FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ચાલો બનીએ નેટસૅવિ - સુડોકુ

with 3 comments

પ્રિય મિત્રો,

ગઇકાલની નેટસૅવિમાં ક્રોસવર્ડ ઉકેલવા માટે ઉપયોગી એવી સાઈટ વર્ડ-નૅવિગેટર વિશેનો લેખ વાંચીને એક વાચક મિત્ર સુડોકુના ઉકેલ માટેની વેબસાઈટ વિશે જાણવા ઈચ્છે છે. તેથી આજનો વિષય છે સુડોકુ સોલ્વર.

સુડોકુ વિશે આપને ખબર હશે જ કે તે એક ક્રોસવર્ડ જેવી જ એક પેનગેમ છે. સુડોકુમાં નવ ગુણ્યા નવ ખાનાંઓનું ચોકઠું હોય છે જેમાં ૧થી ૯ સુધીના અંક ભરવાના હોય છે. દરેક ચોકઠામાં તેમજ આડી-ઊભી લાઈનમાં ૧ થી ૯ સુધીના બધા અંકો આવી જવા જોઇએ, કોઇપણ અંક રહી જવો ન જોઇએ તેમજ કોઇપણ અંક એક કરતાં વધુ વખત વપરાવો ન જોઇએ. 

Strictly Sudoku - Free Sudoku Online

સુડોકુ માટેની ઘણી બધી વેબસાઈટ છે ઈન્ટરનેટ પર તેમાંથી આપણે અહીં સમજવા માટે સ્ટ્રીક્લી સુડોકુનો પરિચય કરીશું. આ સાઈટ પર એક લાખથી વધારે સુડોકુની રમતો છે જેમાં સરળ, મધ્યમ, અઘરી અને અશક્ય એમ ચાર અલગ અલગ સ્તર છે. પેન્સિલ માર્ક કરવાની સગવડ છે. સમય, સ્કોર વગેરેની વિગતો દર્શાવે છે. સુડોકુ સોલ્વર તેમજ સુડોકુ શિખવા માટેનું ટ્યુટોરિયલ પણ છે.

આ સાઈટની ખાસિયત એવી છે કે અહીં સુડોકુ ઉકેલવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવો પડતો નથી, ફક્ત માઉસ વડે જ બધા અંક મૂકી શકાય તે માટે ડાયલર જેવી (જુઓ ચિત્રમાં ઉપર ડાબે) સગવડ આપેલી છે.

તો હવે ગમે તેવી અઘરી સુડોકુ સોલ્વ કરવી આપણા માટે રમત વાત છે!

આવી જ સગવડ આપતી અન્ય એક વેબસાઈટ છે સ્કેનરેડ.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૮) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 24th, 2008 at 7:00 am

3 Responses to 'ચાલો બનીએ નેટસૅવિ - સુડોકુ'

Subscribe to comments with RSS or TrackBack to 'ચાલો બનીએ નેટસૅવિ - સુડોકુ'.

  1. સુડોકુ વીશે જાણી નવાઈ લાગી આટલી સરસ સાઇટ વીશે કોઇ માહીત જ નહોતી નૅવગીટર ની મહીતી પણ સારી હતી …..આભાર

    nikenpatel

    24 Jul 08 at 9:22 am

  2. મિત્રો,

    સ્ટ્રીક્લી સુડોકુ સાઈટ પરની રમતોની સંખ્યા મૂકવામાં એક શુન્ય રહી ગયું હતું જે હવે સુધારી (અક્ષરોમાં “એક લાખ”) લીધું છે.

    વિનય ખત્રી

    24 Jul 08 at 10:04 am

  3. સુડોકુ પરનો મારો લેખ વાંચવો ગમશે -
    http://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/

    સુરેશ જાની

    24 Jul 08 at 7:58 pm

Leave a Reply