ગુગલ મેપ્સમાં પ્લેસમાર્ક

By વિનય ખત્રી, July 4, 2008 7:00 am

ગુગલ મેપ્સ આપણને ઓનલાઇન નકશાની સુવિધા આપે છે, તે તો આપને ખબર હશે જ, તેમાં પ્લેસમાર્ક, કોઇ ચોક્સ્સ જગ્યા વિશેનું નિશાન, કેવી રીતે ઉમેરશો?

Google Maps

આ પોસ્ટ નેટસેવિ વિભાગમાં હોત તો તેનો જવાબ હોત કે ગુગલ લેબ્સનું ગુગલ મેપ મેકર વાપરીને અથવા ક્લિકટુમેપ જેવી સાઇટની મદદથી. પણ આ પોસ્ટ બત્રીસ કોઠે દીવા વિભાગમાં છે એટલે તેનો જવાબ આવો હોય તો જ મજા આવે ને? Continue reading 'ગુગલ મેપ્સમાં પ્લેસમાર્ક'»

કચ્છી નયે વરેજી વધાઈયું

પ્રિય મિત્રો,

આજે અષાઢ મહિનાનો બીજો દિવસ એટલે કે અષાઢી બીજ. આજથી શરૂ થતા કચ્છી નવા વર્ષના વધામણા.

અષાઢ મહિનો એટલે…

  • મહાન વિદ્વાન સંસ્કૃત સાહિત્યના કવિવર કાલિદાસની યાદ કરાવતો મહિનો.
  • વર્ષારાણીના આગમનનો મહિનો.
  • અષાઢી બીજ તેમજ ગુરૃર્પૂણિમા જેવા તહેવારોનો મહિનો.
  • સાંસ્કૃતિક મૂલ્યોનાં જીવંત સ્વરૂપ ભવ્ય રથયાત્રાનો મહિનો.
  • ચાતુર્માસનાં આરંભનો મહિનો.
  • સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાનો મહિનો.
  • જેના પરથી ભુજ નામ પડ્યું છે તે ભુજિયાના મેળાનો મહિનો.

અંગત રીતે કહું તો અષાઢ મહિનો એટલે…

  • મુંબઇમાં ધોધમાર વરસાદનો મહિનો.

નવા વર્ષની સુપ્રભાતે વિનય ખત્રીના પ્રણામ.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.