મથાળું વાંચીને આપને થયું કશે કે ‘વાઘના મંદિરમાં?’ વાઘ તો મા દુર્ગાનું વાહન છે અને વાધનું મંદિર ન હોય પણ મા દુર્ગાનું મંદિર હોય! પણ મિત્રો, આ વાત ભારતની નહીં પણ થાઈલેન્ડની છે! પશ્ચિમ થાઈલેન્ડમાં બૌધ સંપ્રદાય સંચાલિત વાઘનું મંદિર છે. અહીંના પાળેલા વાઘ છુટ્ટા ફરતા હોય છે અને પર્યટકો વાઘ પાસે બેસીને ફોટો પણ પડાવતા હોય છે!

Tiger Temple - picture from flickr ફોટો: સારાહ બેકર/ફ્લિકર 

બૌધ મઠાધિપતિના જણાવ્યા પ્રમાણે ૧૯૯૯માં ગામડાના માણસોએ એક વાઘબાળ આ મંદિરને સોંપ્યું હતું, પાછળથી તે મૃત્યુ પામ્યું પણ ત્યારથી ગામડાવાળાઓ ઘણા વાઘબાળ મંદિરને સોંપ્યા. આ વાઘબાળ એવા હતા કે જેમની માતાનો શિકાર થઈ ગયો હોય અથવા બીજા કોઈ કારણથી મૃત્યુ પામી હોય.

વાઘના મંદિરમાં પહેલા વાઘ સાવ છુટ્ટા ફરતા હતા પણ હવે પર્યટકોનો ધસારો વધવાથી કેટલાક વાઘને સાંકળથી બાંધી રાખ્યા છે. પર્યટકોની વ્યવસ્થા અને વાધની દેખરેખ માટે મંદિરના કર્મચારી ખડે પગે હાજર હોય છે તેમજ ક્યારેક વાઘ છંછેડાઈ જાય તો મઠાધિપતિને બોલાવવામાં આવે.

વાઘ મંદિર પર્યટકો માટે બપોરે ૧ વાગે ખુલ્લું મૂકવામાં આવે છે અને સાંજે ૪ વાગ્યે વાઘને પાછા તેમના પાંજરામાં પુરી દેવામાં આવે છે.

વધુ માહિતી માટે વાઘના મંદિરની વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો. વિકિપિડિયા પરનો લેખ વાંચવા અહીં ક્લિક કરો. ફ્લિકર પરના ફોટા જોવા માટે અહીં ક્લિક કરો.

  2 Responses to “ચાલો ફરવા – વાઘના મંદિરમાં…”

  1. હિંમત કેળવવી પડે આવી રીતે ફોટો પડાવવા માટે.

  2. woow… gr8 !!

    I will like to be der … but ??

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME