Jul 292008
 

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીનો પત્ર – નારાયણ દેસાઈ (જુલાઈ ૨૦૦૮)

ગુજરાતી ભાષાના ભાવિ અંગે આજકાલ થોડો ઊહાપોહ થયો છે. આપણી માતૃભાષા બેત્રણ દાયકાઓમાં તો સાવ ભૂંસાઈ કે ભુલાઈ જશે એમ કેટલાંક વિદ્વાનો કહે છે. બીજા કેટલાક કહે છે કે એમ કદાપિ નહીં થાય. ગુજરાતીના ભાવિ અંગે દર્દભર્યો વરતારો કરનારાઓનાં મનમાં પણ ચિંતા જ ભરેલી છે, તેઓ કાંઈ ભાષાને શાપ આપવા નથી ઈચ્છતા. અને એમની વાત ન સ્વીકારનારાઓ ભાવિ અંગે પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ ભાષા અંગે બેફિકર નથી. તેઓ સાવ નચિંત છે, એમ પણ ન કહેવાય. આ બંને પક્ષોનો સાધારણ ભાવ  તો ભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. તેથી ચિંતા અને શ્રધ્ધા બંનેની પાછળનાં કારણો સાથે તપાસીએ. તેમ કરવું ગુજરાતી ભાષાના પ્રેમીઓને સારુ હિતકારક નીવડે. વિદ્વાનો અને પંડિતો આ બાબત ઘણા ઊંડા ઊતરી શકે. આ બાબત મારી રજૂઆત તો એક ભાષાપ્રેમી સાધારણ નાગરિક તરીકેની જ છે.

- વધુ વાંચવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

(આ લિન્ક મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ ખૂબ આભાર)

Jul 292008
 

wikipedia photo પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે વાઘના મંદિરમાં આંટો મારી આવ્યા, આજે જઈએ હવામાં ચાલવા.

‘ધ ગ્રાન્ડ કેનન સ્કાય વૉક’ પર્યટકો માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. તે અમેરિકાના અરિઝોના રાજ્યમાં આવેલી કોલોરાડો નદીના કિનારે ગ્રાન્ડ કેનનની ધાર પર આવેલું છે. લાસ વેગાસથી ૧૯૦ કિમી.ના અંતરે આવેલું આ સ્કાય વૉક ૨૦મી માર્ચ ૨૦૦૭ના જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. ઘોડાની નાળના આકારનું આ સ્કાયવૉક ૪,૪૦૦ફૂટ ઊંચું છે અને તે ૪ ઈંચ જાડા કાચનું બનેલું છે અને તે ૭૦ ટન જેટલું એટલે કે ૮૦૦માણસોનું વજન ખમી શકે તેટલી ક્ષમતા વાળું છે.

આ સ્કાયવૉકનું બાંધકામ માર્ચ ૨૦૦૪માં શરુ થયું હતું. આ બાંધકામ ૮ જેટલા રીચર સ્કેલના ધરતીકંપ અને ૧૬૦ કિમી.ની ઝડપે ફુંકાતા પવનની સામે ટકી શકે તેવું મજબુત બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે વિકિપિડિયાનો લેખ વાંચવા અહીં ક્લિક કરો અને વધુ ફોટા જોવા માટે (ફ્લિકર પર) અહીં ક્લિક કરો.

Jul 282008
 

મથાળું વાંચીને આપને થયું કશે કે ‘વાઘના મંદિરમાં?’ વાઘ તો મા દુર્ગાનું વાહન છે અને વાધનું મંદિર ન હોય પણ મા દુર્ગાનું મંદિર હોય! પણ મિત્રો, આ વાત ભારતની નહીં પણ થાઈલેન્ડની છે! પશ્ચિમ થાઈલેન્ડમાં બૌધ સંપ્રદાય સંચાલિત વાઘનું મંદિર છે. અહીંના પાળેલા વાઘ છુટ્ટા ફરતા હોય છે અને પર્યટકો વાઘ પાસે બેસીને ફોટો પણ પડાવતા હોય છે!

Tiger Temple - picture from flickr ફોટો: સારાહ બેકર/ફ્લિકર  Continue reading »

Jul 272008
 

પ્રિય મિત્રો,

રવિવારે પોસ્ટ નહીં મૂકવાનો વિચાર કર્યો હતો પણ આજે આ પોસ્ટ મૂક્યા વગર રહી શકતો નથી.

આજે વાત કરવી છે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ વિશે. સરસ મજાની સાઈટ છે, વાચન વૈવિધ્ય છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશે સરસ લેખોય આપે છે પણ ખાટલે મોટી ખોડ છે ગરબડીયા અક્ષર (Junk Characters). થોડા સમય પહેલાં કાર્તિક મિસ્ત્રીએ શબ્દો ચોર્યા વગર તેમના બ્લોગ પર લખ્યું હતું કે “દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે” અને મારે પણ આજે આ જ વાત અહીં કરવી છે.

જે સુવિધા વડે હું આ લેખ લખી રહ્યો છું તે ગુજરાતી ટાઈપપેડના સર્જક વિશાલ મોણપરા પર દિવ્ય ભાસ્કરના પત્રકાર લલિત ખંભાયતાએ એક લેખ કર્યો “અષ્ટાવક્ર કી-બોર્ડના સર્જક વિશાલ મોણપરા” લેખ સરસ થયો પણ જ્યારે ટાઈપપેડની લિન્કની જગ્યાએ આવ્યા ગરબડીયા અક્ષરઃ ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ Continue reading »

Powered By Indic IME