Google Alertsપ્રિય મિત્રો,

ઘણા લાંબા સમય પછી આજે ચાલો બનીએ નેટસૅવિનો ૧૫મો મણકો લખવા બેઠો છું, આજનો વિષય છે ગુગલ અલર્ટ.

વાચકો મને પૂછતા હોય છે કે નવું નવું કેવી રીતે અને ક્યાંથી શોધી લાવો છો તો તેનો જવાબ છે ગુગલ અલર્ટ. ગુગલને ભગવાન માનતો નથી છતાં પ્રેમથી ગુગલના ટૂલ્સ વાપરું છું. :)

Google Alertsગુગલ અલર્ટ પર ક્લિક કરતાં આવું સ્ક્રીન દેખાશે જેમાં …

  • Search termsના ખાનામાં આપને ગમતા વિષયનું નામ લખી દો.
    દા.ત ફન, જ્ઞાન, કવિતા.
  • Typeમાં આ શબ્દો ક્યાં શોધવા છે તે જણાવો.
    દા.ત સમાચાર, બ્લોગ, વેબ, વિડીઓ, સમૂહ.
  • How oftenના ખાનાંમાં ઇમેઇલ મેળવવાનો સમય ગાળો જણાવો.
    દા.ત તરતજ, દરરોજ, અઠવાડિએ એક વાર.
  • છેલ્લે આપનું ઇમેઇલ આઈડી લખી ‘Create Alert‘નું બટન દબાવી દો.

આટલું કર્યા પછી ગુગલ આપને વેરીફાય કરવા એક મેઇલ મોકલશે તેમાં આપેલી વેરીફાયની લિન્ક પર ક્લિક કરતાં Google Alert Createdનું પાનું જોવા મળશે. અહીં સુધી પહોંચ્યા એટલે આપનું કામ પુરું.

હવે જ્યારે કોઇ આપના ગમતા વિષયને લગતી માહિતી ઇન્ટરનેટ પર મૂકશે એટલે તેની જાણ ગુગલ સર્ચ એન્જિનને થશે અને ગુગલ અલર્ટ આપના દર્શાવેલા સમયાંતરે આપને ઇમેઇલ દ્વારા જાણ કરશે.

વધુ માહિતી માટે ગુગલ અલર્ટના પાના પર હેલ્પની લિન્ક ક્લિક કરો.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૪) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  3 Responses to “ચાલો બનીએ નેટસૅવિ – ગુગલ અલર્ટ”

  1. well I m not good at Gujarati typing but glad to see such a site in Gujarati as I’m Gujarati too well going
    Mr.અનિમેષ અંતાણી Sorry I copy paste it

  2. સારી માહીતી અચાનક જ મળી ગઇ.!!!!!

    મિલિન્દ

  3. … બીજું ગૂગલ સર્ચ અને ગૂગલ અલર્ટનો ઉપયોગ કરી જાણી શકાય કે આપણું લખાણ ક્યાં પ્રસિદ્ધ થયું છે. …

    આનો ઉપયોગ કરવાની રીત અને સંબંધીત લિંક અંગે માર્ગદર્શન આપજોને. જાણવા જેવો વિષય લાગ્યો. … જવાબ મળી ગયો.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME