સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’

By વિનય ખત્રી, June 30, 2008 7:00 am

[આજે નેટસૅવિ, અદભૂત કળા, રમૂજ વગરે બાજુએ મૂકીને એક કટાક્ષકથા લખવાનો પ્રયાસ કર્યો છે. કાચું લખાણ ઘણા સમયથી લખી રાખ્યું હતું, જે આજે પાકું કરીને મૂકું છું. - વિનય ખત્રી 'અનિમેષ']

ચેતવણી અને વિનંતી: આ લેખનાં બધાં પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક નામ સાથે તેનો પ્રાસ મળતો હોય તો એક અકસ્માત હશે. તેથી ‘બંધ બેસતી’ પાઘડી પહેરી લેવી નહીં.

જોડણી ભૂલ અને તેના ઉપાયો વિશે ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યાં પેટલાદવાળા પુંજાભાઇએ સરળ, વૈજ્ઞાનિક અને એકદમ ‘ધાંસુ’ ઉપાય બતાવ્યો. જોડણી ભૂલનું કારણ હ્રસ્વ અને દીર્ઘ માત્રાઓ છે. આપણે આ માત્રાઓ વાપરવાનું બંધ કરીએ તો જોડણી ભૂલની સમસ્યા જ ન રહે. જોડણી એકદમ સરળ થઈ જાય અને ભૂલ થવાનો અવકાશ જ ન રહે. આગ્રહ સાથે તેમણે પોતાનો મૂદ્દો રજૂ કર્યો અને પોતાની રચના નવી જોડણીમાં રજૂ કરીઃ copied from http://funngyan.com/2008/06/30/sachi-jodni/

ભરત રમ,
રમત રમ,
સરસ રમત રમ.

જનક લખ,
અક્ષર લખ,
સરસ અક્ષર લખ.

અમર જમ,
જમણ જમ,
સરસ જમણ જમ.

- પજભ પટલદવળ

રચના બાળપણમાં ક્યાંક વાંચી હોય તેવું લાગ્યું પણ તેની સરળતા અને લાઘવ મને ગમ્યાં. તેને કારણે નવી જોડણીમાં પણ રસ પડ્યો. અમલમાં મૂકતાં પહેલાં જનમત લેવાનું વિચાર્યું, ભારતકી જનતા ક્યા કહેતી હૈ?

ઠોઠ નિશાળિયો: “શાળામાં બેન્ચ પર બેઠો નહીં હોઉં એટલો સમય ઊભો રહ્યો છું. “ચોખા પાલી બે” લખવામાં ભૂલ થઈ હતી ત્યારથી બધા મને ‘ચખપલબ’ કહીને ચીડવે છે. નવી જોડણીથી હવે નિરાંત થશે. ક્યારથી અમલમાં મુકાવાની છે?”

નવો નિશાળિયો: “હજી હમણાં મારી સગાઈ થઈ છે. મારી મંગેતરનું નામ ઊર્વી છે. પહેલી વખત તેને પત્ર લખવા બેઠો પણ ઊર્વીમાં ઉ નાનો આવે કે મોટો એની અવઢવમાં કાગળ લખવાનું માંડી વાળ્યું ને એક નવો નક્કોર મોબાઇલ મોકલી આપ્યો. હવે નવી જોડણીમાં લવ-લેટર લખી મોકલાવીશ, જિંદગીભર યાદગીરી રહેશે.”

બેબીબહેન બાળકાવ્ય: “મારું નામ અરુણાબેન કાણકિયા છે. પિયરમાં બધા ‘બેબી’ કહેતા અને બાળકાવ્ય લખી આગળ આવી એટલે આ નામ પડી ગયું. કવિ સંમેલનમાં રચના રજૂ કરવાનું આમંત્રણ આવે છે પણ હું જતી નથી કારણ સૌપ્રથમ (ઊતરતી કક્ષામાં) રચના રજૂ કરવાનું કહેવામાં આવે છે. નવી જોડણીને કારણે હવે મૂર્ધન્ય કવિઓ પણ જોડકણાં રચતા થઈ જશે! અને આ વિચારમાત્રથી હું ખુશ છું.”

ઈરાની પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ: “એક ફોન્ટના મૂળાક્ષર, અડધાક્ષર, જોડાક્ષર, કાનો, માત્રા, વિરામ ચિહ્નો અને બધું મળી ને સવા બસો જેટલા બીબાં હોય છે, નવી જોડણીના અમલથી ૨૫-૩૦ બીબાંમાં કામ પતી જશે અને જગ્યા ખાલી થશે, આમેય ટાઉન-પ્લાનીંગ પછી જગ્યાની ખેંચ છે અને નવું ઑફસેટ મશીન લેવાનું છે તેને ક્યાં રાખશું તે સમસ્યા પણ હલ થશે.”

