આવું ક્યારેય સાંભળ્યું છે?

By વિનય ખત્રી, June 14, 2008 7:00 am

સોફ્ટવેર એન્જિનિયરના મોઢેથી આવું ક્યારેય સાંભળ્યું છે?

  • ના હો! આખો દિવસ તો કોમ્પ્યુટર પર કામ કર્યું હવે નવરાશના સમયમાં કોમ્પ્યુટર ગેમ નથી રમવી.
  • ક્વેક ગેમ? નહીં, આજે નહીં, આજે મારે જરા જલ્દી જઇને મિત્રોને મળવું છે.
  • મહેરબાની કરી હવે પીઝા નહીં ચાલે.
  • આ કોડ કોણે લખ્યો છે? મારી જીંદગીમાં આવું સરસ અને સુઘડ લખાણ જોયું નથી. આ તો તરત ‘ડીબગ’ થઇ જશે.
  • માઇક્રોસોફ્ટ સાથે બધા ટુલ્સ અને સ્પોર્ટ આવે છે કે જેની ક્યારેય જરૂર પડવાની નથી.
  • મને ખરેખર તે પ્રશ્નનો જવાબ આવડતો નથી.
  • આ તો સાવ સરળ છે, ફક્ત બે-ચાર ‘ટેબલ’ મૂકવા પડશે.
  • દરેક ‘ફિલ્ડ’ના નામ યોગ્ય રીતે અપાયેલા છે.
  • નક્કી કરેલા સમય પહેલાં, ધારેલી કિંમતમાં અને વધારાના ફિચર્સ સાથે આપનું કામ થઇ જશે.
  • અરે વાહ! હજી કેટલા રિપોર્ટ જોઇએ બોલો!
  • હાશ! બધું કામ ધાર્યા સમયમાં પતી ગયું.

8 Responses to “આવું ક્યારેય સાંભળ્યું છે?”

  1. Niraj says:

    નક્કી કરેલા સમય પહેલાં, ધારેલી કિંમતમાં અને વધારાના ફિચર્સ સાથે આપનું કામ થઇ જશે… :-)

  2. Swati S. Desai says:

    આમાં ખાસ મજા ન આવી. કઈંક નવું અને ખડખડાટ હસાવે તેવું આપોને યાર.

  3. :D … આ તો ભૂતના મોઢે રામ જેવી વાત થઈ !!!

  4. jayshree says:

    Just a typo….

    should be મહેરબાની, not મહેરવાની

  5. -વાની નું -બાની કરી નાખ્યું છે.

    જયશ્રીનો આભાર.

  6. [...] ના ફન એન જ્ઞાન પર થી વાંચેલું છે. વધુ અહી વાંચો.  ધ્યાન દોરવા બદલ ધન્યવાદ [...]

  7. બોલો, ક્વેક ૩ કોને રમવી છે?

  8. prashant pandit says:

    dear i realy like your blog if you wish then you give a yourcontactno because i wont to publish it.
    my no xxxxx31225

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.