એક વાચક તરફથી ફોર્વર્ડેડ ઇમેઇલ મળી જેમાં એવા ફોટા જોવા મળ્યા કે ન્યુટન પણ ગુરુત્વાકર્ષણનો નિયમ ભૂલી જાય!

આ ભાઇ તો હવા પર ચાલે છે!

એક હાથ દિવાલને ટેકવીને હવામાં અધ્ધર ઊભા છે તે ભાઇનું નામ છે જોહાન લોર્બીર. તેઓ એક જર્મન કલાકાર છે. ૧૯૭૦થી તેઓ પોતાની કળાનું પ્રદર્શન કરતા આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ‘સ્ટીલ લાઇફ પર્ફોર્મન્સ’થી પ્રખ્યાત થયા છે. તેમને “મેન હુ વોક્સ ઓન ધ એર”નો ખિતાબ પણ મળ્યો છે. http://funngyan.com

‘સ્ટીલ લાઇફ પર્ફોર્મન્સ’માં તેઓ એ એવી રીતે દૃષ્ટીભ્રમ ઊભો કર્યો છે જાણે તેમને ગુરુત્વાકર્ષણ લાગતું જ નથી! આ અશક્ય લાગતી વાત તેમણે જર્મનીની શેરીઓમાં લોકોની સામે કરીને પ્રખ્યાતી મેળવી, જોકે, આંતરરાષ્ટીય સ્તરે હજી એટલા જાણીતા નથી થયા.

તેમની ઓફિશિયલ વેબસાઇટ, જે જર્મન ભાષામાં છે, જોવા માટે અહીં ક્લિક કરો અને તેમની કળાના વધુ નમુનાના જોવા માટે અહીં ક્લિક કરો.

આ જાદુનું રહસ્ય જાણવા ઉત્સુક સર્વે વાચકોને જણાવવાનું કે અહીં આપેલા ચિત્રો જોઇને વિચારો કે આ કેવી રીતે શક્ય બન્યું હશે?

છતાં જવાબ ન મળે તો આ રહી એક ‘હિન્ટ’” “જો આ ભાઇ ખરેખર હવામાં ચાલી શકતા હોય તો દિવાલને હાથ લગાડીને ઊભા રહેવાની શું જરુર?”

હવે તો આપને જવાબ જડી ગયો જ હશે, તો ચાલો આપનો જવાબ અહીં સરખાવી જોઇએ… પાસવર્ડ છે funngyan

આ ફોર્વર્ડેડ ઇમેઇલ મોકલવા માટે શ્રી જેસીંગ મારુનો ખૂબ ખૂબ આભાર.

  10 Responses to “આ ભાઇ તો હવા પર ચાલે છે!”

  1. વધુ માહિતી માટે કયો pass word લખવો ?

  2. પાસવર્ડ સાથે આપેલો જ છે funngyan

  3. સરસ ટ્રીક

  4. અદભુત વળી આતો….

  5. મજા આવી.

  6. It’s really amazing!!!!!!!!!can’t believeble!

  7. I want to join this group!so what is the procedure?

  8. મજા આવી

  9. અરે યાર આતો અદભુત અવુ શ્ક્ય બને ખરુ અવુ કૈ રિતે થઇ શકે?

  10. .v.v nice khare krekhar majaaavi

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME