FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

મેનેજમેન્ટ સ્ટોરી - ઊંટની વાર્તા

with 7 comments

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?
copied from http://funngyan.com/2008/07/25/camel_story/
બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે. 

સમજી ગયો મારી માવડી! આપણી ખૂંધમાં પાણીનો સંગ્રહ થાય જેથી આપણે રણમાં રહી શકીએ, લાંબા અને ગોળ પંજાવાળા પગથી આપણે રણમાં ચાલી શકીએ અને લાંબી પાંપણો આપણું રણની રેતી અને પવનથી રક્ષણ કરે. આટલી વાત તો હું સમજી ગયો, પણ મા એક વાત મને ન સમજાણી…

કઇ બેટા?

તો પછી આપણે અહીં શહેરના પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ?

મોરલ ઓફ ધ સ્ટોરી: આવડત, જ્ઞાન અને અનુભવ ત્યારે જ કામના છે જ્યારે આપ યોગ્ય જગ્યાએ હો!
તમે ક્યાં છો?

(આવી સરસ વાર્તા ઈમેઈલમાં મોકલવા માટે વિપુલભાઈ ટાંકનો ખૂબ ખૂબ આભાર.)

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 25th, 2008 at 7:00 am

7 Responses to 'મેનેજમેન્ટ સ્ટોરી - ઊંટની વાર્તા'

Subscribe to comments with RSS or TrackBack to 'મેનેજમેન્ટ સ્ટોરી - ઊંટની વાર્તા'.

  1. અરે વાહ … સરસ … આ નવી વાત વાંચી …

    પણ સંજોગો કાયમ તમને રણ માં ન પણ રહેવા દે …

    Jignesh Adhyaru

    25 Jul 08 at 9:01 am

  2. ” મોરલ ઓફ ધ સ્ટોરી: આવડત, જ્ઞાન અને અનુભવ ત્યારે જ કામના છે જ્યારે આપ યોગ્ય જગ્યાએ હો!તમે ક્યાં છો? ”

    - ખરેખર, મર્મ સમજ્વા જેવો છે. છેવટે તો સંજોગોને જ આધિન થવાનું………

    Vipul Tank

    25 Jul 08 at 12:37 pm

  3. please sir
    i can not enter in. and dont know how to be member in side please guide me .thank you.

    babu.kataria

    25 Jul 08 at 4:25 pm

  4. nice and true too.
    thanks

    nilamdoshi

    25 Jul 08 at 7:49 pm

  5. સરસ વાત!!

    ભાવના શુક્લ

    28 Jul 08 at 8:37 pm

  6. વાત સાવ સાચિ ચ્હે .પન અગત્યનુ એ પન ચ્હે કે બચુ પન પરિવરતન ,
    વિકાસ વિશે સભાન ચ્હે.પરિસસ્થિતિ ને સ્વિકારિ લેવિ ને શક્યતાનો વિચાર
    ના કરવો એજ ગુલામિ.

    vijay

    29 Jul 08 at 12:50 pm

  7. ખુબ જ સરસ વારતા છે અને તેનો મરમ સમજવાલાયક છે.

    ibrahim

    3 Sep 08 at 4:07 pm

Leave a Reply