સુરેશ પોતાની: “નવી જોડણીના આ વૈજ્ઞાનીક અભીગમથી ગુજરાતી સાહીત્યને ફાયદો થવાનો જ છે સાથે પ્રેસવાળા ભાઈએ કહ્યું તેમ હાનીકારક સીસાના બનેલાં બીબાં ઓછાં વપરાશે તે પર્યાવરણ માટે પણ સારું છે. સરળ જોડણીથી રચનાઓ સરળ થઈ જવાથી રચનાની સાથે તેની સમજુતી નહીં છાપવી પડે આમ કાગળ બચશે અને એટલાં ઝાડ ઓછાં કપાશે.”

હમરાજ આર્ટ, ભુજ: “સ્ટીલના અક્ષરો બનાવવામાં આખા કચ્છમાં અમે એકલા છીએ. નવી જોડણીના કારણે ગુજરાતી સાહિત્યને ફાયદો થશે કે નહીં તે તો હું ન કહી શકું પણ મને જરૂર ફાયદો થશે. જોડણી ભૂલને કારણે મહિને ઢગલાબંધ અક્ષરો ભંગારમાં જતા બચી જશે.”

જયભારત સાહિત્ય, મુંબઇ: “નવી જોડણીનો નવો વિચાર સરસ છે. અમે હંમેશાં નવા વિચારને આવકારીએ છીએ. તેના અમલ રૂપે નવી જોડણીમાં પુસ્તક છપાવનારને પહેલું પુસ્તક મફત છાપી આપવામાં આવશે.”

કેમાડુ વિડિયો: “તે દિવસ મને બરાબર યાદ છે… ભુજમાં ભણતો હતો ત્યારની વાત છે… ગુજરાતી વિષયની મારી નોંધપોથીમાં જોડણીની ઘણી ગંભીર ભૂલો જોઈને સાહેબે એક જોરદાર લાફો મારીને આખો દિવસ વર્ગની બહાર ઊભો રાખ્યો હતો. ત્યારે જ મેં શાળા/ભણતર/ગામ છોડવાનો નિર્ણય લઈ લીધો… મારા ભાઈબંધને ઘરેથી ‘બ જોડી લુગડા ખણી…’ (બે જોડી કપડાં લઈને) બસ સ્ટેશને આવવાનું કહ્યું, હું શાળાથી છૂટીને સીધો બસ સ્ટેશને ગયો ત્યાંથી ગાંધીધામ અને ત્યાંથી મુંબઈની ટ્રેન પકડી લીધી. શરૂઆતમાં પસ્તીવાળાને ત્યાં નોકરી કરી પછી ભાગીદારી પછી પોતાની દુકાન. જુના પુસ્તકોની લાઇબ્રરી શરૂ કરી, ત્યાં વિડિયો કેસેટનો જુવાળ આવ્યો… કચ્છી માડુ તરીકે ઓળખ એટલે નામ રાખ્યું કેમાડુ વિડિયો અને પછી પાછું વળીને જોયું નથી. મૂળ વાત એ હતી કે આ નવી જોડણી આવવાથી એક સારું એ થશે કે અમારા છોકરાઓને માસ્તરનો માર નહિ ખાવો પડે!”

(આ લેખમાં રહેલી જોડણી ભૂલોને સુધારીને મોકલવા માટે આદરણીય ગજ્જર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને વંદન)

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

73 Responses to “સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’”

  1. દાદાનો સાથી says:

    સુરેશભાઈ, તમે ક્યાં આ નેટ પર રમત કરતા આ જુવાનીયાઓ જોડે ચર્ચામાં ઉતરી પડો છો? આ લોકોને ગુજરાતીની ન કશી ચીંતા છે કે નથી કશો રસ. એમને માટે તો તડાફડી, ધડાધડી અને મનોરંજન જ જીવન છે.

    નેટ પરનું ગુજરાતી આમજ અસ્તવ્યસ્ત થવાનું. અહીં દરેક જણ પોતાના બ્લોગના તંત્રી છે. મન ફાવે તેમ એમ ચોરી ચપાટી કે ઉઠાંતરી કરી પોતાના બ્લોગને હીટ કરવાનો પ્રયત્ન કરવામાં બધાં પડેલાં છે. ગુજરાતીમાં જેને સાચો રસ છે એવા લોકો આંગળીને વેઠે ગણાય એટલાં છે અને એ લોકો આવી ચડસા ચડસીથી દુર જ રહે છે. આમાં તમે તમારી શક્તીઓ શું કામ વેડફો છો.

    આપણે ગુજરાતીને લાંબું જીવાડવી હશે તો લીપી સરળ કરવી જ પડશે. આપણો હેતું તો ગુજરાત સરકારના મંત્રીઓ, વર્તમાન પત્રો અને શાળાના પાઠયપુસ્તકો છાપનારાને ઉંઝા જોડણીના લાભાલાભ સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચવાનું છે. અને એમાં આપણે ઠીક ઠીક સફળ થઈ રહ્યાં છીંએ એનું આપણે ગૌરવ અનુભવીએ. બ્લોગ કરતાં પ્રીંટ મીડીયા પર ધ્યાન વધુ કેન્દ્રીત કરીએ તો આપણું ધ્યેય વહેલું સફળ થશે એમે નથી લાગતું? તમારા પુસ્તકને છપાવવાનું કંઈ નક્કર આયોજન હાથ ધરો.

    વાચકો તમે માનો કે ન માનો પણ ગુજરાતીનું ભવીષ્ય ઉંઝાજોડણીના હાથમાં જ છે.

  2. દાદાનો બગડેલ says:

    અત્યાર સુધી તમારા વગર પણ ગુજરાતી ભાષા જીવેલી છે અને જીવતી રહેશે.તમે લોકોતો ગુજરાતી ભાષનું કચુમ્બર કરી રહ્યા છો.એ બધા સારી રીતે જાણે છે.

  3. Khushali says:

    કેમ ચ્હો દોસ્તો……

    મજા મા ને …..

    સાચેી જોદનેી એજ સાચેી છએ ……..

  4. aditya shah says:

    કેમ છો

  5. Pinki says:

    સાચી સાર્થ જોડણી ના આવડતી હોય ત્યારે
    સરળતા ખાતર ઉંઝા જોડણી અપનાવવી તે પોતાના
    સ્વમાન માટે હાનિકારક છે.

    જ્યારે સાચી ગુજરાતી બોલતાં અને લખતાં આપણને (મને)આવડે
    ત્યારે જ આપણે તે અંગે નિર્ણય લેવો જોઈએ.

    ગાંધીજીએ પણ કહ્યું છે કે,
    હવે પછી સ્વેચ્છાએ જોડણી વાપરવાનો કોઈને હક નથી.

    આપણે નેટ દ્વારા ગુજરાતી ભાષાને વિશ્વના વિશાળ ફલક પર એટલી
    સમૃદ્ધ કરી દીધી છે કે, ટૂંકા ભવિષ્યમાં જ લોકોને તેની નોંધ લેવી જ પડશે
    અને ત્યારે આ બધી ચર્ચાઓ તેમાં લાંછનરુપ જરુર લાગશે જ?!!

  6. ગાંડાભાઈ વલ્લભ says:

    આ બધું વાંચીને મને તો બહુ જ રમુજ ઉપજી. જ્યારે આપણે કોઈને વીષે કશું કહીએ ત્યારે એ જેની બાબતમાં કહ્યું હોય તેને લાગુ પડે કે નહીં, તેને વીષે સાચું હોય કે નહીં, તે નક્કી નથી, પણ જેણે એ કહ્યું હોય છે, તેને વીષે તો એ જરુર કંઈક કહે જ છે.કુવામાં હોય તો અને તે જ હવાડામાં આવે.

    ઈ, ઉ ઉપરાંત પણ આપણે બીજી ઘણી ભુલો કરીએ છીએ, તેને વીષે પણ યોગ્ય વીચારણા થવી ઘટે.

    પણ જો ઉત્તમ કૃતીઓ ગુજરાતીમાં ઢગલાબંધ સર્જવામાં આવે તો દેશ અને દુનીયામાં ગુજરાતી ભાષા પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, પછી એ સાર્થ જોડણી હશે કે ઉંઝા, એનાથી કોઈ ફેર પડશે નહીં. ગુજરાતીમાં ઉત્તમ સર્જન કરો ભાઈઓ અને બહેનો! અને જે જોડણી વાપરો તે પણ બને ત્યાં સુધી કાળજી રાખી સાચી જોડણી લખવાનું ધ્યાન રાખવું જોઈએ.
    ઉંઝા જોડણી વાપરનાર પણ અતી ઉત્સાહમાં વધુ પડતા ફેરફારો કરવાને બદલે કરેલા ઠરાવને જ વળગી રહે એ બહુ જ જરુરી છે-જો આ નવી જોડણીને વધુ ને વહુ લોકો સુધી પહોંચાડવી હોય તો.

  7. ગાંડાભાઈ વલ્લભ says:

    બહુ મોડું થયું હોવાથી કેટલીક ભુલો મારા લખાણમાં પણ રહી છે, તો માફ કરવા વીનંતી. ખાસ તો છેલ્લી પંક્તીમાં વધુ ને વધુ લોકો સુધી હોવું જોઈએ.

  8. ડાહ્યો હુરટી says:

    ગાંડુડિયાભૈ તમે ઉંઝામાં લઇખું સે. ઝરા હાર્થમાં બી લખોની. ગુજરાટીનું તો આવી બૈનું સમજો.

    ચલ હટા સાવનકી ઘટા…ઉંઝા કી લગા દે વાટ…ખટિયા ખડી કર ઓર લગા દે ખાટ.

    ન રહેગા બાંસ …. ન બજેગી બાંસુરી….

    વારુ ત્યારે ચાઇલો.

  9. AlexM says:

    Your blog is interesting!

    Keep up the good work!

  10. જયહિંદ says:

    અરે ભાઈ ઇસ ચર્ચા કાહે કુ અટક ગઈ? ગજ્જર સાહિબ કો હાજિર કરો વાપસી કે લિયે.

  11. વિનય ખત્રી says:

    જયહિંદભાઈ, જયહિંદ!

    જય ભારત સાથે જણાવવાનું કે આપને કોની કોની સાથે ચર્ચા કરવી છે તે અને આપનો ઓનલાઈન હોવાનો સમયગાળો જણાવો હું આપના વતી તેમને વિનંતી કરીશ અને પછી આપણે ઈન્સ્ટન્ટ મેસેન્જર પર જાહેર ચર્ચા કરશું..

    મારું આઈડી છે ask2vinay, આપનું?

  12. સુરેશ જાની says:

    ચર્ચાનો પાયાનો સીધ્ધાંત એ હોય છે, કે
    તે મુક્ત મનથી થવી જોઈએ.
    તેમાં કોઈ અંગત રાગદ્વેષ ન હોવા જોઈએ,
    અને
    સામાનું દ્રષ્ટીબીંદુ સમજવા પ્રયત્ન કરવો જોઈએ.

    જે કોઈ આ પુર્વશરત સાથે ચર્ચા કરવા તૈયાર હોય, તે મને ઈમેલ કરી શકે છે. થયેલ બધી ચર્ચાની નકલ વિનયને મોકલવાની હું બાંહેધરી આપું છું.

    મારું ઈમેલ સરનામું -
    sbjani2006@gmail.com

  13. વિનય ખત્રી says:

    આ જયહિંદભાઈ કોણ છે તે મને ખબર નથી પણ તેમના વિશે ખાંખાખોળા કરીને આટલું હું જાણી શક્યો છું -

    ૧. તેઓ ઊંઝા જોડણીના સખત વિરોધી છે. જોડણી વિશેની પોસ્ટ કોઈ પણ બ્લોગ પર મૂકાય, તેમની કોમેન્ટ આવી સમજો.

    ૩. તેઓ હંમેશા નવા નામે કોમેન્ટ લખે છે (દા.ત. જયહિંદ) અને ક્યારેય સાચું ઈમેઈલ આઈડી લખતા નથી. -@-.com થી કામ ચાલી જાય તો 123@456.com પણ લખતા નથી!

    ૪. હંમેશા પ્રોક્ષી નામનો બુરખો પહેરીને કોમેન્ટ કરે છે! આ વખતે યુકેના પ્રોક્ષી સર્વર પરથી કોમેન્ટ કરી છે.

    ૫. તેમને ફક્ત જાહેરમાં ચર્ચા કરવામાં રસ છે (જેથી બધા વાંચે), ક્યારેય ઈમેઇલ કરતા નથી.

    ૬. બહુ બધો સમય ઓનલાઈન હોય છે.

    ૭. ગુજરાતી બ્લોગ જગત પર ચાંપતી નજર રાખે છે.

  14. malay says:

    oh great discussion. knowledge ni sathe chatakedar charcha apava valo blog.
    Vinay bhai, I ve become a fan of your net searching skills. Thodi tips apsho?

  15. આ બ્ધુઁ શુ ચ્હે? આ સુરેીશ જાનેી કોણ ચ્હે? લોકો ગાઁડા થાઈ ગ્યા કે સુઁ.

  16. Untouchable says:

    21મી સદીની જોડણી એટલે ઉંઝા જોડણી. સરળ સહેલી અને ઓછી ભુલો થાય તેવી જોડણી એટલે ઉંઝા જોડણી. ઉંઝા જોડણીનું ભાવી ખુબ ઉજળું છે. ઉંઝા જોડણી પરનો આ નવો લેખ વાંચવાનું રખે ચુકતા!

    http://govindmaru.wordpress.com/2009/05/08/ch29-2/

  17. chirag patel says:

    વિનયભાઈ, આ જુઓઃ http://www.howtodothings.com/computers-internet/how-to-track-the-real-ip-address-behind-the-proxy

    આ તો માત્ર ઉદાહરણ છે. પ્રોક્ષી પાછળ ખેલ કરતા લોકોને પકડવા આવા અનેક ટુલ ઉપલબ્ધ છે.

  18. વિનય ખત્રી says:

    @ ચિરાગ

    આપની કોમેન્ટની ઉપરની બંને કોમેન્ટ ‘ખબર નથી’ અને ‘અનટચેબલ’ પ્રોક્ષી પરથી છે! પ્રોક્ષીનું પગેરું દબાવીને હું તો થાકી ગયો છું.

    આ લેખ પરની ઘણી કોમેન્ટ પ્રોક્ષી પરથી છે. પ્રોક્ષીનો બુરખો પહેર્યા વગર ઊંઝાનો વિરોધ થાય જ નહીં એવી માન્યતા ઘર કરી ગઈ છે કેટલાકના મગજમાં. તેમને એટલું જ કહેવું છે કે મને જુઓ. હું ઊંઝાનો વિરોધ વગર બુરખે કરી શકું છું તો તમે કેમ નહીં?

  19. Suresh Jani says:

    વીરોધ કરો કે અનુરોધ,
    ખેલદીલીની ભાવના અને સામા પક્ષના અસંમત થવાના અને અભીવ્યક્તીની સ્વત્ંત્રતાના અધીકારને માન્યતા, એ ત્ંદુરસ્ત ચર્ચા માટે પાયાની જરુરીયાત છે.
    જ્યારે આ પ્રણાલી વ્યાપક થશે; ત્યારે જ ભાષાનું અને સમાજનું હીત થશે. નહીં તો યુધ્ધો, મનદુખ અને મીત્રતા/ સુજનતાનો નો હ્રાસ જ થવાનો.
    અનામીની નનામીએ જે ખાનાખરાબી સર્જી તેના અનુભવોથી આપણે સૌ પુખ્ત વીચાર કરતા થઈએ એવી આશા રાખું છું.

  20. બાલક says:

    મને રમાડો વ્હાલ કરો નહિઁતર હુ તો રિસઇ જઇશ. બધાનિ કટ્ટિ કરિ નાખિસ.

  21. Suresh Jani says:

    એકવીસમી સદીના બાલકોય હવે બુરખા ઓઢે છે. કે પછી આય બહારવટીયા છે?

  22. બાલક નો દોસ્તાર says:

    હાલ્ય બાલક કોઈ નો રમે તો કાંય નઈ, આપડે રમ્મી. પહેલા ગાંધીબાપુ ની પ્રાર્થના ગાઈ કાના માતર વગર.

    વશ્ણવ જન અન સરસ જન ત તન ર કહય જ પડ ભષન ન જણ ર

  23. ભાષામાં ભૂલા પડ્યા અને હાસ્યનો ખજાનો મળ્યો. પેલું કહે છે ને કે ‘છીંડું શોધતાં લાધી પોળ!’

    હજી તો ઘણા લોકોએ મહેન્દ્ર મેઘાણીની અને ગાંધીજીની ‘गीता त्रिपुटी’ની જોડણી જોઈ નથી લાગતી અને અસલી મજા માણવી હોય તો ચી.ગી.એ ક્યાંક લખ્યું હતું એમ, ગુજરાતીને ચાઇનીઝની જેમ ઊભી લીટીઓમાં(!!!) લખવાનું ચાલુ કરી દેવું જોઈએ. આમે ‘ચાઇનીઝ’નું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવે જ છે ને!

    દૂધના હોજમાં પાણી તે આનું નામ!

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.