પ્રિય મિત્રો,
આજના નેટસૅવિના ૧૮માં મણકામાં આપણે વાત કરીશું એક યુટિલિટિ/વેબસાઈટ વિશે.
ક્રોસવર્ડ વિશે તો આપ જાણતા જ હશો. આડા-ઊભા અક્ષરો ગોઠવીને શબ્દો બનાવવાની આ રમત મારો મનપસંદ પાસ ટાઈમ ઉદ્યોગ છે. પણ તેમાં ક્યારેક કોઈક અઘરા શબ્દ પાસે આવીને અટકી ગયો અને પઝલ અધૂરી રહી જાય કે આવતી કાલે જવાબમાં જોવું પડશે કે અહીં કયો શબ્દ આવે એવી પરિસ્થિતિનો ઉપાય છે વર્ડ-નૅવિગેટર.
ઉપર આપેલા ચિત્રમાં પાંચ અક્ષરનો શબ્દ આવશે જેના આરંભે અને અંતે A આવે છે, વચ્ચે R આવે છે.
આ કોયડાનો ઉકેલ શોધવા માટે આપણે મદદ લઈશું વર્ડ-નૅવિગેટરની. ચાલો જઈએ તેની સાઈટ પર!

અહીં સર્ચબોક્ષમાં a?r?a લખી સર્ચનું બટન દબાવો એટલે જવાબો આપની સામે આવી જશે!
agria
aorta
atria
વર્ડનૅવિગેટરમાં શબ્દો શોધવા માટેની કેટલીક રીતો છે. દા.ત. em થી શરુ થતા શબ્દો શોધવા માટે સર્ચ બોક્ષમાં em* લખી સર્ચ કરો. ખૂટતા અક્ષરો માટે ? વાપરો (દા.ત. m?n). બે અક્ષરોવાળા શબ્દો શોધવા છે તો સર્ચબોક્ષમાં ?? લખો અને જો તમને ૩ કરતાં વધુ અક્ષરોનો શબ્દ શોધવો છે જેના અંતે M આવે છે તો તે માટે *???m લખી સર્ચ કરો.
છે ને સરળ? હવે જ્યારે પણ ક્રોસવર્ડમાં અઘરો શબ્દ આવશે ત્યારે તમારે બીજા દિવસ સુધી રાહ નહીં જોવી પડે!
વધુ જાણકારી માટે વર્ડનૅવિગેટરની સાઈટ ખૂંદી વળો. સૌથી વધારે અક્ષરો વાળા શબ્દો કયા અને એક પણ અક્ષર ફરીથી ન વપરાયો હોય તેવા શબ્દો કયા તે જોવાનું ભૂલતા નહીં.
માફ કરજો આવી સગવડ ગુજરાતીમાં કોઇ આપતું હોય એવું મારી જાણમાં નથી!
જત ઉમેરવાનું કે…
- ડિક્ષનરી.કોમ પણ ક્રોસવર્ડ ઉકેલવા માટેની સગવડ આપે છે.
- અને ક્રોસવર્ડ ઉકેલવા માટે ઉપયોગી એવી એક પેન પણ મળે છે.
આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૭) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ * આવતીકાલે સુડોકુ વિશે…
સરસ સગવડ
મને આ ખબર ન હતી … સુંદર
good!!!
બહુ મજેદાર વેબસાઇટ શોધી!!
ગુજરાતી મા આવુ કાઁઇ હોય તો વધુ મજા પડી જાય.
આભાર.
તમારી વાઇલ્ડ વિશ વાઇલ્ડકાર્ડ પૂરી! જુઓ: http://gujaratilexicon.com/blog/?p=108
હા, વેબ – ભગવદ્ગોમંડળ.કોમ અને ગુજરાતીલેક્સિકોન પર આવતા થોડોક સમય લાગશે – પણ મુશ્કેલ જરાય નથી..
અરે વાહ! સરસ.
રાહ જોઈશ.