો.