કચ્છી નયે વરેજી વધાઈયું
પ્રિય મિત્રો,
આજે અષાઢ મહિનાનો બીજો દિવસ એટલે કે અષાઢી બીજ. આજથી શરૂ થતા કચ્છી નવા વર્ષના વધામણા.
અષાઢ મહિનો એટલે…
- મહાન વિદ્વાન સંસ્કૃત સાહિત્યના કવિવર કાલિદાસની યાદ કરાવતો મહિનો.
- વર્ષારાણીના આગમનનો મહિનો.
- અષાઢી બીજ તેમજ ગુરૃર્પૂણિમા જેવા તહેવારોનો મહિનો.
- સાંસ્કૃતિક મૂલ્યોનાં જીવંત સ્વરૂપ ભવ્ય રથયાત્રાનો મહિનો.
- ચાતુર્માસનાં આરંભનો મહિનો.
- સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાનો મહિનો.
- જેના પરથી ભુજ નામ પડ્યું છે તે ભુજિયાના મેળાનો મહિનો.
અંગત રીતે કહું તો અષાઢ મહિનો એટલે…
- મુંબઇમાં ધોધમાર વરસાદનો મહિનો.
- વરસાદમાં માળશેજ ઘાટના ઝરણાંમાં નહાવા જવાનો મહિનો…
- ૨૦૦૦માં ગુણવંત શાહ સાથે ગુફતગુ કર્યાની યાદનો મહિનો.
નવા વર્ષની સુપ્રભાતે વિનય ખત્રીના પ્રણામ.

અષાઢ મહીનો એટલે અમદાવાદમાં આનંદ ઉમંગનો અવસર.
કારણ રથયાતા.
jagdish
4 Jul 08 at 10:47 am
happy kutchhi new yr to u !!
કુણાલ
4 Jul 08 at 5:22 pm
Mithi asaji najru ne Mitha asaji vichar,
Mithi asaji gaaliyu ne Mitho asajo pyar,
Mitha menike lagu hedi asaji reet,
Joko asake odkhe enathi asaji preet…
Naye vareji lakh lakh vadhayu….RAM RAM…
Heena Parekh
4 Jul 08 at 8:35 pm
મઝાનો દીવસ! આપ સહુને અભીનન્દન્.
Chirag Patel
4 Jul 08 at 8:50 pm
Naye vareji lakh lakh vadhayu………!!
Pinki
4 Jul 08 at 10:28 pm
અરે પણ તમે અમદવાદની રથયાત્રા કેમ કરી ને ભુલી ગયા??? કાઈ નહી
પણ “સાલમુબારક”— કચ્છી મિત્રોને!!!!
milindpandya
5 Jul 08 at 1:13 am
કચ્છી ભાએ કે સાલ મોભારખ
gani
5 Jul 08 at 12:29 pm
કચ્છી નવા વર્ષ ની શુભકામના.
“શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત |
ચોમાસે વાગડ ભલો, ક્ચ્છડો બારે માસ ||”
Ashok Modhvadia
5 Jul 08 at 3:52 pm
મોડા મોડા પણ, નવા વરસની વધાઈઓ…
સુરેશ જાની
6 Jul 08 at 7:16 pm
નવા વર્ષની શુભ કામનાઓ……અનિમેષભાઈ, શુભકામનાઓ થોડી મોડી મોકલી છે પરંતુ ક્યુ મા બફર જેવુ કામ આપશે… એક્ચુલી…૪ર્થ જુલાઈના લોંગ વિક એન્ડમા આઉટીંગ કારણભુત છે.
ભાવના શુક્લ
8 Jul 08 at 8:05 pm