સૌથી જુનો વ્યવસાય કયો?

By વિનય ખત્રી, June 13, 2008 7:00 am

એક વખત ડોક્ટર, એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર (પ્રોગ્રામર) વચ્ચે જોરદાર ચર્ચા થઇ કે વિશ્વનો સૌથી જુનો વ્યવસાય કયો?

ડોક્ટરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને સર્વપ્રથમ સર્જરી કરીને આદમની પાંસળી કાઢી હતી જેમાંથી ‘ઈવ’ થઇ અને પછી સમગ્ર મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી.

એન્જિનિયરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને શૂન્યમાંથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે તે જ દર્શાવે છે કે ભગવાન સૌથી પહેલા એન્જિનિયર હતા.

ડોક્ટરે કાન પકડીને એન્જિનિયરની વાત માની લીધી પણ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની દલીલ કરી કે પોતાનો વ્યવસાય જ સૌથી જુનો વ્યવસાય છે. આ સાંભળીને ડોક્ટર અને એન્જિનિયર એક સાથે બોલ્યા, “કેવી રીતે?” પછી એન્જિનિયરે પોતાની દલીલને આગળ વધારતાં કહ્યુ કે એન્જિનિયરીંગ જ સૌથી જુનો વ્યવસાય હોઇ શકે કેમકે ભગવાને સમગ્ર બ્રહ્માંડની રચના કરી તે પહેલાં અહીં કંઇ નહોતું, ફક્ત અવ્યવસ્થા અને અંધાધૂંધી હતી.
(I had copied this joke from http://funngyan.com)
સોફ્ટવેર એન્જિનિયરે મરક મરક હસ્તાં કહ્યું “તમને શું લાગે છે આ અવ્યવસ્થા અને અંધાધૂંધી ક્યાંથી આવી?”

6 Responses to “સૌથી જુનો વ્યવસાય કયો?”

  1. Hey This is wonderful joke…

    There is a small mistake in spelling of the word પાંસડી in following sentance.
    ભગવાને સર્વપ્રથમ સર્જરી કરીને આદમની પાંસડી કાઢી હતી
    it should be પાંસળી in stead of પાંસડી….

    Kindly update it.

    best wishes,
    Himanshu Parbhubhai Mistry

  2. virendra vaishnav says:

    to make others confusvie fool

  3. Swati S. Desai says:

    સરસ. હિમાંશુભાઈ એ સુચવેલા સુધારા ને મારો ટેકો છે.તમે જ્યારે આટલી સરસ ગુજરાતી ટાઈપ ની સગવડ આપો છો ત્યારે આવી ભુલ તમે કરો તે તો ન જ ચલાવી લેવાય.એ સિવાય અભિનંદન.

  4. હિમાંશુભાઇ,

    જોડણી ભૂલ તરફ ધ્યાન દોરવા માટે આભાર. શરતચૂક બદ્દલ માફી.

  5. વાહ … :D .. મજાની વાત .. મને લાગે છે કે s/w engg. કરતા વધારે અંધાધૂંધી તો મેનેજર લોકો કરતા હોય છે !!

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.