ચાલો જમવા: વિમાનમાં
જમવા જવા માટેની જાજરમાન જગ્યાઓની વાત કરીએ તો સૌથી ઉપર આવે ડિનર ઇન ધ સ્કાય જેના વિશે આપણે આગળ જોઇ ગયા. આજે વાત કરવાના છીએ, ચાલો જમવા - વિમાનમાં! http://funngyan.com
અહીં હવામાં ઊડતા વિમાનમાં જમવાની વાત નથી કે નથી જમીન પર મૂકેલા વિમાનના મોડેલમાં બેસીને જમવાની વાત. અહીં વાત કરવાના છીએ સાચુકલા માલ-વાહક વિમાનને જમીન પર ઊભા રાખીને તેમાં બનાવેલી રેસ્ટોરાં-બાર ‘એલ એવિઓન’ વિશે.
૧૯૫૪માં બનેલા ‘ફેરચાઇલ્ડ’ સી-૧૨૩ નામના કાર્ગો વિમાન ૧૯૮૬માં અમેરિકાથી દાણચોરો માટે હથિયાર લઇને જતા હતા ત્યારે તેમને પકડી પાડીને કોસ્ટા રીકાના દરિયા કિનારે તેમનું ફરજીયાત ઉતરાણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ વિમાન અહીં છે. પછીથી સ્થાનિક લોકોએ તેને રેસ્ટોરાં-બારમાં ફેરવી નાખ્યા!
આમ તો અહીંનું જમવાનું મોંધું છે પણ કાર્ગો વિમાનમાં બેસીને જમવાનો લ્હાવો મળે છે તે ઓછું છે?
આ ફોટા ગો-સ્લીપ-ગો પરથી લીધા છે, વધુ માહિતી અને મોટા ફોટા માટે ગો-સ્લીપ-ગો નામની ટ્રાવેલ સાઇટની મુલાકાત લો.

અહીં કેનેડાના ટોરોન્ટો શહેરમાં ઘણી જગ્યાએ આવા રેસ્ટોરન્ટ છે, બની સકે તો ક્યારેક આપને ફોટા મોકલીશ.
ધન્યવાદ
વૈભવ રાણા
18 Jun 08 at 3:40 am
આમાં ઍર હોસ્ટેસ્ટ સેવા ઉપલબ્ધ છે કે? ઃ-)
અરવિંદભાઈ
અરવિંદભાઈ
18 Jun 08 at 12:45 pm
અમ્દાવાદમાન એએમતિએસ્ અને એસતિનિ બસોમા આવા રેસ્તોરાન્ત થાય તો શોખિનોને સસ્તાભાવે ખાવાનુ મલે અને મોતિ હોતેલોનિ મોનોપોલિ ઘતિ જાય
navin
18 Jun 08 at 2:42 pm